ભૂગોળ
બેલો હૉરિઝૉન્ટ
બેલો હૉરિઝૉન્ટ : બ્રાઝિલ દેશના મિનાસ જેરાઇસ (Minas Gerais) રાજ્યનું પાટનગર અને ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 19° 55´ દ. અ. અને 43° 56´ પ. રે. તે દેશનાં સૌથી મોટાં શહેરો પૈકીનું એક ગણાય છે. તે દેશના અગ્નિકોણમાં શુષ્ક આંતરિક ભાગમાં આવેલા ઉચ્ચપ્રદેશની પૂર્વ તરફની ડુંગરધાર પર 830 મીટરની ઊંચાઈએ…
વધુ વાંચો >બેલ્જિયમ
બેલ્જિયમ વાયવ્ય યુરોપમાં આવેલો નાનો દેશ. ભૌગોલિક સ્થાન : 50° 50´ ઉ. અ. અને 4° 00´ પૂ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. તેનો વિસ્તાર 30,528 ચોકિમી. જેટલો છે. તેની દક્ષિણ, પૂર્વ અને ઉત્તર તરફની ત્રણ બાજુએ ફ્રાન્સ, જર્મની અને નેધરલૅન્ડ્ઝ જેવાં વેપારી રાષ્ટ્રો આવેલાં છે; પરંતુ વાયવ્યમાં તે ગ્રેટ બ્રિટનથી…
વધુ વાંચો >બેલ્મોપાન
બેલ્મોપાન : મધ્ય અમેરિકામાં આવેલા બેલિઝનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 17° 15´ ઉ. અ. અને 88° 46´ પૂ. રે. તે કૅરિબિયન સમુદ્રથી પશ્ચિમ તરફ આશરે 80 કિમી.ને અંતરે આવેલું છે. અગાઉ બેલિઝનું પાટનગર બેલિઝ શહેર હતું, પરંતુ તે દરિયાકિનારા પર આવેલું હોવાથી ત્યાં અવારનવાર હરિકેન (દરિયાઈ વાવાઝોડાં) ફૂંકાતાં હતાં, તેથી…
વધુ વાંચો >બૅસની સામુદ્રધુની
બૅસની સામુદ્રધુની : ઑસ્ટ્રેલિયા ખંડની મુખ્ય ભૂમિ અને તેની દક્ષિણે આવેલા ટાસ્માનિયા ટાપુની વચ્ચે આવેલી સામુદ્રધુની. 39° 30´ દ. અ. અને 146° 0´ પૂ. રે.ની આજુબાજુ આવેલી આ સામુદ્રધુની પૂર્વ તરફ આવેલા પેસિફિક મહાસાગરને પશ્ચિમ તરફના દક્ષિણ મહાસાગર સાથે જોડે છે. તેની પહોળાઈ આશરે 240 કિમી અને ઊંડાઈ સ્થાનભેદે 55થી…
વધુ વાંચો >બેહિસ્તુન
બેહિસ્તુન : પશ્ચિમ ઈરાનના કરમનશા પ્રદેશમાં ઝાગ્રોસ પર્વતની તળેટીમાં આવેલાં ગામ અને ઊભો ખડક. પ્રાચીન સમયમાં મિડિયાના પાટનગર એકબતાનાથી બૅબિલોન તરફ જતા માર્ગ પર તે આવેલ હતું. ઈરાનના એકિમિનિસના વંશજ મહાન દરાયસ પહેલા(શાસનકાળ ઈ. પૂ. 522–486)એ તે ખડક ઉપર તેનો જાણીતો શિલાલેખ ત્રણ ભાષામાં કોતરાવ્યો હતો. ક્યુનિફૉર્મ લિપિ ઉકેલવામાં તે…
વધુ વાંચો >બૅંગકૉક
બૅંગકૉક : થાઇલૅન્ડનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 13° 45´ ઉ. અ. અને 100° 31´ પૂ. રે. વાસ્તવમાં આખો થાઇલૅન્ડ દેશ નાનાં નાનાં નગરો અને ગામડાંઓથી બનેલો છે, અહીં બૅંગકૉક જ એકમાત્ર મોટામાં મોટું શહેર છે. દેશની કુલ વસ્તીના 10 %થી વધુ લોકો આ શહેરમાં રહે છે.…
વધુ વાંચો >બૅંગ્લોર
બૅંગ્લોર : કર્ણાટક રાજ્યના અગ્નિભાગમાં આવેલો જિલ્લો, તે જ નામ ધરાવતું જિલ્લામથક, રાજ્યનું પાટનગર અને મોટામાં મોટું શહેર તથા અતિરમણીય ઉદ્યાનનગર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો આશરે 12° 20´થી 13° 30´ ઉ. અ. અને 77° 02´થી 77° 58´ પૂ. રે. વચ્ચેનો કુલ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર,…
વધુ વાંચો >બેંઘાઝી
બેંઘાઝી : આફ્રિકાના લિબિયા દેશનું તેના પાટનગર ટ્રિપોલી પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 07´ ઉ. અ. અને 20° 04´ પૂ. રે. તે ભૂમધ્ય સમુદ્રના દક્ષિણ કિનારા પરનું બંદર છે તથા પૂર્વ લિબિયાનું અગત્યનું વ્યાપારી મથક છે. આજે તે મહાનગર તરીકે વિકસ્યું છે. છેલ્લામાં છેલ્લી ઉપલબ્ધ…
વધુ વાંચો >બૈકલ
બૈકલ : અગ્નિ સાઇબીરિયામાં ઇર્કુટસ્કથી પૂર્વમાં આવેલું દુનિયામાં ઊંડામાં ઊંડું સરોવર. ભૌગોલિક સ્થાન : તે 54° ઉ. અ. અને 108° પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલું છે. તેની ઊંડાઈ 1,620 મીટર છે, વિસ્તાર 31,499 ચોકિમી. જેટલો છે, લંબાઈ આશરે 636 કિમી. અને તેની વધુમાં વધુ પહોળાઈ આશરે 79 કિમી. જેટલી છે. દુનિયામાં…
વધુ વાંચો >બૈરૂત
બૈરૂત : લેબેનોન પ્રજાસત્તાકનું પાટનગર તથા મુખ્ય શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 34° 00´ ઉ. અ. અને 35° 40´ પૂ. રે. તે પશ્ચિમ લેબેનોનના મધ્ય ભાગમાં, દમાસ્કસથી આશરે 145 કિમી. દૂર વાયવ્યમાં, ભૂમધ્ય સમુદ્રને કિનારે સેન્ટ જ્યૉર્જના ઉપસાગર પર આવેલું છે. બૈરૂત લેબેનોનનું મુખ્ય વાણિજ્યકેન્દ્ર તથા સાંસ્કૃતિક મથક પણ…
વધુ વાંચો >