બીજલ પરમાર

ગુડિયાટ્ટમ

ગુડિયાટ્ટમ : તામિલનાડુ રાજ્યની છેક ઉત્તર સીમા પાસે ઉત્તર આર્કટ જિલ્લામાં આશરે 12° 58´ ઉ. અક્ષાંશવૃત્ત અને 78° 53´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું શહેર. તે ચેન્નાઈ શહેરથી લગભગ 170 કિમી. દૂર પશ્ચિમમાં સમુદ્રસપાટીથી આશરે 150થી 300 મી. ઊંચાઈ ધરાવતા પ્રદેશમાં આવેલું સ્થાનિક બજારકેન્દ્ર છે. તેની દક્ષિણેથી પાલાર નદી પશ્ચિમથી પૂર્વ…

વધુ વાંચો >

ગુરદાસપુર (Gurdaspur)

ગુરદાસપુર (Gurdaspur) : પંજાબ રાજ્યના ઉત્તર છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 32° 02´ ઉ. અ. અને 75° 31´ પૂ. રે.ની આજુબાજુનો 3,570 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો બિયાસ અને રાવી નદીઓ વચ્ચે આવેલો છે. તેની ઉત્તર તરફ જમ્મુ-કાશ્મીર રાજ્યની…

વધુ વાંચો >

ગોકાક ધોધ

ગોકાક ધોધ : કર્ણાટક રાજ્યના બેલગામ જિલ્લામાં પશ્ચિમઘાટના ઢોળાવો પરથી પૂર્વ દિશામાં વહેતી ઘટપ્રભા નદીની શાખા ગોકાક નદી ઉપર આવેલો ધોધ. ઘટપ્રભા પણ કૃષ્ણા નદીની શાખારૂપ નદી છે. આમ આ જળધોધનું ભૌગોલિક સ્થાન આશરે 16° 11´ ઉ. અ. અને 74° 52´ પૂ. રે. નજીક છે. પશ્ચિમઘાટ પર્વતમાળાના આશરે 600 મી.…

વધુ વાંચો >

ગૉફ ટાપુ

ગૉફ ટાપુ : આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા ભૂમિખંડો વચ્ચેના દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં આશરે 40° 20´ દ. અ. અને 10° 00´ પ. રે. પર આવેલો બ્રિટનના તાબાનો ટાપુ. તે દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં આવેલા ટ્રિસ્ટાન દા કુન્હા જૂથના ત્રણ નાના નાના ટાપુઓથી લગભગ 400 કિમી. દૂર દક્ષિણ-પૂર્વમાં આવેલો છે. ઈ. સ. 1938થી…

વધુ વાંચો >

ગૉર્કી

ગૉર્કી : પ. રશિયાના ગૉર્કોવ્સ્કાયા વહીવટી વિભાગનું પાટનગર, આશરે 56° 20´ ઉ. અ. તથા 44° 00´ પૂ. રે. પર આવેલું છે. ઈ. સ. 1221માં વ્લાદીમિરના પ્રિન્સ સેવૉલૉડૉવિચે (Vsevolodovich) લશ્કરી થાણા તરીકે આ શહેર વસાવેલું અને તે વખતે તેનું નામ નિઝની નોવગોરોડ (Nizhny Novgorod) હતું. પણ તે પછી ત્યાં ઈ. સ.…

વધુ વાંચો >

ગ્રીસ (હેલિનિક પ્રજાસત્તાક)

ગ્રીસ (હેલિનિક પ્રજાસત્તાક) દક્ષિણ યુરોપનો એક નાનો દેશ. તે ભૂમધ્ય સમુદ્રવિસ્તારના બાલ્કન દ્વીપકલ્પના દક્ષિણ ભાગને આવરે છે. તેની પશ્ચિમે આયોનિયન સમુદ્ર તથા પૂર્વમાં ઍજિયન સમુદ્ર આવેલા છે. તેની ઉત્તરે આલ્બેનિયા, યુગોસ્લાવિયા અને બલ્ગેરિયા છે. આશરે 34° 50´ ઉ.થી 41° 45´ ઉ. અક્ષાંશવૃત્ત તેમજ 19° 20´ પૂ.થી  28° 0´ પૂ. રેખાંશવૃત્ત…

વધુ વાંચો >

ગ્વાઉરા

ગ્વાઉરા : દ. અમેરિકા ભૂખંડના પરાગ્વે દેશનો એક વહીવટી વિભાગ. તે દેશના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલો છે. તે લગભગ 3,202 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. આ પ્રાંતનું વહીવટી મથક વિલારિકા (Villarrica) છે. આ પ્રદેશનું ભૂપૃષ્ઠ સમુદ્રસપાટીથી લગભગ 200થી 500 મી.ની ઊંચાઈ પર આવેલું છે. પરાગ્વેના મધ્ય ભાગમાં થઈને મકરવૃત્ત પસાર થાય છે.…

વધુ વાંચો >

ગ્વાટેમાલા (Guatemala)

ગ્વાટેમાલા (Guatemala) : ઉ. અમેરિકા અને દ. અમેરિકાના ભૂમિખંડોને જોડતી સાંકડી સંયોગીભૂમિમાં આશરે 14° 40´ ઉ. અ. અને 90° 30´ પ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લેતો દેશ અને તે જ નામનું તેનું મુખ્ય શહેર. તેની પશ્ચિમ અને ઉત્તરની બાજુએ મેક્સિકો, દક્ષિણની બાજુએ પૅસિફિક મહાસાગર અને અલ સૅલ્વાડૉર, પૂર્વની બાજુએ બેલિઝ…

વધુ વાંચો >

ગ્વામ

ગ્વામ : પૅસિફિક મહાસાગરમાં પશ્ચિમે આવેલા મારિયાના ટાપુઓના જૂથનો સૌથી મોટો અને દક્ષિણ છેડાનો ટાપુ. હવાઈ ટાપુઓથી પશ્ચિમમાં આશરે 5920 કિમી. તેમજ મનીલા(ફિલિપાઇન્સ)થી પૂર્વમાં આશરે 2400 કિમી.ના અંતરે તે આવેલો છે. ભૌગોલિક સ્થાન 13° ઉ. અક્ષાંશ તથા 144° પૂ. રેખાંશ પર આવેલું છે. ઉત્તર-દક્ષિણ લાંબા આકારના આ ટાપુનું ક્ષેત્રફળ આશરે…

વધુ વાંચો >

ગ્વાલિયર

ગ્વાલિયર : મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 34´થી 26° 21´ ઉ. અ. અને 77° 40´થી 78° 54´ પૂ. રે. વચ્ચેનો 5,214 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો બે ભાગમાં વહેંચાયેલો છે, જેમાં મોટો ભાગ પશ્ચિમ તરફ અને…

વધુ વાંચો >