બાળકૃષ્ણ માધવરાવ મૂળે
રાપાકી, ઍડમ
રાપાકી, ઍડમ (જ. 24 ડિસેમ્બર 1909, લોવો-ઑસ્ટ્રિયા-હંગેરી; અ. 10 ઑક્ટોબર 1970, વૉરસા) : પોલૅન્ડના સામ્યવાદી નેતા, અર્થશાસ્ત્રી અને પૂર્વ વિદેશપ્રધાન. મૂળ સમાજવાદી વિચારસરણીને વરેલા આ નેતા બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી સામ્યવાદી પક્ષમાં જોડાયા હતા. પોલૅન્ડમાં સહકારી ચળવળના સ્થાપક મેરિયન રાપાકીના તેઓ પુત્ર હતા. તેમનું શિક્ષણ ફ્રાન્સ અને ઇટાલીમાં સંપન્ન થયું…
વધુ વાંચો >રામદાસ, સ્વામી
રામદાસ, સ્વામી (જ. ચૈત્ર સુદ 9, શક સંવત 1530 (ઈ. સ. 1608), જાંબ, મહારાષ્ટ્ર; અ. મહા સુદ 6, શક સંવત 1603 (ઈ. સ. 1682), સજ્જનગડ, જિ. સાતારા) : મહારાષ્ટ્રના મહાન માનવધર્મી સંતપુરુષ તથા રામદાસી સંપ્રદાયના સ્થાપક, વિરક્ત રાજકારણી, શક્તિના ઉપાસક અને છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ. સૂર્યોપાસક બ્રાહ્મણ પરિવારમાં જન્મ. મૂળ…
વધુ વાંચો >રામદાસી સંપ્રદાય
રામદાસી સંપ્રદાય : મહારાષ્ટ્રના અગ્રણી સંત સ્વામી રામદાસ (1608-81) દ્વારા સંસ્થાપિત ધાર્મિક સંપ્રદાય. તે શ્રી સંપ્રદાય, દાસ સંપ્રદાય, સમર્થ સંપ્રદાય જેવાં વિવિધ નામથી પણ ઓળખાય છે. સ્વામી રામદાસે તત્કાલીન પરિસ્થિતિને અનુસરીને તેમના આ સંપ્રદાયની રચના કરી હતી. પોતાના જીવનકાળ દરમિયાન તે જે ધર્મકાર્ય અને રાષ્ટ્રકાર્ય કરવા માગતા હતા તે કાર્યો…
વધુ વાંચો >રામશાસ્ત્રી
રામશાસ્ત્રી (જ. 1720, માહુલી, જિ. સાતારા; અ. 25 ઑક્ટોબર 1769, પુણે) : મહારાષ્ટ્રમાં પેશવાઓના શાસનકાળ દરમિયાન થઈ ગયેલા નીડર અને બાહોશ ન્યાયાધીશ. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતાનું નામ વિશ્વનાથ, માતાનું નામ પાર્વતીબાઈ અને અટક પ્રભુણે. બાળપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવી. થોડાક સમય માટે કાકાએ ભરણપોષણ કર્યું, પરંતુ ઉંમર વધવા છતાં દ્રવ્ય-ઉપાર્જન…
વધુ વાંચો >રામાનુજન, અટ્ટિપટ કૃષ્ણસ્વામી
રામાનુજન, અટ્ટિપટ કૃષ્ણસ્વામી (જ. 16 માર્ચ 1929, મૈસૂર; અ. 1993) : કન્નડ તથા અંગ્રેજી ભાષાવિદ અને કવિ. શિક્ષણ મૈસૂર, પુણે તથા અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં. મૈસૂરની મહારાજ કૉલેજમાંથી અંગ્રેજી વિષયમાં એમ.એ.ની અનુસ્નાતક પદવી મેળવ્યા પછી પુણે યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1958-59માં પુણેની ડેક્કન કૉલેજમાં ફેલો તરીકે સેવાઓ આપી. 1960-62 દરમિયાન અમેરિકાની…
વધુ વાંચો >રાય, કલ્યાણી
રાય, કલ્યાણી : જાણીતાં સિતારવાદક. રૂઢિવાદી પરિવારમાં જન્મ. પિતાનું નામ શૈલેશ્વર રાય. માતાના પ્રોત્સાહનથી સંગીત તરફ વળ્યાં. આઠ વર્ષની વયે ઇનાયતખાંના ઘરાનાના સંગીતકાર એન. સી. ગાંગુલી પાસેથી સંગીતના શિક્ષણનો પ્રારંભ કર્યો, જે ચારથી પાંચ વર્ષ સુધી ચાલુ રહ્યું. 1948ના અરસામાં જાણીતા સિતારવાદક ઉસ્તાદ વિલાયતખાં પાસેથી ઉચ્ચ તાલીમ પ્રાપ્ત કરવાની શરૂઆત…
વધુ વાંચો >રાયજી, જયશ્રી
રાયજી, જયશ્રી (જ. 26 ઑક્ટોબર 1895, સૂરત; અ. 28 ઑગસ્ટ 1985, મુંબઈ) : અગ્રણી સામાજિક કાર્યકર. પિતા મનુભાઈ મહેતા વડોદરા રિયાસતના દીવાન હતા. મુંબઈ યુનિવર્સિટી સાથે તે સમયે સંલગ્ન વડોદરાની કૉલેજમાંથી તત્ત્વજ્ઞાન વિષયમાં બી.એ.ની પદવી મેળવી. 1918માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન. એમ. રાયજી સાથે લગ્ન થતાં મુંબઈ ખાતે સ્થળાંતર કર્યું અને…
વધુ વાંચો >રાવ, બી. એન. (સર)
રાવ, બી. એન. (સર) (જ. 26 ફેબ્રુઆરી 1887; અ. 30 નવેમ્બર 1953, ઝુરિચ) : વિખ્યાત ધારાશાસ્ત્રી અને કુશળ વહીવટકર્તા. આખું નામ : બેનિગલ નરસિંહ રાવ. ચેન્નાઈ ખાતેની પ્રેસિડેન્સી કૉલેજ તથા કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું. 1910માં ઇન્ડિયન સિવિલ સર્વિસ(ICS)માં જોડાયા. 1919-20 દરમિયાન મુર્શિદાબાદના અને 1920-25 દરમિયાન સિલ્હટ અને કચારના…
વધુ વાંચો >રાવ, વિજયરાઘવ
રાવ, વિજયરાઘવ (જ. 3 નવમ્બર 1925, ચેન્નાઈ) : વિખ્યાત વાંસળી-વાદક, નૃત્યકાર તથા નૃત્યનિર્દેશક. પિતાનું નામ રામારાવ તથા માતાનું નામ સુબ્બૈયમ્મા. આંધ્રપ્રદેશના એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મ. બાળપણથી જ સંગીત અને નૃત્ય તરફ આકર્ષાયા. સદભાગ્યે પરિવારમાં સંગીતનો માહોલ હતો, જેનો લાભ તેમને બાલ્યાવસ્થાથી જ મળતો રહ્યો હતો. 1946માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી…
વધુ વાંચો >રાવ, વી. કે. આર. વી.
રાવ, વી. કે. આર. વી. (જ. 8 જુલાઈ 1908, કાંચિપુરમ; અ. 25 જુલાઈ 1991, બૅંગાલુરુ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી તથા કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી. આખું નામ વિજયેન્દ્ર કસ્તૂરીરંગા વરદરાજ. પિતાનું નામ કસ્તૂરીરંગમ્ અને માતાનું નામ ભારતી. પ્રાથમિક શિક્ષણ અમેરિકન અર્કોટ મિશન સ્કૂલ, ટિંડિવનમ, તામિલનાડુ ખાતે. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાંથી 1923માં…
વધુ વાંચો >