ભૂગોળ

રૉજર્સ ઘાટ

રૉજર્સ ઘાટ : કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં આવેલો ઘાટ. તે બ્રિટિશ કોલંબિયાના અગ્નિ ભાગમાં ગ્લેશિયર નૅશનલ પાર્કમાં હર્મિટ અને સેલકર્ક પર્વતોની સર ડોનાલ્ડ હારમાળા વચ્ચે 1,327 મીટરની ઊંચાઈ પર આવેલો છે. 148 કિમી. લંબાઈવાળો કૅનેડિયન પેસિફિક રેલમાર્ગ આ ઘાટમાંથી પસાર થાય તે રીતે તૈયાર કરવાનો હતો ત્યારે 1881માં એ. બી. રૉજર્સ…

વધુ વાંચો >

રોઝારિયો (Rosario)

રોઝારિયો (Rosario) : આર્જેન્ટીના બુએનૉસ આયરિસ અને કૉર્ડોબા પછીના ત્રીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 57´ દ. અ. અને 60° 40´ પ. રે. પર સ્થિત આ મહાનગર બુએનૉસ આયરિસથી આશરે 320 કિમી. દૂર પારાના નદીના ઉપરવાસમાં, પૂર્વ-મધ્ય આર્જેન્ટીનાનાં પમ્પાઝનાં ફળદ્રૂપ મેદાનોમાં વસેલું છે. તે દરિયાથી દૂર ભૂમિ-અંતર્ગત…

વધુ વાંચો >

રોઝીઉ

રોઝીઉ : વેસ્ટ ઇન્ડિઝની વાતાભિમુખ બાજુ કૅરિબિયન સમુદ્રમાં આવેલા પ્રજાસત્તાક ટાપુદેશ ડૉમિનિકનું પાટનગર, બંદર તથા મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 15° 18´ ઉ. અ. અને 61° 24´ પ. રે.. આ ટાપુના નૈર્ઋત્ય કિનારે નદીના મુખ પર આ શહેર વસેલું છે. ટાપુના મધ્યભાગમાં જ્વાળામુખી પર્વત આવેલો હોવાથી ઈશાન તરફથી આવતા વ્યાપારી…

વધુ વાંચો >

રૉટનેસ્ટ ટાપુ (Rottnest Island)

રૉટનેસ્ટ ટાપુ (Rottnest Island) : હિંદી મહાસાગરમાં આવેલો ઑસ્ટ્રેલિયન ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 32° દ. અ. અને 115° 30´ પૂ. રે. પર પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના ફ્રીમેન્ટલ અને પર્થ નજીક સ્વાન નદીના મુખ પાસે 19 કિમી.ને અંતરે આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ ચૂનાખડકોથી બનેલું છે. તે પૂર્વ-પશ્ચિમ આશરે 10.5 કિમી. લાંબો અને…

વધુ વાંચો >

રૉટર્ડૅમ

રૉટર્ડૅમ : ઍમસ્ટર્ડેમ પછીના બીજા ક્રમે આવતું નેધરલૅન્ડ્ઝનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 51° 55´ ઉ. અ. અને 4° 31´ પૂ. રે.. રૉટર્ડૅમ એ દુનિયાનાં વ્યસ્ત રહેતાં દરિયાઈ બંદરો પૈકીનું એક ગણાય છે. આ શહેર ઉત્તર સમુદ્રથી પૂર્વ તરફ આશરે 31 કિમી.ને અંતરે નીવે માસ (Nieuwe Maas) નદીના બંને કાંઠા…

વધુ વાંચો >

રૉટી ટાપુ (Roti Island)

રૉટી ટાપુ (Roti Island) : ઇન્ડોનેશિયાના અગ્નિભાગમાં, તિમોર ટાપુની નૈર્ઋત્યમાં આશરે 16 કિમી. અંતરે આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : આશરે 10° 30´ દ. અ. અને 123° પૂ. રે. પર તે આવેલો છે. આ ટાપુની પશ્ચિમે હિંદી મહાસાગર અને પૂર્વ તરફ તિમોર સમુદ્ર આવેલા છે. નૈર્ઋત્ય-ઈશાન વિસ્તરેલા આ ટાપુની લંબાઈ 80…

વધુ વાંચો >

રોટુમા (Rotuma)

રોટુમા (Rotuma) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલો ફિજીની હકૂમત હેઠળનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 12° 30´ દ. અ. અને 177° 05´ પૂ. રે.. તે ફિજીના પાટનગર સુવાથી ઉત્તર-વાયવ્ય (NNW) તરફ આશરે 710 કિમી.ના અંતરે આવેલો છે. રોટુમા નામથી ઓળખાતો આ જ્વાળામુખીજન્ય ટાપુ 47 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. આ ઉપરાંત તેની…

વધુ વાંચો >

રૉટેનૉકિરી

રૉટેનૉકિરી : ઈશાન કામ્પુચિયામાં આવેલો પ્રાંત. તેની ઉત્તરે લાઓસ અને પૂર્વમાં વિયેટનામ આવેલાં છે. અનામિત (અન્નામિતિક) ઉચ્ચપ્રદેશ તરફનું તેના મોટાભાગનું ભૂપૃષ્ઠ અસમતળ છે. તેનો મધ્યભાગ 508 મીટરની ઊંચાઈ ધરાવે છે. મૅકાંગ નદીની શાખાઓ ટોનલે શ્રીપોક અને ટોનલે સાન અહીંથી વહે છે. ઑસ્ટ્રૉનેશિયન રહાડે લોકો અને પહાડી મૉન-ખ્મેર લોકો અહીં વસે…

વધુ વાંચો >

રોટોરુઆ (Rotorua)

રોટોરુઆ (Rotorua) : ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુના જ્વાળામુખીનિર્મિત ઉચ્ચપ્રદેશમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન 38° 12´ દ. અ. અને 176° પૂ. રે. અહીં રોટોરુઆ સરોવર પણ આવેલું છે. તેની એક બાજુ તરફ શહેર વિકસ્યું છે. રોટોરુઆ ન્યૂઝીલૅન્ડ આખાનું એક અગત્યનું પ્રવાસમથક છે. રોટોરુઆનું પ્રવાસમથક રમણીય સરોવરો, ટ્રાઉટ-માછલી પકડવાનાં મથકો, ગરમ પાણીના ફુવારા…

વધુ વાંચો >

રોડરિગ્ઝ ટાપુ

રોડરિગ્ઝ ટાપુ : હિન્દી મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલા મૉરિશિયસ હેઠળની ટાપુ-જાગીર. ભૌગોલિક સ્થાન : તે 19° 42´ ઉ. અ. અને 63° 25´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 104 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 1507માં જ્યારે કોઈ પૉર્ટુગીઝે તેને જોયેલો ત્યારે તે નિર્જન હતો. તે પછીથી ત્યાં સર્વપ્રથમ ફ્રેન્ચ વસાહત શરૂ…

વધુ વાંચો >