ભૂગોળ

બાદામી

બાદામી : કર્ણાટક રાજ્યના બીજાપુર જિલ્લામાં આવેલો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 15° 55´ ઉ. અ. અને 75° 41´ પૂ. રે.. આ નગર જિલ્લાના છેક દક્ષિણ ભાગમાં આવેલું છે. પ્રાચીન સમયમાં તે ‘વાતાપિ’ નામથી ઓળખાતું હતું અને પ્રથમ ચાલુક્યવંશી રાજાઓના રાજ્યનું પાટનગર હતું. તે બે…

વધુ વાંચો >

બામકો

બામકો : પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાં નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું તેનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 12° 39´ ઉ. અ. અને  8° 00´ પ. રે. પર તે નાઇજર નદીના કાંઠે આવેલું છે. 1880માં જ્યારે તે ફ્રેન્ચોને કબજે ગયું ત્યારે આ સ્થળ મર્યાદિત વસ્તી-સંખ્યા ધરાવતા ગામડા રૂપે…

વધુ વાંચો >

બાયફ્રા ઉપસાગર

બાયફ્રા ઉપસાગર : પશ્ચિમ આફ્રિકાનો ઍટલાન્ટિક મહાસાગરના કિનારાનો વળાંકવાળો દરિયાઈ ભાગ. ભૌગોલિક સ્થાન : 3°.00´ ઉ. અ. અને 9°.00´ પૂ. રે.ની આજુબાજુનો ઉપસાગર. આ દરિયાઈ ભાગ શરૂઆતમાં પૂર્વ તરફ વિસ્તરીને પછી ત્યાંથી દક્ષિણ તરફ ફંટાય છે. તે નાઇજર નદીના નિર્ગમ માર્ગથી લોપેઝ(ગૅબોન)ની ભૂશિર સુધીના 600 કિમી.ના વિસ્તારમાં પથરાયેલો છે. તે…

વધુ વાંચો >

બારગઢ

બારગઢ : ઓરિસા રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 21° 20´ ઉ. અ. અને 83° 37´ પૂ. રે. પર આવેલા બારગઢની આજુબાજુનો કુલ 5,832 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. તેની વાયવ્યમાં અને  ઉત્તરમાં મધ્યપ્રદેશ રાજ્યની સીમા, ઈશાનમાં ઝારસુગુડા જિલ્લો, પૂર્વમાં…

વધુ વાંચો >

બારડોલી

બારડોલી : ગુજરાત રાજ્યના સૂરત જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકા મથક. ભૌગોલિક સ્થાન : બારડોલી 21° 05´ ઉ. અ. અને 73° 90´ પૂ. રે. પર આવેલું છે અને તાલુકો તેની આજુબાજુ વિસ્તરેલો છે. તેની ઉત્તરે માંડવી, પૂર્વમાં વાલોદ, દક્ષિણે મહુવા તાલુકાઓ, નૈર્ઋત્યમાં વલસાડ જિલ્લાની સીમા, નૈર્ઋત્ય અને પશ્ચિમમાં પલસાણા તથા…

વધુ વાંચો >

બારપેટા

બારપેટા : આસામ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 19´ ઉ. અ. અને 91° 00´ પૂ. રે. ની આજુબાજુનો કુલ 3,245 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ભુતાન, પૂર્વમાં નલબારી જિલ્લો, દક્ષિણ સરહદે બ્રહ્મપુત્ર નદી તથા કામરૂપ અને…

વધુ વાંચો >

બારાનગર

બારાનગર : પશ્ચિમ બંગાળ રાજ્યના ચોવીસ પરગણા જિલ્લામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 22° 38´ ઉ. અ. અને 88° 22´ પૂ. રે. તે બારાહાનગર તરીકે પણ ઓળખાય છે. આજે આ શહેર બૃહત્ કલકત્તાના એક પરા તરીકે ગણાય છે. તે કલકત્તાની ઉત્તરે હુગલી નદીના પૂર્વ કિનારે વસેલું છે. કલકત્તાથી તે 20…

વધુ વાંચો >

બારાબંકી

બારાબંકી : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 30´ થી 27° 19´ ઉ. અ. અને 80° 58´ થી 81° 55´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. ગોમતી નદીના દક્ષિણ તરફના થોડા નાના ભાગને બાદ કરતાં આ આખોય જિલ્લો…

વધુ વાંચો >

બારામુલ્લા

બારામુલ્લા :  જમ્મુ-કાશ્મીર રાજ્યનો સંવેદનશીલ જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – સીમા – વિસ્તાર : તે 34° 14´ ઉ. અ. અને 74° 34´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તે સમુદ્ર સપાટીથી આશરે 1,593 મીટર ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લો કાશ્મીર ખીણ વિસ્તારમાં મહત્તમ વિસ્તાર ધરાવે છે. આ જિલ્લાની પૂર્વે શ્રીનગર અને ગાન્ડેરબલ જિલ્લા,…

વધુ વાંચો >

બારાં

બારાં : રાજસ્થાનમાં અગ્નિકોણ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 25° 06´ ઉ. અ. અને 76° 31´ પૂ. રે.ની આજુબાજુનો 6,955.4 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ તરફ કોટા જિલ્લો; ઉત્તર, ઈશાન, પૂર્વ અને અગ્નિ તરફ મધ્યપ્રદેશની સીમા; તથા…

વધુ વાંચો >