ભૂગોળ

લૅમ્બે ટાપુ (Lambay Island)

લૅમ્બે ટાપુ (Lambay Island) : આયર્લૅન્ડના ડબ્લિન પરગણાના કાંઠાથી થોડે દૂર આયરિશ સમુદ્રમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન :  53° 30´ ઉ. અ. અને 6° 00´ પ. રે.. આ ટાપુનો વિસ્તાર માત્ર 21 ચોકિમી. જેટલો જ છે. અહીંના વિસ્તારમાં તે પક્ષી-અભયારણ્ય તરીકે જાણીતો બન્યો છે. આ અભયારણ્ય ખાનગી માલિકીનું હોવાથી તેની…

વધુ વાંચો >

લૅરેમી

લૅરેમી : વાયોમિંગ રાજ્ય(યુ.એસ.)ના અગ્નિ ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન. 42° 00´ ઉ. અ. અને 105° 40´ પ. રે.. તે ચેથન્નેથી વાયવ્ય તરફ 72 કિમી.ને અંતરે લૅરેમી નદી (સહાયક નદી સૅન્ડે) પર આવેલું અને આલ્બેનીનું મુખ્ય મથક છે. 1868માં વસેલું આ શહેર આજે આ વિસ્તારનું વેપારી અને જહાજી મથક બની…

વધુ વાંચો >

લૅરેમી પર્વતો

લૅરેમી પર્વતો : રૉકી પર્વતોની ફ્રન્ટ હારમાળાનું ઈશાની વિસ્તરણ. 1820-21ના અરસામાં આ વિસ્તારને રુવાંટી માટે જે ખૂંદી વળેલો તે ફ્રેન્ચ વેપારી ઝાક લૅરેમીના નામ પરથી આ પર્વતોને ઉપર્યુક્ત નામ અપાયેલું છે. આ હારમાળામાંથી વાયવ્ય તરફ ફંટાતું વિસ્તરણ મેડિસિન બો હારમાળા નામથી ઓળખાય છે. લૅરેમી પર્વતો 240 કિમી.ની લંબાઈમાં એક ચાપ-સ્વરૂપે…

વધુ વાંચો >

લેસોથો

લેસોથો : દક્ષિણ આફ્રિકા દેશના અંતરાલમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 29° 30´થી 31° 00´ દ. અ. અને 27° 00´થી 29° 00´ પૂ. રે. વચ્ચેનો 30,352 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 515 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 430 કિમી. જેટલી છે. માસેરુ તેની રાજધાનીનું સ્થાન છે.…

વધુ વાંચો >

લેહ

લેહ : ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના લદ્દાખ જિલ્લાનું મુખ્ય મથક અને શહેર. હવે લદ્દાખ જિલ્લાને લેહ જિલ્લા તરીકે અને લદ્દાખને વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ભૌગોલિક સ્થાન : 34° 09´ ઉ. અ. અને 77° 59´ પૂ. રે.. દુનિયાના છાપરા તરીકે ઓળખાતા તિબેટ વિસ્તારની નજીક, પરંતુ તેના પાટનગર લ્હાસાથી 2,160 કિમી. અંતરે…

વધુ વાંચો >

લોઅર સુબનસીરી

લોઅર સુબનસીરી : અરુણાચલ પ્રદેશનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 26° 55´થી 28° 21´ ઉ. અ. અને 92° 40´થી 94° 21´ પૂ. રે. વચ્ચેનો 10,125 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અપર સુબનસીરી, પૂર્વમાં અપર સુબનસીરી અને વેસ્ટ સિયાંગનો થોડોક ભાગ, દક્ષિણમાં પાપુમ પારે, પશ્ચિમમાં ઈસ્ટ કામેંગ અને…

વધુ વાંચો >

લૉક લોમૉન્ડ (Loch Lomond)

લૉક લોમૉન્ડ (Loch Lomond) : સ્કૉટલૅન્ડમાં આવેલાં સરોવરો પૈકી ખૂબ જ જાણીતું અને વિશાળ સરોવર. ભૌગોલિક સ્થાન : તે 56°-10´ ઉ. અ. અને 4°-35´ પ. રે.ની આજુબાજુ પથરાયેલું છે. તે બેન લોમૉન્ડ શિખર(973 મીટર)ની નજીક નૈર્ઋત્ય તરફ પહાડી વિસ્તારમાં તથા ગ્લાસગોથી વાયવ્યમાં આશરે 32 કિમી.ને અંતરે આવેલું છે. તેના જળરાશિ…

વધુ વાંચો >

લોણાર ઉલ્કાગર્ત

લોણાર ઉલ્કાગર્ત : મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં, ઔરંગાબાદથી આશરે 145 કિમી. પૂર્વમાં લોણાર (લોનાર) નામના એક નાના ગામની પાસે આવેલું ખારા પાણીનું એક વિશાળ ગોળ આકારનું જ્વાળામુખ જેવું છીછરું તળાવ. આ તળાવ જેમાં આવેલું છે તે વાટકા જેવા પાત્રની બધી જ બાજુઓ બેસાલ્ટના મોટા ખડકજથ્થાઓની બનેલી છે. દખ્ખણના બેસાલ્ટ-ઉચ્ચ સપાટ પ્રદેશમાં…

વધુ વાંચો >

લોનાર સરોવર (Lonar Lake)

લોનાર સરોવર (Lonar Lake) : મહારાષ્ટ્ર રાજ્યના બુલદાણા જિલ્લામાં દક્ષિણ ભાગમાં આવેલું ખારા પાણીનું સરોવર. બેસાલ્ટ ખડકબંધારણવાળા દખ્ખણના પઠાર પ્રદેશમાં ઉદભવેલા ગર્તમાં આ સરોવર તૈયાર થયેલું છે. તે જ્વાળાકુંડ (crater) અથવા ઉલ્કાપાત ગર્ત હોવાનું કહેવાય છે. પંકથરથી બનેલી તેની ઈશાન બાજુને બાદ કરતાં તે લગભગ ગોળ આકારવાળું છે. આ સરોવર…

વધુ વાંચો >

લૉન્સેસ્ટન (Launceston)

લૉન્સેસ્ટન (Launceston) : ઑસ્ટ્રેલિયાના ટાપુ રાજ્ય ટસ્માનિયામાં ઉત્તર તરફ આવેલું, બીજા ક્રમનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન 41° 26´ દ. અ. અને 147° 08´ પૂ. રે.. તે ઉત્તર કિનારાથી આશરે 65 કિમી.ના અંતરે તથા ટૅસ્માનિયાના દક્ષિણ ભાગમાં આવેલા હોબાર્ટથી 200 કિમી. અંતરે તમાર નદીના કાંઠે ખીણભાગમાં વસેલું છે. આ શહેરની વસ્તી…

વધુ વાંચો >