ભૂગોળ
કામઠી
કામઠી : મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાનું નાગપુર-જબલપુર ધોરીમાર્ગ પર આવેલું ઐતિહાસિક સ્થળ. નાગપુરથી ઈશાન તરફ 15 કિમી.ના અંતરે ગીચ ઝાડીમાં તે વસેલું છે. નાગપુર-હાવરા રેલમાર્ગ ત્યાંથી પસાર થાય છે. કપાસ, મૅંગેનીઝ, ઇમારતી પથ્થર તથા આરસપહાણ વગેરેનું તે મોટું વ્યાપારી કેન્દ્ર છે. આજુબાજુના વિસ્તારમાં કપાસની મોટી ખેતી થાય છે. અહીં સાગ, ટીમરુ,…
વધુ વાંચો >કામરાન
કામરાન : રાતા સમુદ્રકાંઠે આવેલો યેમેન હેઠળનો ટાપુ. ભૌગોલિક સ્થાન : 150 30’ ઉ. અ. અને 420 30’ પૂ. રે.. તેની લંબાઈ 22 કિમી. (ઉ.-દ.) અને પહોળાઈ 10 કિમી. (પૂ.-પ.) જેટલી છે. ક્ષેત્રફળ 181 ચોકિમી. તેનું ભૂપૃષ્ઠ સમતળ છે. તે બાબ-અલ-માંડેબની સામુદ્રધુનીથી 320 કિમી. ઉત્તર તરફ આવેલો છે. અહીંનું જુલાઈ…
વધુ વાંચો >કામરૂપ
કામરૂપ : આસામ રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 260 30’ ઉ. અ. અને 900 00’ પૂ. રે.ની આજુબાજુનો 4,345 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જેની વસ્તી 15,17,202 (2011) છે. જ્યારે મેટ્રોપોલિટીનનો વિસ્તાર 1272 ચોકિમી. અને વસ્તી 12,60,409 (2011) છે. તેની ઉત્તરે ભુતાન, ઈશાનમાં દારાંગ જિલ્લો, પૂર્વમાં મોરીગાંવ…
વધુ વાંચો >કામાકુરા
કામાકુરા : પ્રશાંત મહાસાગરમાં આવેલા જાપાનના હોન્શુ ટાપુનું એક મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 350 19’ ઉ. અ. અને 1390 33’ પૂ. રે.. આ શહેર યોકોહામાથી નૈર્ઋત્યમાં 15 કિમી. અંતરે અને મ્યુરા દ્વીપકલ્પ પાસે આવેલું છે. ત્રણે બાજુએ ટેકરીઓથી ઘેરાયેલું છે. અહીંની આબોહવા નરમ છે. દક્ષિણે સુંદર રેતીપટ (beach) આવેલો…
વધુ વાંચો >કામાગ્વે
કામાગ્વે : પૂર્વ મધ્ય ક્યૂબાનું રાજ્ય તથા તેની રાજધાની. આ શહેર હાલ ન્યુએવીટાસ તરીકે ઓળખાય છે. જેનો વિસ્તાર 75 ચોકિમી. છે. તે 1514માં સાન્ટા-મારિયા-દ-ટ્યુરેટો તરીકે ઓળખાતું હતું. 1528માં આ શહેરનું નામ કામાગ્વે કરવામાં આવ્યું હતું. અહીં પશુપાલન, શેરડી અને ખેતીની પ્રવૃત્તિ વધુ વિકાસ પામી છે. ક્યૂબાના આંતરિક પ્રદેશનું સૌથી મોટું…
વધુ વાંચો >કામા નદી
કામા નદી : યુરોપીય રશિયામાં આવેલી વૉલ્ગા નદીની મહત્વની સહાયક નદી. ભૌગોલિક સ્થાન : 550 45’ ઉ. અ. અને 520 00’ પૂ. રે. નજીક તે વૉલ્ગાને ડાબે કાંઠે મળે છે. તેનું સંગમસ્થાન કાઝાનથી 69 કિમી. દક્ષિણે આવેલું છે. ઉત્તરી યુરલની પશ્ચિમે આવેલા ઉદમૂર પહાડી પ્રદેશમાં તેનું ઉદભવસ્થાન આવેલું છે. તેનો…
વધુ વાંચો >કામેટ
કામેટ : હિમાચલ પ્રદેશના લાહૂલ-સ્પિટી જિલ્લાની પર્વતમાળાના મુખ્ય શિખરની ઉત્તરે અને ગઢવાલ જિલ્લાના કુમાઉં પ્રદેશમાં આવેલ હિમાલયની ગિરિમાળા. ભૌગોલિક સ્થાન : 300 54’ ઉ. અ. અને 740 37’ પૂ. રે.. તેની ઊંચાઈ 7,756 મી. છે. તે સતલજ નદીની દક્ષિણે અને શિવાલિક ગિરિમાળાથી ઈશાને 48 કિમી. દૂર છે. અલકનંદાની બે શાખાઓ…
વધુ વાંચો >કામ્પુચિયા: જુઓ કમ્બોડિયા
કામ્પુચિયા : જુઓ કમ્બોડિયા.
વધુ વાંચો >કાયાકલ્પ (નદીનો)
કાયાકલ્પ (નદીનો) : નદીને નવજીવન પ્રાપ્ત થવાની અને તેનું ઘસારણકાર્ય અને વહનકાર્ય સક્રિય બનવાની પ્રક્રિયા. કાયાકલ્પનાં મુખ્ય કારણો અને પ્રકારો આ પ્રમાણે છે : (1) ઝડપી કે મંદ ભૂસંચલનને કારણે નદી નવજીવન પામે તેને ‘ગત્યાત્મક કાયાકલ્પ’ કહે છે. દા.ત., નદી વૃદ્ધાવસ્થામાં પહોંચી હોય પરંતુ ભૂસંચલનને કારણે તે ભૂમિક્ષેત્રનો ઊંચકાવ થાય…
વધુ વાંચો >કારગિલ (Kargil)
કારગિલ (Kargil) : જમ્મુ-કાશ્મીર રાજ્યનો સીમાવર્તી જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 340 34’ ઉ.અ. અને 760 06’ પૂ.રે.ની આજુબાજુનો 14,036 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પાકિસ્તાન હસ્તકનો ગિલગીટ જિલ્લો, પૂર્વ તરફ લદ્દાખ, દક્ષિણ તરફ હિમાચલ પ્રદેશ, નૈર્ઋત્ય અને પશ્ચિમ તરફ ડોડા,…
વધુ વાંચો >