ભૂગોળ

લીમનો ઉપસાગર (Lyme Bay)

લીમનો ઉપસાગર (Lyme Bay) : ઇંગ્લિશ ખાડી સાથે સંકળાયેલો અખાત. ભૌગોલિક સ્થાન : તે 50° 36´ ઉ. અ. અને 2° 55´ પ. રે.ની આસપાસ વિસ્તરેલો છે. આ ઉપસાગર નૈર્ઋત્ય ઇંગ્લૅન્ડનાં ડેવોન-ડૉરસેટ રાજ્યોના દક્ષિણ કિનારા સાથે સંકળાયેલો છે. આ ઉપસાગરના કિનારાની કુલ લંબાઈ આશરે 150 કિમી. જેટલી છે. ડેવોનનો કિનારો ડૉરસેટના…

વધુ વાંચો >

લીમા

લીમા : દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારે આવેલા પેરુનું પાટનગર, ઔદ્યોગિક મથક અને મોટામાં મોટું શહેર. તે દેશનું મુખ્ય વાણિજ્યમથક તથા સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. ભૌગોલિક સ્થાન : તે 12° 03´ દ. અ. અને 77° 03´ પ. રે.ની આજુબાજુનો પ્રાંતીય વિભાગ રચે છે. તેનો વિસ્તાર 34,802 ચોકિમી. છે. તે ઍન્ડિઝ ગિરિમાળાની…

વધુ વાંચો >

લીલૉન્ગ્વે

લીલૉન્ગ્વે : આફ્રિકાના અગ્નિ ભાગમાં આવેલા માલાવીનું પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 13° 59´ દ. અ. અને 33° 44´ પૂ. રે. પર માલાવીના કૃષિવિસ્તારની મધ્યમાં લીલૉન્ગ્વે નદીને કાંઠે વસેલું છે. અહીં કૃષિપાકો, તમાકુ તથા કાપડનું ઉત્પાદન થતું હોવાથી તે પેદાશો માટેનું વેચાણમથક બની રહેલું છે. 1902માં અહીં વસાહતની શરૂઆત થયેલી.…

વધુ વાંચો >

લીંબડી

લીંબડી : સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 15´ થી 23° 00´ ઉ. અ. તથા 71° 30´ થી 72° 15´ પૂ.રે. વચ્ચેનો 1,713 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકામથક લીંબડી તાલુકાના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલું છે. તાલુકામાં 101 (3 વસ્તીવિહીન) ગામો આવેલાં છે. લીંબડી તાલુકાનું મોટાભાગનું…

વધુ વાંચો >

લુઆન્ડા

લુઆન્ડા : આફ્રિકામાં આવેલા ઍંગોલાનું પાટનગર, મોટામાં મોટું શહેર, ઔદ્યોગિક મથક તથા બંદર. ભૌગોલિક સ્થાન : 8° 48´ દ. અ. અને 13° 14´ પૂ. રે.. તે આટલાંટિક મહાસાગર પર પશ્ચિમ આફ્રિકાના કિનારા પર આવેલું છે. અહીંના ઉદ્યોગોમાં ધાતુ ગાળવાની ભઠ્ઠીઓ, લાટીઓ, કાપડની મિલો, ખાંડ, ખનિજતેલ, સિમેન્ટ, મુદ્રણ તથા ખાદ્યપ્રક્રમણના એકમોનો…

વધુ વાંચો >

લુઈઝિયાના

લુઈઝિયાના : યુ.એસ.ના દક્ષિણ ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 29° થી 33° ઉ. અ. અને 89° થી 94° પ. રે. વચ્ચેનો આશરે 1,35,900 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. મેક્સિકોના અખાતમાં જ્યાં મિસિસિપી નદી ઠલવાય છે ત્યાં તે આવેલું છે. તેની ઉત્તરે આરકાન્સાસ રાજ્ય, પૂર્વે મિસિસિપી નદી અને…

વધુ વાંચો >

લુણાવાડા

લુણાવાડા : ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો તાલુકો, તાલુકામથક (નગર) તથા ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 23° 07´ ઉ. અ. અને 73° 34´ પૂ. રે. પરનો 946 ચોકિમી. જેટલો વિસ્તારી આવરી લે છે. તાલુકામાં લુણાવાડા શહેર ઉપરાંત 327 જેટલાં ગામો (4 વસ્તીવિહીન) આવેલાં છે. તાલુકાનું ભૂપૃષ્ઠ તેના પશ્ચિમ…

વધુ વાંચો >

લુધિયાણા (જિલ્લો અને શહેર)

લુધિયાણા (જિલ્લો અને શહેર) : પંજાબ રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો, તથા તે જ નામ ધરાવતું શહેર અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 54´ ઉ. અ. અને 75° 51´ પૂ. રે. વચ્ચેનો 3,744 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર પૂર્વ-પશ્ચિમ લંબાયેલા લંબચોરસ જેવો છે. તેની ઉત્તરે જલંધર,…

વધુ વાંચો >

લુ-શુન

લુ-શુન : ચીનના લિયાઓતુંગ પ્રાંતનું શહેર અને નૌકાબંદર, જે અગાઉ પૉર્ટ આર્થર કહેવાતું. તે લુ-તા મ્યુનિસિપાલિટીનો વહીવટી ભાગ છે. લિયાઓતુંગ દ્વીપકલ્પના દક્ષિણ છેડે આવેલું લુ-શુન ઊંડા પાણીનું બંદર છે અને બારે મહિના ઉપયોગમાં લેવાય એવું છે. દક્ષિણ મંચુરિયામાં પ્રવેશ માટે તે મહત્વનું બંદર છે. ઉત્તર કોરિયાના હાન વંશના વસાહતીઓ દ્વારા…

વધુ વાંચો >

લુસાકા (રાજ્ય)

લુસાકા (રાજ્ય) : આફ્રિકાના ઝામ્બિયા દેશનું રાજ્ય. ભૌગોલિક સ્થાન :  તે 14° 45´થી 16° 0´ દ. અ. અને 27° 50´થી 30° 15´ પૂ. રે.ની વચ્ચેનો 21,898 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ તરફ મોઝામ્બિક, દક્ષિણે ઝિમ્બાબ્વે તથા પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ તરફ ઝામ્બિયાનાં અન્ય રાજ્યોની સીમાઓ આવેલી છે.…

વધુ વાંચો >