ભૂગોળ

રહોડોપ પર્વતમાળા

રહોડોપ પર્વતમાળા : બલ્ગેરિયા(અગ્નિ યુરોપ)ના દક્ષિણ ભાગમાં આવેલા પર્વતો. ભૌગોલિક સ્થાન : તે 41° 45´ ઉ. અ. અને 24° 30´ પૂ. રે.ની આજુબાજુનો 14,737 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 240 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 96 કિમી. જેટલી છે. બલ્ગેરિયાના ચાર મુખ્ય ભૂમિભાગો પૈકીનો તે એક છે.…

વધુ વાંચો >

રહોન (નદી)

રહોન (નદી) : ફ્રાન્સમાં આવેલી, મહત્વનો જળમાર્ગ રચતી નદી. તે તેના ખીણપ્રદેશના કુદરતી સૌંદર્ય માટે ખૂબ જ જાણીતી છે. આ નદી સ્વિટ્ઝર્લૅન્ડની રહોન હિમનદીમાંથી 1,500 મીટરની ઊંચાઈએથી નીકળે છે. ત્યાંથી આગળ વધી જિનીવા સરોવરને વીંધીને ફ્રાન્સના લાયન (Lyon) સુધી પહોંચતાં અગાઉ ઘણા વળાંકો લઈને પશ્ચિમ તરફ વહે છે. લાયન ખાતે…

વધુ વાંચો >

લક્ઝમ્બર્ગ (દેશ)

લક્ઝમ્બર્ગ (દેશ) : યુરોપનો જૂનામાં જૂનો ગણાતો અને ઓછો વિસ્તાર ધરાવતો નાનો દેશ તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે આશરે 49° 25´થી 50° 15´ ઉ. અ. અને 5° 45´થી 6° 30´ પૂ. રે. વચ્ચેનો 2,586 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 89…

વધુ વાંચો >

લક્ઝમબર્ગ, રોઝા

લક્ઝમબર્ગ, રોઝા [જ. 5 માર્ચ 1871, ઝામોસ્ક, પોલૅન્ડ (જૂનું પોલૅન્ડ, જે રશિયાના સામ્રાજ્યનો ભાગ હતું); અ. 15 જાન્યુઆરી 1919, બર્લિન, જર્મની] : લોકશાહી-ઉત્ક્રાંતિવાદી સમાજવાદનાં તેજસ્વી મહિલા નેતા, સારાં વક્તા અને જર્મન ક્રાંતિકારી. મધ્યમવર્ગીય યહૂદી કુટુંબમાં જન્મેલાં રોઝા પાંચ ભાઈભાંડુઓમાં સૌથી નાનાં હતાં. શાલેય જીવન દરમિયાન તેઓ ભૂગર્ભ પ્રવૃત્તિમાં જોડાયેલાં અને…

વધુ વાંચો >

લક્ષદ્વીપ (ટાપુઓ)

લક્ષદ્વીપ (ટાપુઓ) ભૌગોલિક સ્થાન : તે આશરે 8થી 12 ઉ. અ. અને 71થી 74 45´ પૂ. રે. વચ્ચેનો આશરે 32.64 ચો.કિમી. ભૂમિવિસ્તાર  આવરી લે છે. ભારતના નૈઋત્ય કિનારાથી દૂર અરબીસમુદ્રમાં આવેલા પરવાળાંના નાનામોટા કુલ 36 જેટલા ટાપુઓનો સમૂહ એટલે લક્ષદ્વીપ. આ ટાપુઓને વહીવટી દૃષ્ટિએ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ ટાપુસમૂહની મધ્યમાં…

વધુ વાંચો >

લક્ષર

લક્ષર : અપર ઇજિપ્તમાં નાઇલ નદીની પૂર્વમાં આવેલું નગર. તે પ્રાચીન થીબ્ઝના સ્થાને આવેલું છે. તેની નજીકમાં ભવ્ય મંદિરો તથા કબરો આવેલાં હોવાથી તે મહત્વનું પ્રવાસનું કેન્દ્ર બન્યું છે. ફેરોનું કબ્રસ્તાન ‘વેલી ઑવ્ ધ ટૉમ્બ્સ ઑવ્ ધ કિંગ્ઝ’ તરીકે જાણીતું છે. તેમાંની સૌથી મોટી તુતનખામનની કબર 1922માં શોધવામાં આવી હતી.…

વધુ વાંચો >

લખતર

લખતર : સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 51´ ઉ. અ. અને 71° 47´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 742 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે દસાડા, ઈશાન અને પૂર્વ તરફ વીરમગામ, પૂર્વ અને અગ્નિ તરફ લીંબડી, નૈર્ઋત્ય તરફ વઢવાણ અને પશ્ચિમે ધ્રાંગધ્રા તાલુકાઓ…

વધુ વાંચો >

લખનૌ (જિલ્લો)

લખનૌ (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 30´ થી 27° 10´ ઉ. અ. અને 80° 34´ થી 81° 12´ પૂ. રે. વચ્ચેનો 2,528 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની ઉત્તર તરફ સીતાપુર, પૂર્વ તરફ બારાબંકી, દક્ષિણ તરફ…

વધુ વાંચો >

લખપત

લખપત : કચ્છ જિલ્લાનો તાલુકો. ભૌગોલિક સ્થાન : તે 23° 20´થી 23° 45´ ઉ. અ. અને 68° 20´થી 69° 10´ પૂ. રે.ની આજુબાજુનો 1945 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. લખપત કોરી ખાડીના છેક ઉત્તર છેડે આવેલું છે. સિંધુ નદીનો એક ફાંટો ત્યાં ખાડી રૂપે હતો. અગાઉના વખતમાં તે એક સમૃદ્ધ…

વધુ વાંચો >

લખીમપુર

લખીમપુર : આસામ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 50´ થી 27° 10´ ઉ. અ. અને 93° 46´ થી 96° 10´ પૂ. રે. વચ્ચેનો 2,277 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે આસામના ઈશાનમાં બ્રહ્મપુત્ર નદીના ઉત્તર કાંઠાની ધારે ધારે ઈશાન–નૈર્ઋત્ય દિશામાં વિસ્તરેલો…

વધુ વાંચો >