બાળકૃષ્ણ માધવરાવ મૂળે
મૂલ્ય
મૂલ્ય : કોઈ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવાની શક્તિ દર્શાવતો ખ્યાલ અથવા વિભાવના. અર્થશાસ્ત્રમાં મૂલ્યનો સંદર્ભ ઉપયોગિતા અથવા તુષ્ટિગુણમૂલ્ય સાથે નહિ, પરંતુ વિનિમય-મૂલ્ય સાથે હોય છે. બીજી રીતે કહીએ તો મૂલ્ય એટલે કોઈ એક વસ્તુ કે સેવાની ખરીદશક્તિ. મૂલ્યની વિભાવના હવા, પાણી કે સૂર્યપ્રકાશ જેવી સર્વસુલભ…
વધુ વાંચો >મૃણાલિની સારાભાઈ
મૃણાલિની સારાભાઈ (જ. 11 મે 1928, અન્નાકારા, પલાકડ જિલ્લો, કેરળ; અ. 21 જાન્યુઆરી 2016, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં ભરતનાટ્યમનાં સમર્થ નૃત્યાંગના, દર્પણ અકાદમી ઑવ્ પરફૉર્મિંગ આટર્સનાં સ્થાપક-નિર્દેશક અને ગુજરાતમાં સાંસ્કૃતિક ક્રાંતિની પહેલ કરનાર સન્નારી. પિતા ડૉ. સ્વામીનાથન્ મદ્રાસ (હવે ચેન્નાઈ) ખાતે કાયદાની પ્રૅક્ટિસ કરતા અને માતા અમ્મુસ્વામીનાથન્ બહુમુખી પ્રતિભા…
વધુ વાંચો >મૃદુલા સારાભાઈ
મૃદુલા સારાભાઈ (જ. 6 મે 1911, અમદાવાદ; અ. 27 ઑક્ટોબર 1974, દિલ્હી) : સ્વાતંત્ર્ય-સેનાની, સામાજિક કાર્યકર અને તેજસ્વી મહિલા કાર્યકર. પિતા અંબાલાલ જાણીતા ઉદ્યોગપતિ હતા. માતાનું નામ સરલાદેવી. જેઓ ગાંધીવિચારસરણીથી રંગાયેલાં અને મજૂર મહાજનનાં અગ્રણી કાર્યકર હતાં. અંબાલાલ સારાભાઈ મુક્ત તથા પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હોવાથી મૃદુલાના ઉછેર પર તેની સીધી…
વધુ વાંચો >મૅકઆર્થર, ડગ્લાસ જનરલ
મૅકઆર્થર, ડગ્લાસ જનરલ (જ. 26 જાન્યુઆરી 1880, લિટલ રૉક, અરકાન્સાસ, અમેરિકા; અ. 5 એપ્રિલ 1964, વૉશિંગ્ટન) : બાહોશ અમેરિકન સેનાપતિ. તેમની વિચક્ષણ અને કાબેલ વ્યૂહરચનાને કારણે બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં પૅસિફિક વિસ્તારમાં જાપાનની વિરુદ્ધ લડી રહેલ મિત્ર રાષ્ટ્રોની સેનાઓને વિજય સાંપડ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના લશ્કરને નેતૃત્વ પૂરું પાડનાર અગ્રિમ હરોળના…
વધુ વાંચો >મેકફૅડન, ડૅનિયલ
મેકફૅડન, ડૅનિયલ (જ. 27 જુલાઈ 1937, નોર્થ કેરોલિના, યુ.એસ.) : અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના અર્થમિતિશાસ્ત્રના પ્રાધ્યાપક તથા ઈ. સ. 2000ના વર્ષ માટેના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. કોઈ પણ શ્રમિકનો બેકારીનો ગાળો રોજગારી મેળવવાની તેની તક પર કઈ રીતે વિપરીત અસર કરે છે તેના અર્થમિતિશાસ્ત્રીય નમૂનાઓ(મૉડેલ્સ) તેમણે તૈયાર કર્યા છે. આ…
વધુ વાંચો >મૅકલપ, ફ્રિટ્ઝ
મૅકલપ, ફ્રિટ્ઝ (જ. 15 ડિસેમ્બર 1902, ઑસ્ટ્રિયા; અ. 30 જાન્યુઆરી 1983, ન્યૂજર્સી, યુ.એસ.) : ઔદ્યોગિક અર્થશાસ્ત્રના નિષ્ણાત. મૂળ ઑસ્ટ્રિયાના, પરંતુ 1933માં દેશાટન કરી કાયમ માટે અમેરિકામાં વસેલા. વીસમી સદીના ત્રીજા દાયકામાં વિયેના યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. વિખ્યાત ઑસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓ લુડવિગ ઍડલર વૉન માઇઝેસ (1881–1973) અને ફ્રેડરિક ઑગસ્ટ વૉન હાયેક(1899–1992)ના…
વધુ વાંચો >મેનન, વી. કે. કૃષ્ણ
મેનન, વી. કે. કૃષ્ણ (જ. 3 મે 1897, કાલિકટ/કોઝિકોડે, કેરળ; અ. 6 ઑક્ટોબર 1974, નવી દિલ્હી) : ભારતના અગ્રણી મુત્સદ્દી, વિદેશમાં ભારતની સ્વતંત્રતાના પ્રખર પુરસ્કર્તા અને પૂર્વ સંરક્ષણપ્રધાન. પિતા કોમથ કૃષ્ણ કરૂપ કાલિકટ ખાતે વકીલાત કરતા. માતા લક્ષ્મી કુટ્ટી વિદુષી હોવા ઉપરાંત સંગીતકાર હતાં. ‘વી. કે.’ના હુલામણા નામથી પરિવારજનો અને…
વધુ વાંચો >મૅનેજિંગ એજન્સી
મૅનેજિંગ એજન્સી : ભારતમાં વ્યાપારી કે ઔદ્યોગિક પેઢીઓની સ્થાપના અને સંચાલન કરનાર અને તે દ્વારા નફો કમાનાર વ્યક્તિઓનાં જૂથો. આ જૂથો ભાગીદારી પેઢી અથવા ખાનગી મર્યાદિત જવાબદારીવાળી મંડળીના સ્વરૂપે કામ કરતાં હતાં અને તેમના દ્વારા બૅંકો, મિલો, વહાણવટું, જાહેર ઉપયોગની સેવાઓ (public utilities), ખાણો, બગીચા-ઉદ્યોગો, મૂડીરોકાણ કરતાં ટ્રસ્ટો અને સુવાંગ…
વધુ વાંચો >મેન્જર, કાર્લ
મેન્જર, કાર્લ (જ. 23 ફેબ્રુઆરી 1840, ગાલિસિયા, ઑસ્ટ્રિયા; અ. 26 ફેબ્રુઆરી 1921, વિયેના, ઑસ્ટ્રિયા) : અર્થશાસ્ત્રમાં ઑસ્ટ્રિયન વિચારધારા તરીકે ઓળખાતી વિશિષ્ટ શાખાના સંસ્થાપક. વિયેના અને પ્રાગ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ લીધા પછી થોડાક સમય માટે તેમણે નાગરિક સેવાક્ષેત્રે કામ કર્યું. 1873માં વિયેના યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર નિમાયા. 1890માં આ પદ પરથી સ્વેચ્છાથી…
વધુ વાંચો >મેલ્બા, (ડેમી) નેલી
મેલ્બા, (ડેમી) નેલી (જ. 19 મે 1861, રિચમૉન્ડ, મેલબોર્ન; અ. 23 ફેબ્રુઆરી 1931, સિડની, ન્યૂ સાઉથવેલ્સ) : અતિતાર સપ્તકમાં ગાનારાં વિખ્યાત ઑસ્ટ્રેલિયન કલાકાર. તેમનું મૂળ નામ હેલન પૉર્ટર મિટશેલ (Mitchel) હતું. બાળપણમાં જૂની ઢબના પિયાનો વગાડવાનો અભ્યાસ કરેલો અને ગિરજાઘર(church)માં તથા સ્થાનિક સંગીત-સમારોહમાં ગાતાં. બ્લચ માર્ચેસીના માર્ગદર્શન હેઠળ તેમણે પૅરિસ…
વધુ વાંચો >