ભૂગોળ

બાસી-તેરે

બાસી-તેરે : ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલા કૅરિબિયન ટાપુઓ પૈકીના ગ્વાડેલુપ ટાપુનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 16° 05´ ઉ. અ. અને 61° 30´ પ. રે. ઉપલબ્ધ ઐતિહાસિક માહિતી અનુસાર, આ નગર 1643ની તવારીખ ધરાવે છે. ટાપુના પશ્ચિમ કાંઠા પર આવેલા નૈર્ઋત્ય તરફના છેડાથી આશરે 6 કિમી. અંતરે સમુદ્રકિનારા અને 1484 મીટર ઊંચા…

વધુ વાંચો >

બાંકા

બાંકા : બિહાર રાજ્યના અગ્નિ ભાગમાં ભાગલપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 53´ ઉ. અ. અને 86° 55´ પૂ. રે. આજુબાજુનો આશરે 3,020 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની સમગ્ર ઉત્તર સરહદે ભાગલપુર જિલ્લો, સમગ્ર પૂર્વ સરહદે ગોડા જિલ્લો, દક્ષિણે…

વધુ વાંચો >

બાંકુરા

બાંકુરા : પશ્ચિમ બંગાળમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 38´થી 23° 38´ ઉ. અ. અને 86° 36´થી 87° 46´ પૂ. રે. વચ્ચેનો 6,882 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તરે તથા ઈશાનમાં દામોદર નદી દ્વારા બર્ધમાન જિલ્લાથી અલગ પડે છે. તેના…

વધુ વાંચો >

બાંગુઈ

બાંગુઈ : મધ્ય આફ્રિકામાં આવેલા ‘સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક’ દેશનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 4° 22´ ઉ. અ. અને 18° 35´ પૂ. રે. તે દેશના છેક દક્ષિણ ભાગમાં ઝાયર અને કોંગો દેશો સાથેની તેની સરહદ નજીક આવેલું છે. આ ત્રણ દેશોની સરહદ પર અર્ધગોળાકાર વળાંક લેતી ઉબાંગી…

વધુ વાંચો >

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યની પૂર્વમાં ગંગા-બ્રહ્મપુત્ર નદીઓના મુખત્રિકોણ-પ્રદેશને મહદ્અંશે આવરતો, બંગાળના ઉપસાગરની ઉત્તરમાં આવેલો દક્ષિણ એશિયાઈ દેશ. 1971 અગાઉ તે પાકિસ્તાનનો પ્રાંત હતો અને ત્યારે તે પૂર્વ પાકિસ્તાન નામથી ઓળખાતો હતો. 1971ના અંતમાં આ દેશે દુનિયાના રાજકીય નકશામાં ‘બાંગ્લાદેશ’ નામથી નવોદિત રાષ્ટ્ર તરીકે અલગ સ્થાન મેળવ્યું. કુદરત તરફથી આ…

વધુ વાંચો >

બાંજુલ

બાંજુલ : પશ્ચિમ આફ્રિકામાં આવેલા ગામ્બિયા દેશનું પાટનગર, મોટામાં મોટું શહેર તથા ઍટલાન્ટિક કિનારા પરનું બંદર. ભૌગોલિક સ્થાન : 13° 28´ ઉ. અ. અને 16° 39´ પ. રે. પર ગામ્બિયા નદીના મુખ પાસેના સેન્ટ મેરીઝ ટાપુ પર સમુદ્રસપાટીથી લગભગ 27 મીટરની ઊંચાઈએ આવેલું છે તથા મુખ્ય ભૂમિ સાથે પુલથી જોડાયેલું…

વધુ વાંચો >

બાંડુંગ

બાંડુંગ : ઇન્ડોનેશિયાનું ઐતિહાસિક શહેર અને પશ્ચિમ જાવાનું પાટનગર. તે સમુદ્રસપાટીથી આશરે 700 મીટરની ઊંચાઈએ આવેલા ઉચ્ચપ્રદેશ પર વસેલું છે. ભૌગોલિક સ્થાન : 6° 54´ દ. અ. અને 107° 36´ પૂ. રે. તે તેની ખુશનુમા આબોહવા તથા વ્યવસ્થિત ગોઠવણી માટે જાણીતું છે. તે પશ્ચિમ જાવાનું પાટનગર હોવા ઉપરાંત, વહીવટી અને…

વધુ વાંચો >

બાંદા

બાંદા :  ઉત્તરપ્રદેશ રાજ્યના ચિત્રકૂટ વિભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 53´ ઉ. અ.થી 25° 55´ ઉ. અ. અને 80° 07´ પૂ. રે.થી 31° 34´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે ફત્તેહપુર જિલ્લો, પૂર્વે ચિત્રકૂટ જિલ્લો, પશ્ચિમે હમીરપુર અને મહોબા જિલ્લા અને દક્ષિણે મધ્યપ્રદેશ રાજ્યના…

વધુ વાંચો >

બાંદીપુર

બાંદીપુર : કર્ણાટક રાજ્યના દક્ષિણ ભાગમાં મૈસૂર જિલ્લાના ગુંડલુપેટ (ગુંડીપેટ) તાલુકામાં આવેલું સ્થળ. ભૌગોલિક સ્થાન : 12° 0’ ઉ. અ. અને 76° 45’ પૂ. રે. તે કર્ણાટક, તામિલનાડુ અને કેરળ રાજ્યોની સીમા નજીક આવેલું છે. ભારતમાં આવેલાં હિંસક પ્રાણીઓનાં અભયારણ્યો પૈકી બાંદીપુરનું અભયારણ્ય પણ જાણીતું છે. નીતિન કોઠારી

વધુ વાંચો >

બાંસવાડા (વાંસવાડા)

બાંસવાડા (વાંસવાડા) : રાજસ્થાનના દક્ષિણ સીમાવર્તી ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 11´થી 23° 56´ ઉ. અ. અને 74° 00´થી 74° 47´ પૂ. રે. વચ્ચેનો આશરે 5,037 ચોકિમી. જેટલો ચતુષ્કોણીય વિસ્તાર આવરી લે છે, તથા ઉત્તર-દક્ષિણ 90 કિમી. અને પૂર્વ-પશ્ચિમ…

વધુ વાંચો >