ભારતીય સંસ્કૃતિ
અંકચિહનો અને સંખ્યાલેખનપદ્ધતિ (ભારતીય)
અંકચિહનો અને સંખ્યાલેખનપદ્ધતિ (ભારતીય) : જેમ વર્તમાન ભારતીય લિપિઓના અક્ષરોને પ્રાચીન બ્રાહ્મી અક્ષરો સાથે સરખાવતા તેમની વચ્ચે મોટું અંતર જણાય છે, તેમ વર્તમાન ભારતીય અંકો અને પ્રાચીન બ્રાહ્મી અંકો વચ્ચે પણ મોટું અંતર રહેલું છે. આ અંતર અંકોનાં સ્વરૂપ તેમજ સંખ્યાલેખનપદ્ધતિમાં પણ વરતાય છે. પ્રાચીન બ્રાહ્મી અંકચિહનોની પદ્ધતિમાં શૂન્યનો પ્રયોગ…
વધુ વાંચો >અંગકોર
અંગકોર : કમ્પુચિયા (પ્રાચીન કમ્બુજ) દેશમાં યશોધરપુર અને અંગકોરથોમ નામે બે રાજધાનીઓ ધરાવતો વિસ્તાર. યશોધરપુર મૂળમાં કમ્બુપુરીને નામે ઓળખાતું શહેર હતું અને તેની સ્થાપના ખ્મેર સમ્રાટ યશોવર્મા(889-9૦૦)એ કરી હતી. નોમ બળેન નામની ટેકરીની આસપાસ આ શહેર વસ્યું હતું. યશોવર્માએ ટેકરી પર રાજગઢ અને શહેર બહાર ‘યશોધર-તટાક’ નામે વિશાળ જળાશય કરાવ્યાં…
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)
વધુ વાંચો >આદીશ્વર મંદિર, શત્રુંજય
આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…
વધુ વાંચો >આનર્ત
આનર્ત : ઉત્તર ગુજરાતના પ્રદેશનું પ્રાચીન નામ. ક્ષત્રપરાજ રુદ્રદામાના જૂનાગઢના શૈલલેખ(ઈ.સ. 150)માં એની સત્તા નીચેના દેશોમાં ‘આનર્ત’ પણ બતાવવામાં આવ્યો છે, જે આજના મોટા-ભાગના ઉત્તર ગુજરાતના પ્રદેશ માટે સૂચિત થયો જણાય છે. આ આનર્તની નૈર્ઋત્યે સુરાષ્ટ્ર, પશ્ચિમે કચ્છ, ઉત્તરે મરુ, વાયવ્યે નિષાદ અને પૂર્વે શ્વભ્ર (સાબરકાંઠો) આવ્યા છે એમ કહી…
વધુ વાંચો >આનંદ
આનંદ : પ્રસિદ્ધ બૌદ્ધ ભિક્ષુ. તેઓ સિદ્ધાર્થ ગૌતમના કાકાના દીકરા હતા અને દીક્ષા લીધા પછી બુદ્ધના નિકટતમ શિષ્ય હતા. જીવનના ઉત્તરાર્ધમાં તેમણે 25 વર્ષો સુધી બુદ્ધની સેવા કરી હતી. પોતાની પ્રતિભાને કારણે તેમને બૌદ્ધ સંઘમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું. ગૌતમ બુદ્ધના પરિનિર્વાણ પછી બૌદ્ધ સાહિત્યનો સંગ્રહ કરવામાં તેમણે સંઘનું…
વધુ વાંચો >આમ્નાય
આમ્નાય : તાંત્રિક ચર્યાવિધિના મૂળ ગ્રંથો. તંત્રગ્રંથોમાં આમ્નાય છ બતાવ્યા છે. કહે છે ભગવાન સદાશિવે પોતાના એક એક મુખમાંથી એક એક આમ્નાયનો ઉપદેશ આપેલો હતો. શિવને પંચમુખ માનવામાં આવે છે. છઠ્ઠું આમ્નાય એમના ગુપ્ત અંગમાંથી પ્રગટેલું કહેવાય છે. પોતાના સદ્યોજાત નામના પૂર્વ મુખમાંથી તેમણે ‘પૂર્વામ્નાય’નો ઉપદેશ આપેલો હતો, જેમાં ભુવનેશ્વરી,…
વધુ વાંચો >આર્ચિક
આર્ચિક : વેદમંત્રોનું ગાન-સંચયન. યજ્ઞમાં મંત્રપાઠ કરનાર ઉદગાતા સામવેદના જે મંત્રોને કંઠસ્થ કરતા હતા તેના સંગ્રહને ‘આર્ચિક’ કહેવામાં આવતા. કયો મંત્ર, કયા સ્વરમાં અને કયા ક્રમમાં ગાવામાં આવશે તેની તાલીમ આચાર્ય દ્વારા શિષ્યોને આપવામાં આવતી. વસ્તુતઃ સામવેદમાં ઋગ્વેદના જેટલા પણ મંત્રો આવ્યા છે તે બધા ‘આર્ચિક’ કહેવાય છે જ્યારે યજુર્વેદના…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >