ભૂગોળ
રત્નાગિરિ
રત્નાગિરિ : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 16° 30´ થી 18° 05´ ઉ. અ. અને 73° 00´ થી 74° 40´ પૂ. રે. વચ્ચેનો 8,249 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાયગઢ જિલ્લો, પૂર્વમાં સહ્યાદ્રિની ટેકરીઓ, સહ્યાદ્રિની પેલી પાર…
વધુ વાંચો >રફિજી (નદી)
રફિજી (નદી) : પૂર્વ આફ્રિકાના ટાન્ઝાનિયામાં આવેલી દેશની મોટામાં મોટી નદી. દેશના દક્ષિણ ભાગમાંથી તે પસાર થાય છે. કિલોમ્બેરો અને લુવેગુ નદીઓના સંગમથી રચાતી આ નદીની લંબાઈ આશરે 280 કિમી. જેટલી છે. તે ઈશાન અને પૂર્વ તરફ વહે છે અને હિંદી મહાસાગરમાં મફિયા ટાપુની બરાબર સામેના ભાગમાં ઠલવાય છે. તેમાં…
વધુ વાંચો >રબાઉલ (Rabaul)
રબાઉલ (Rabaul) : પાપુઆ ન્યૂ ગિનીના ન્યૂ બ્રિટન વિભાગમાં આવેલું કુદરતી બારું. ભૌગોલિક સ્થાન : 4° 17´ ઉ. અ. અને 152° 16´ પૂ. રે. તે ન્યૂ બ્રિટન ટાપુના ઉત્તર છેડા પર આવેલું ખૂબ જ વ્યસ્ત બંદર છે. તેની ઉત્તરમાં સેન્ટ જ્યૉર્જની ખાડી આવેલી છે. દુનિયાના બીજા કોઈ પણ બંદર પરથી…
વધુ વાંચો >રબાત
રબાત : મોરૉક્કોનું પાટનગર અને તેનાં મુખ્ય ચાર શહેરો પૈકીનું એક શહેર. ભૌગોલિક સ્થાન : 33° 57´ ઉ. અ. અને 6° 50´ પ. રે. . તે આટલાંટિક મહાસાગરને કિનારે છીછરી નદી બો રેગ્રેગ(Bou Regreg)ના મુખ પર વસેલું છે. રબાત અને તેની તદ્દન નજીકનું સૅલે (Sale´) શહેર આ નદીના સામસામે કાંઠે…
વધુ વાંચો >રબાત (માલ્ટા)
રબાત (માલ્ટા) : ભૂમધ્ય સમુદ્રમાં પશ્ચિમ-મધ્ય માલ્ટામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : આશરે 35° 55´ ઉ. અ. અને 14° 30´ પૂ. રે.. તે વાલેટાની પશ્ચિમે મેડિના નજીક આવેલું છે. રોમન ઇતિહાસકાળમાં રબાત અને મેડિનાનાં સ્થળોનો ટાપુના પાટનગર મેલિટા દ્વારા કબજો મેળવાયેલો. અહીં ઘણાં રોમન ખંડિયેરો છે. તેમાં સંગ્રહાલયનો સમાવેશ કરતું…
વધુ વાંચો >રમ જંગલ
રમ જંગલ : ઑસ્ટ્રેલિયાની નૉર્ધર્ન ટેરિટરીમાં આવેલો યુરેનિયમ-ખાણ ઉદ્યોગનો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 13° 25´ દ. અ. અને 131° 0´ પૂ. રે. . તે ડાર્વિનથી દક્ષિણ તરફ આશરે 97 કિમી.ને અંતરે આવેલો છે. જૉન મિશેલ વ્હાઇટ નામના એક પૂર્વેક્ષકે (prospector) 1949માં અહીંના એક સ્થળેથી સર્વપ્રથમ વાર યુરેનિયમ શોધી કાઢેલું. 1952માં…
વધુ વાંચો >રમલા (Ramla)
રમલા (Ramla) : ઇઝરાયલમાં તેલઅવીવ-યાફોથી અગ્નિકોણમાં કિનારાના મેદાન પર આવેલું મધ્ય ઇઝરાયલનું મુખ્ય નગર. ભૌગોલિક સ્થાન : 31° 55´ ઉ. અ. અને 34° 52´ પૂ. રે. . પૅલેસ્ટાઇનમાં આરબો (ખલીફા સુલેમાન ઇબ્ન અબ્દ-અલ-મલિક, શાસનકાળ 715થી 717) દ્વારા આ નગર સ્થાપવામાં આવેલું. તેણે નજીકમાં આવેલા લોદ (લિડ્ડા) ખાતેના તત્કાલીન પાટનગરને ખેસવીને…
વધુ વાંચો >રવાન્દા (Rwanda)
રવાન્દા (Rwanda) : પૂર્વ-મધ્ય આફ્રિકામાં વિષુવવૃત્તની દક્ષિણે આવેલો નાનો દેશ. જૂનું નામ રુઆન્ડા. સત્તાવાર નામ રિપબ્લિક ઑવ્ રવાન્દા. ભૌગોલિક સ્થાન : તે 2° 00´ દ. અ. અને 30° 00´ પૂ. રે.ની આજુબાજુનો 26,338 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ અંતર અનુક્રમે 233 કિમી. અને 177 કિમી.…
વધુ વાંચો >રશક્લિફ (Ruschcliffe)
રશક્લિફ (Ruschcliffe) : ઇંગ્લૅન્ડના નૉટિંગહામશાયરમાં આવેલો સ્થાનિક સરકારી જિલ્લો. તે દેશના દક્ષિણ ભાગમાં આવેલો છે અને મુખ્યત્વે વિશાળ ખેતીપ્રધાન વિસ્તાર ધરાવે છે. અહીં કૉટગ્રેવ ખાતે કોલસાની ખાણ આવેલી છે. રશક્લિફ સોઅર (Soar) પરના રૅટક્લિફ ખાતે બ્રિટનમાંનું મોટામાં મોટું ઊર્જામથક છે. આ જિલ્લો ટ્રેન્ટ બ્રિજ ક્રિકેટમેદાન, નૉટિંગહામ ફૉરેસ્ટ ફૂટબૉલ મેદાન અને…
વધુ વાંચો >રશિયા (રશિયન સમવાયતંત્ર)
રશિયા (રશિયન સમવાયતંત્ર) વિશ્વમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 42°થી 82° ઉ. અ. અને 20°થી 170° પૂ. રે. વચ્ચેનો 1,70,75,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 7,700 કિમી. જ્યારે ઉત્તર-દક્ષિણ પહોળાઈ 2,000થી 2,960 કિમી. જેટલી છે. તેની ઉત્તરે આર્ક્ટિક મહાસાગર, પૂર્વે પૅસિફિક…
વધુ વાંચો >