ભૂગોળ
આઝમગઢ
આઝમગઢ : ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો અને તેનું વડું મથક. ભૌગોલિક સ્થાન 260 04´ ઉ. અ. અને 830 11´ પૂ. રે. વિસ્તાર : 4,214 ચોકિમી. વસ્તી : જિલ્લાની 31,48,830; શહેરની 66,523 (1991). આઝમગઢ જિલ્લો ઉત્તર પ્રદેશના 57 જિલ્લાઓમાં વસ્તીની દૃષ્ટિએ પાંચમા ક્રમે આવે છે. શહેર ઘાઘરા નદીની ઉપનદી…
વધુ વાંચો >આઝરબૈજાન
આઝરબૈજાન : રશિયામાંથી છૂટાં પડેલાં રાજ્યોમાંથી બનેલો દેશ. જે પ્રજાસત્તાક આઝરબૈજાન તરીકે ઓળખાય છે. ભૌ.સ્થાન 38° ઉ.અ. થી 42 ઉ.અ. અને 44° પૂ.રે. થી 51° પૂ.રે.ની વચ્ચે આવેલો છે. પશ્ચિમ એશિયા અને પૂર્વ યુરોપની વચ્ચે આવેલો છે. આ દેશની લંબાઈ ભૂમિ સીમાની લંબાઈ 2,648 કિમી. છે. પશ્ચિમે આર્મેનિયા (1,007 કિમી.),…
વધુ વાંચો >આઝાદ કાશ્મીર
આઝાદ કાશ્મીર : આક્રમણ દ્વારા ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યનો પાકિસ્તાને પચાવી પાડેલો પ્રદેશ. આઝાદ કાશ્મીર હિમાલય પર્વતમાળામાં લગભગ મધ્ય વાયવ્યમાં આવેલો ભાગ છે. કારાકોરમ પર્વતમાળા અને ઘાટ આઝાદ કાશ્મીરમાં છે. આ પર્વતમાળામાં આવેલ ગૉડ્વિન ઑસ્ટિન શિખર અથવા કે – ટુ 8,611 મીટરની ઊંચાઈ ધરાવે છે. 7,200 મીટરની ઊંચાઈ ધરાવતાં…
વધુ વાંચો >આણંદ
આણંદ : ગુજરાત રાજ્યના મધ્યભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું તેનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 22° 34´ ઉ. અ. અને 72° 56´ પૂ. રે. આ શહેર અમદાવાદથી આશરે 65 કિમી. દક્ષિણે આવેલું છે. આ જિલ્લાની ઉત્તરે ખેડા, પૂર્વે વડોદરા, દક્ષિણે ભરૂચ, પશ્ચિમે અમદાવાદ જિલ્લાઓ અને નૈર્ઋત્યમાં ખંભાતનો…
વધુ વાંચો >આદમ્સ બ્રિજ
આદમ્સ બ્રિજ : ભારતના પૂર્વ કિનારે આવેલા રામેશ્વર ટાપુ અને મન્નારના અખાતની વચ્ચે લગભગ 21 કિમી. જેટલી લંબાઈની રેતીની એક પટ્ટી. પ્રચલિત માન્યતા મુજબ રામચંદ્ર ભગવાને શ્રીલંકામાં રાવણ ઉપર ચડાઈ કરવા જતી વખતે આ સેતુ રચેલ – કારણ, અહીં સમુદ્રનું પાણી તદ્દન છીછરું છે. આ પટ્ટીનો થોડો ભાગ ખોદીને સ્ટીમરો…
વધુ વાંચો >આનર્તપુર
આનર્તપુર : જુઓ, આનંદપુર
વધુ વાંચો >આનંદપુર
આનંદપુર : ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરનું જૂનું નામ. આશરે ઈ. પૂ. બીજી કે પહેલી સદીથી વિકસેલા આ નગરનો મુખ્ય ભાગ શર્મિષ્ઠા તળાવની પશ્ચિમ અને દક્ષિણ બાજુએ આશરે એક કિલોમીટરના વિસ્તારનો છે. તેની આજુબાજુ તેના જૂના અવશેષો છૂટાછવાયા આશરે એકથી દોઢ કિલોમીટરમાં વિસ્તરેલા છે. વલભીના મૈત્રક રાજાઓએ અહીંના બ્રાહ્મણોને દાન આપ્યાની…
વધુ વાંચો >