ભારતીય સંસ્કૃતિ

અષ્ટસખી

અષ્ટસખી : રાધાની આઠ પરમશ્રેષ્ઠ સખીઓ. વૈષ્ણવ સંપ્રદાયોની આ વિશિષ્ટ વિભાવના છે. ચૈતન્ય સંપ્રદાયમાં રાધા મહાભાવસ્વરૂપા છે અને તે સુષ્ઠુકાન્તાસ્વરૂપા, ધૃતષોડશશૃંગારા અને દ્વાદશાભરણાશ્રિતા છે. લલિતા, વિશાખા, ચંપકલતા, ચિત્રા, સુદેવી, તુંગવિદ્યા, ઇંદુલેખા અને રંગદેવી  આ આઠેય સખીઓ રાધાથી અભિન્ન છે અને તેઓ રાધાના કાયવ્યૂહરૂપા છે. રાધા-કૃષ્ણ-લીલાનો તેમના દ્વારા વિસ્તાર થાય છે.…

વધુ વાંચો >

અષ્ટાવક્ર

અષ્ટાવક્ર : પ્રાચીન ભારતીય ઋષિ. તેમના પિતાનું નામ કહોડ અથવા કહોલ ઋષિ હતું. ઉદ્દાલક ઋષિની પુત્રી સુજાતા અષ્ટાવક્રની માતા હતી. તેઓ માતાના ગર્ભમાં હતા ત્યારે પિતા પોતે લીધેલા પાઠનું આવર્તન કરી રહ્યા હતા એ જોઈ ગર્ભમાં રહેલા અષ્ટાવક્રે પિતાને પ્રશ્ન કર્યો કે તમારે હજી પણ આવર્તન કરવું પડે છે ?…

વધુ વાંચો >

અસુર, અસુરો

અસુર, અસુરો : અસુરનો અર્થ છે પ્રાણવાન, વીર્યવાન, પરાક્રમી, મેધાવી. દિતિના વારસો દૈત્ય અને દનુના વારસો દાનવ. નગર, દેવ, જાતિ, સંસ્કૃતિના સંદર્ભમાં વિવિધ ર્દષ્ટિએ પ્રયોજાતો આ શબ્દ છે. પૂર્વકાલીન ઈરાનની સંસ્કૃતિનું નગર; આ નામના દેવો; પૂર્વકાલીન ઈરાનના અહુરમઝ્દના અનુયાયી; પૂર્વકાલીન સુમેર અને એસિરિયાના લોકો; બિહારના રાંચી જિલ્લાનાં જંગલોમાં રહેતી આદિવાસી…

વધુ વાંચો >

અહલ્યા

અહલ્યા : વાલ્મીકિરામાયણમાં જેનો ઉલ્લેખ છે તે, રામચંદ્રજીના ચરણસ્પર્શથી ઉદ્ધાર પામેલી ગૌતમઋષિની પત્ની. હલનો અર્થ થાય છે કુરૂપતા. તેનામાં કુરૂપતા લેશમાત્ર નહિ હોવાથી બ્રહ્માએ તેનું નામ ‘અહલ્યા’ પાડ્યું હતું. તેના પિતાનું નામ મુદગલ હતું. બીજા મતે મેનકા તેની માતા અને વૃદ્ધાશ્વ તેના પિતા હતાં. વાલ્મીકિરામાયણ પ્રમાણે બ્રહ્માએ સત્યયુગમાં તેનું સર્જન…

વધુ વાંચો >

અહિચ્છત્રા

અહિચ્છત્રા : મહાભારત પ્રમાણે અહિચ્છત્રા ઉત્તર પાંચાલની રાજધાની હતી. હાલ આ સ્થળ બરેલી જિલ્લામાં રામનગરની પાસે આવેલું છે. શિલાલેખમાં એને અધિચ્છત્ર તરીકે ઓળખાવેલ છે. એનું અહિકક્ષેત્ર એવું નામ પણ મળે છે. જૈન સાહિત્યમાં એને જાંગલ દેશના મુખ્ય શહેર તરીકે વર્ણવ્યું છે. સૌપ્રથમ કનિંગહામે અહીં ખોદકામ કરાવ્યું ત્યારે અશોકકાલીન એક સ્તૂપના…

વધુ વાંચો >

અહિંસા

અહિંસા મન, વાણી અથવા કર્મથી હિંસા ન કરવી તે. દિનપ્રતિદિન દુનિયાભરમાં હિંસાનું આચરણ વધતું જતું જણાય છે. આતંકવાદ; ભાષાકીય, પ્રાદેશિક અને જાતીય અથડામણો; શક્તિશાળી રાજ્યો દ્વારા અન્ય રાજ્યોમાં થતી દરમિયાનગીરી; મહિલાઓ અને નબળા વર્ગો ઉપર થતા અત્યાચાર; લશ્કરી તેમજ બિનલશ્કરી વસ્તીનો વધુ ને વધુ મોટા પાયા ઉપર નાશ કરી શકે…

વધુ વાંચો >

અંગકોર

અંગકોર : કમ્પુચિયા (પ્રાચીન કમ્બુજ) દેશમાં યશોધરપુર અને અંગકોરથોમ નામે બે રાજધાનીઓ ધરાવતો વિસ્તાર. યશોધરપુર મૂળમાં કમ્બુપુરીને નામે ઓળખાતું શહેર હતું અને તેની સ્થાપના ખ્મેર સમ્રાટ યશોવર્મા(889-9૦૦)એ કરી હતી. નોમ બળેન નામની ટેકરીની આસપાસ આ શહેર વસ્યું હતું. યશોવર્માએ ટેકરી પર રાજગઢ અને શહેર બહાર ‘યશોધર-તટાક’ નામે વિશાળ જળાશય કરાવ્યાં…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

આદીશ્વર મંદિર, શત્રુંજય : ગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખતરતવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા લેખ…

વધુ વાંચો >

આનર્ત

આનર્ત : ઉત્તર ગુજરાતના પ્રદેશનું પ્રાચીન નામ. ક્ષત્રપરાજ રુદ્રદામાના જૂનાગઢના શૈલલેખ(ઈ.સ. 150)માં એની સત્તા નીચેના દેશોમાં ‘આનર્ત’ પણ બતાવવામાં આવ્યો છે, જે આજના મોટા-ભાગના ઉત્તર ગુજરાતના પ્રદેશ માટે સૂચિત થયો જણાય છે. આ આનર્તની નૈર્ઋત્યે સુરાષ્ટ્ર, પશ્ચિમે કચ્છ, ઉત્તરે મરુ, વાયવ્યે નિષાદ અને પૂર્વે શ્વભ્ર (સાબરકાંઠો) આવ્યા છે એમ કહી…

વધુ વાંચો >