ભૂગોળ
આમેરનો કિલ્લો
આમેરનો કિલ્લો : કછવાહોની રાજધાનીનું નગર. એ જયપુરની પાસે પહાડોથી વીંટળાયેલી ખીણમાં આવેલું છે. એના કિલ્લાની દીવાલો આ પહાડો પર બાંધીને આખા નગરને સુરક્ષિત કરેલું છે, જેમાં કછવાહોના રાજમહેલો આવેલા છે. આમેરની વસાહત આશરે દશમી શતાબ્દી જેટલી પ્રાચીન હોવા છતાં ત્યાંના રાજમહેલો પ્રમાણમાં નવા છે. રાજા માનસિંહ (1592-1615) અને રાજા…
વધુ વાંચો >આમેલિયનબર્ગ પેવિલિયન
આમેલિયનબર્ગ પેવિલિયન (1734-40) : જર્મન શહેર મ્યૂનિકના સીમાડે બેવેરિયન રાજાઓએ ગ્રીષ્મવિહાર માટે બંધાવેલ નિમ્ફેન્બર્ગ મહેલના ઉપવનમાં આવેલાં ત્રણ આનંદભવનોમાંનું સૌથી પ્રખ્યાત આનંદભવન (pavilion). આ ભવન 1734 થી 1740 દરમિયાન રોકોકો શૈલીના મહાન સ્થપતિ ફ્રાંસ્વા કુ વિલ્લીસે (1695-1768) બેવેરિયાના ઇલેક્ટર ચાર્લ્સ આલ્બર્ટનાં પત્ની રાજકુમારી આમેલી માટે બાંધેલું હતું. સફેદ આરસની એક…
વધુ વાંચો >આયર-શાયર
આયર-શાયર : સ્કૉટલૅન્ડની નૈર્ઋત્યમાં આવેલો પ્રાદેશિક વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 55 0 25´ ઉ. અ. અને 40 30´ ૫.૨ .ની આજુબાજુનો વિસ્તાર. તે પાંચ વિભાગોમાં વહેંચાયેલો છે : કનિંગહામ, કેયલ, કારીક, કીલ માનૉર્કિ અને લ્યૂ ડેન. તેની પશ્ચિમ કિનારારેખા અંતર્ગોળ છે, ત્યાંથી પૂર્વ તરફ જતાં તેનો પ્રાદેશિક ઢોળાવ 600 મીટરની…
વધુ વાંચો >આયર સરોવર
આયર સરોવર : ઑસ્ટ્રેલિયા ખંડના દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યના મધ્ય ઉત્તર ભાગમાં આવેલું ખારા પાણીનું વિશાળ સરોવર. ભૌગોલિક સ્થાન : 29° 00´ દ. અ. અને 137° 50´ પૂ. રે. આ સરોવર બે ભાગમાં વહેંચાયેલું છે. ઉત્તર ભાગ 145 કિમી. લાંબો અને 64 કિમી. પહોળો છે, જ્યારે દક્ષિણ ભાગ 61 કિમી. લાંબો…
વધુ વાંચો >આયરિશ સમુદ્ર
આયરિશ સમુદ્ર : યુરોપ ખંડના વાયવ્ય ભાગમાં આવેલો ઉત્તર ઍટલાંટિક મહાસાગરનો ફાંટો. તે આશરે 52 0થી 55 0 ઉ. અ. અને 30થી 60 પ. રે. વચ્ચેનો લગભગ 1 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ સમુદ્ર આશરે 210 કિમી. લાંબો, તેના પહોળા ભાગમાં 240 કિમી. પહોળો અને સરેરાશ 60 …
વધુ વાંચો >આયર્લૅન્ડ
આયર્લૅન્ડ : ગ્રેટ બ્રિટનની પશ્ચિમે આવેલા ટાપુનો મોટો ભાગ ધરાવતો દેશ. તેનું આયરિશ નામ આયર (Eire) છે. તે 51 0 30´ અને 550 30´ ઉત્તર અક્ષાંશ તથા 50 30´ અને 10 0 30´ પશ્ચિમ રેખાંશ વચ્ચે આવેલો છે. ઉત્તરથી દક્ષિણ સૌથી વધુ લંબાઈ 475 કિમી. અને પૂર્વથી પશ્ચિમ સૌથી વધુ…
વધુ વાંચો >આયર્સ રૉક
આયર્સ રૉક : ઑસ્ટ્રેલિયાની નૉર્ધર્ન ટેરિટરીમાં આવેલી વિશાળ કદની ખડક વિવૃતિ. તે એલિસ સ્પ્રિંગ્ઝથી નૈર્ઋત્યમાં આશરે 450 કિમી.ને અંતરે રેતીના ઢૂવાથી બનેલાં મેદાનોમાં આવેલી છે. અહીંની તળભૂમિથી તેની ઊંચાઈ 335 મીટર જેટલી છે, પરંતુ સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ 867 મીટરની છે. તેની લંબાઈ 2.4 કિમી.થી વધુ અને પહોળાઈ 1.6 કિમી. જેટલી…
વધુ વાંચો >આયોનિયન સમુદ્ર
આયોનિયન સમુદ્ર : ભૂમધ્ય સમુદ્રના મધ્યવિસ્તારમાં આવેલો ભાગ. ભૌગોલિક સ્થાન : તે આશરે 360થી 400 ઉ. અ. અને 150 થી 210 પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેની પૂર્વ તરફ આલ્બેનિયા અને ગ્રીસ, પશ્ચિમ તરફ સિસિલી અને ઇટાલી તથા ઉત્તર તરફ ઍડિયાટ્રિક સમુદ્ર આવેલા છે. તે ઓટ્રન્ટોની સામુદ્રધુનીથી એડ્રિયાટિક સમુદ્ર સાથે…
વધુ વાંચો >આયોવા
આયોવા : યુ. એસ.ની મધ્ય પશ્ચિમમાં આવેલું રાજ્ય. તે આશરે 400 3૦´ થી 430 3૦´ ઉ. અ. અને 9૦0 ૦૦´થી 970 00´ પ. રે. વચ્ચેનો1,45,752ચો.કિમી જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મિનેસોટા, પૂર્વે વિસ્કૉન્સિન અને ઇલિનૉય, દક્ષિણે મિસૂરી તથા પશ્ચિમે નેબ્રાસ્કા અને દક્ષિણ ડાકોટા રાજ્યો આવેલાં છે. દેશના મધ્ય-પશ્ચિમમાં…
વધુ વાંચો >