ભારતીય સંસ્કૃતિ
તામ્રપર્ણી
તામ્રપર્ણી : શ્રીલંકાનું પ્રાચીન નગર અને પ્રદેશ. શ્રીલંકાના दीपवंस તથા महावंसમાં નિરૂપિત અનુશ્રુતિ અનુસાર સિંહપુરના રાજા સિંહબાહુએ દેશવટો દીધેલો રાજપુત્ર વિજય વહાણમાં સાથીદારો સાથે, ભગવાન બુદ્ધ પરિનિર્વાણ પામ્યા તે દિવસે, લંકાદ્વીપમાં (શ્રીલંકામાં) તામ્રપર્ણા પ્રદેશમાં ઊતર્યો, ત્યાં તેણે તામ્રપર્ણા નામે નગર વસાવ્યું. સિંહલી વસાહત સ્થાપીને પોતાનો રાજવંશ પ્રવર્તાવ્યો. કહે છે કે…
વધુ વાંચો >તામ્રલિપ્તિ
તામ્રલિપ્તિ : પૂર્વ ભારતમાં ગંગા નદીના મુખ પાસે આવેલું પ્રાચીન અગ્રગણ્ય વાણિજ્યિક કેન્દ્ર તથા દરિયાઈ બંદર. હાલ એ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લામાં રૂપનારાયણ નદીના પશ્ચિમ તટ પર આવેલ તામલુક નામે ગામ રૂપે જળવાઈ રહ્યું છે; પરંતુ સમય જતાં દરિયો ત્યાંથી દક્ષિણે દૂર ખસી ગયો છે. નગરના નામ પરથી તેની આસપાસનું…
વધુ વાંચો >તિરુવલ્લુવર
તિરુવલ્લુવર : બે હજાર વર્ષ ઉપર થઈ ગયેલા દક્ષિણ ભારતના એક મહાન સંત. મૂળ નામ વલ્લુવર. તેમના વિશે કોઈ અંગત માહિતી ઉપલબ્ધ નથી. કિંવદન્તી મુજબ એ ભગવત નામના એક બ્રાહ્મણ તથા આદિ નામની હરિજન સ્ત્રીના પુત્ર હતા. એમના જીવન વિશે તમિળનાડુમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. કબીરની જેમ જન્મે–વ્યવસાયે આજીવન વણકર.…
વધુ વાંચો >તિષ્યરક્ષિતા
તિષ્યરક્ષિતા : સમ્રાટ અશોકની પટરાણી. મૌર્ય રાજવી અશોકને અનેક રાણીઓ હતી. એના અભિલેખોમાં કારુવાકી નામે દ્વિતીય રાણીનો ઉલ્લેખ આવે છે. બૌદ્ધ અનુશ્રુતિ અનુસાર અશોક અવંતિમાં રાજ્યપાલ હતો ત્યારે એ વિદિશાની દેવી નામે શાક્ય પુત્રીને પરણ્યો હતો. અન્ય અનુશ્રુતિ અનુસાર અશોકની અગ્રમહિષી અસન્ધિમિત્રા હતી ને એના મૃત્યુ પછી અશોકે એ સ્થાન…
વધુ વાંચો >તીર્થ
તીર્થ : પાવનકારી સ્થળ, વ્યક્તિ કે ગ્રંથ. જેના વડે તરી જવાય તેનું નામ તીર્થ. મૂળ અર્થ જળાશય કે નદી એવો છે. જળની પાસે આવેલા પવિત્ર કરનારા સ્થળને પણ ‘તીર્થ’ શબ્દથી ઓળખવામાં આવે એ કુદરતી છે. મેલનો નાશ કરી સ્વચ્છ કરનાર જળની જેમ, પાપનો નાશ કરી પવિત્ર કરનાર ઘણી વસ્તુઓ માટે…
વધુ વાંચો >તુષાસ્ફ
તુષાસ્ફ : સમ્રાટ અશોકના શાસન (ઈ. સ. પૂ. 273–237) દરમિયાન ગિરિનગર પ્રાંતનો સૂબો. રાજા મહાક્ષત્રપ રુદ્રદામા 1લાના સમયમાં શક વર્ષ 72–73ના (ઈ. સ. 150-51) અરસામાં ગિરનારના સુદર્શન તળાવના લેખમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને યવનરાજ કહ્યો છે તેથી તે ગ્રીક હોવાનો સંભવ છે. સામાન્ય રીતે આયોનિયન ગ્રીક માટે આ…
વધુ વાંચો >તૃત્સુઓ
તૃત્સુઓ : ઋગ્વેદમાં ઉલ્લિખિત એક પ્રજાવિશેષ. ભરતોના રાજા સુદાસે પરુષ્ણી (રાવી) નદીના તટે વિપક્ષની દસ ટોળીઓના રાજાઓને યુદ્ધમાં હરાવ્યા એ ઘટના ‘દાશરાજ્ઞ યુદ્ધ’ તરીકે સુપ્રસિદ્ધ છે, જે ઋગ્વેદસંહિતાના સપ્તમ મંડલના સૂકત 18માં નિરૂપાઈ છે. આ યુદ્ધમાં તૃત્સુઓ સુદાસના પક્ષમાં હતા, જ્યારે વિપક્ષમાં તુર્વશ, દ્રુહ્યુ, પૂરુ, અનુ વગેરેનો સમાવેશ થતો હતો.…
વધુ વાંચો >તેજપાલ
તેજપાલ (અ. 1248) : ધોળકાના રાજા વીરધવલના મહાઅમાત્ય. અણહિલપુરમાં પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના ચંડપનું કુલ ગુર્જરેશ્વર ચૌલુક્ય વંશ સાથે સતત સંબંધ ધરાવતું. એ કુલના અશ્વરાજને ચાર પુત્ર હતા, જેમાં છેલ્લા બે–વસ્તુપાલ અને તેજપાલ સુપ્રસિદ્ધ છે. તેઓ ચૌલુક્ય રાજા ભીમદેવ બીજાની સેવામાં હતા. ધોળકાના રાણા વીરધવલે વિ. સં. 1276(સન 1220)માં તેમને પોતાના…
વધુ વાંચો >ત્યાગ
ત્યાગ : પોતાની પાસે હોય તેવી વસ્તુ બીજાને આપવી કે પોતે ન સ્વીકારવી તેનું નામ ત્યાગ. સારી વસ્તુ બીજાને આપવી કે ખરાબ વસ્તુથી પોતે દૂર રહેવું તે બંને વાત ત્યાગમાં સંભવે છે. ભારતીય દર્શનોમાં ત્યાગના અંતર્ત્યાગ અને બહિર્ત્યાગ – એવા બે પ્રકારો ગણાવ્યા છે. સારી કે ખરાબ બંને જાતની વસ્તુઓનો…
વધુ વાંચો >