બાળકૃષ્ણ માધવરાવ મૂળે

બહિણાબાઈ

બહિણાબાઈ (જ. 1629, દેવગાવ; અ. 1700) : સત્તરમી સદીનાં મરાઠીનાં પારંપરિક સંત કવયિત્રી. પિતાનું નામ આઊજી અને માતાનું નામ જાનકી. પિતા વતન દેવગાવના મહેસૂલ-અધિકારી હતા. દેવું કરવાના ગુના હેઠળ તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો, પરંતુ એક રાત્રે તેઓ જેલમાંથી નાસી છૂટ્યા હતા અને રહિમતપુર ખાતે બે વર્ષ ભૂગર્ભ અવસ્થામાં રહ્યા…

વધુ વાંચો >

બળવો

બળવો : લશ્કરના અધિકારીઓ સામે તેમના તાબા હેઠળના એક અથવા વધુ માણસોએ પોકારેલ ખુલ્લંખુલ્લો વિદ્રોહ અથવા બંડ. ‘બળવો’ શબ્દનો ઉપયોગ ક્યારેક વ્યાપારી વહાણ પર મુસાફરી કરતા લોકોમાંથી કેટલાકે વહાણના ટંડેલ સામે કરેલા બંડ માટે અથવા જ્યાં ગુલામીની પ્રથાને કાયદા દ્વારા માન્યતા મળી હોય અથવા જ્યાં રૂઢિ દ્વારા તેનું અનુસરણ થતું…

વધુ વાંચો >

બંદૂક

બંદૂક : ખભાનો ટેકો લઈ ધાર્યા નિશાન પર ગોળીબાર કરવા માટેનું શસ્ત્ર. જુદા જુદા હેતુઓ માટે તેનો ઉપયોગ થતો હોય છે; દા.ત., લશ્કર, પોલીસ દળ અને અન્ય અર્ધલશ્કરી દળો તેનો ઉપયોગ હુમલો કરવા માટે અથવા તોફાને ચડેલા ટોળાને કાબૂમાં લેવા માટે કરતા હોય છે, જ્યારે કેટલાક લોકો તેનો ઉપયોગ પ્રાણીઓનો…

વધુ વાંચો >

બંદ્યોપાધ્યાય, કણિકા

બંદ્યોપાધ્યાય, કણિકા (જ. 12 ઑક્ટોબર 1924, સોનામુખી, જિલ્લો બાંકુરા; અ. 5 એપ્રિલ 2000, કલકત્તા) : રવીન્દ્રસંગીતનાં વિખ્યાત ગાયિકા. સમગ્ર શિક્ષણ વિશ્વભારતી ખાતે. નાની ઉંમરે રવીન્દ્રનાથ ટાગોરે કણિકામાં રહેલી સંગીત પ્રતિભાને પારખી હતી; એટલું જ નહિ, પરંતુ ગુરુદેવની નિશ્રામાં જ કણિકાએ સંગીતનું પ્રારંભિક શિક્ષણ લીધું હતું. ગુરુદેવ ઉપરાંત રવીન્દ્રસંગીતના કેટલાક અન્ય…

વધુ વાંચો >

બાખ, જોહાન સેબાસ્ટિયન

બાખ, જોહાન સેબાસ્ટિયન (જ. 1685, આઇઝેનાક, જર્મની; અ. 1750, લિપઝિગ, જર્મની) : પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના મહાન સર્જક, રચનાકાર તથા ઑર્ગન-વાદક. સંગીતકારોના પરિવારમાં જન્મ. પિતાનું નામ ઍબ્રૉસિયસ તથા માતાનું નામ એલિઝાબેથ લૅમરહર્ટ. જોહાન દસ વર્ષના હતા ત્યારે માતા-પિતાનું અવસાન થયું. નાનપણથી સંગીત પ્રત્યે રુચિ. શરૂઆતનું સંગીતનું શિક્ષણ પિતા પાસેથી લીધું અને…

વધુ વાંચો >

બાપટ, સેનાપતિ

બાપટ, સેનાપતિ (જ. 12 નવેમ્બર 1880, પારનેર, મહારાષ્ટ્ર; અ. 27 નવેમ્બર 1967, પુણે) : ભારતના અગ્રણી ક્રાંતિકારી, સ્વાતંત્ર્યસેનાની તથા સાહિત્યકાર. આખું નામ પાંડુરંગ મહાદેવ બાપટ. મૂળ વતન ગુહાગર, જિલ્લો રત્નાગિરિ. કોંકણ-વિસ્તારમાંથી સ્થળાંતર કરી પશ્ચિમ મહારાષ્ટ્રમાં વસેલાં કુટુંબોમાં બાપટના વડવાઓ પણ હતા. પિતા સબરજિસ્ટ્રારની કચેરીમાં કારકુન હતા. નિમ્ન મધ્યમ વર્ગમાં જન્મેલા…

વધુ વાંચો >

બાર કાઉન્સિલ

બાર કાઉન્સિલ : ભારતમાં ઍડ્વોકેટ્સ ઍક્ટ, 1961ની કલમ 2(ડી) મુજબ રચાયેલ વકીલમંડળ. તે વિધિજ્ઞ પરિષદ (કાયદાશાસ્ત્રને લગતી સંસ્થા) નામથી પણ ઓળખાય છે. ભારતમાં સમગ્ર દેશ માટે એક વકીલમંડળ છે, જેનું મુખ્ય કાર્યાલય નવી દિલ્હીમાં છે. તે ઍડ્વોકેટ્સ ઍક્ટ, 1961 ક. 2(ઈ) હેઠળ સ્થાપવામાં આવ્યું છે. ભારતના એટર્ની જનરલ અને સૉલિસિટર…

વધુ વાંચો >

બિયાંતસિંગ

બિયાંતસિંગ (જ. 22 ફેબ્રુઆરી 1922, કોટલી, જિ. લુધિયાના; અ. 30 સપ્ટેમ્બર 1995, ચંદીગઢ) : પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ખાલિસ્તાનવાદી આતંકવાદનો ભોગ બનેલા રાજ્યના અગ્રણી રાષ્ટ્રવાદી નેતા. પિતા ભારતીય લશ્કરમાં અધિકારી હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અવિભાજિત પંજાબના લુધિયાના જિલ્લાની શિક્ષણસંસ્થાઓમાં લીધા બાદ લાહોરની સરકારી કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને…

વધુ વાંચો >

બિંદ્રા, અભિનવ

બિંદ્રા, અભિનવ (જ. 28 સપ્ટેમ્બર 1982, દહેરાદૂન, ઉત્તરાખંડ) : ઑલિમ્પિક સ્પર્ધાઓના 108 વર્ષના ઇતિહાસમાં ભારતને સૌપ્રથમ વાર વ્યક્તિગત હરીફાઈમાં સુવર્ણચંદ્રક મેળવી આપનાર નિશાનબાજ. ધનાઢ્ય પરિવારમાં જન્મ. પિતા અપજીત ઉદ્યોગપતિ અને માતા બબલી ઘરકામમાં વ્યસ્ત હોય છે. અભિનવનું શાલેય શિક્ષણ દહેરાદૂન અને ચંડીગઢ ખાતે સંપન્ન થયા બાદ ઉચ્ચ શિક્ષણ અમેરિકાની કોલોરાડો…

વધુ વાંચો >

બૃહસ્પતિ, કૈલાસચંદ્ર

બૃહસ્પતિ, કૈલાસચંદ્ર (જ. 20 જાન્યુઆરી 1918, રામપુર, ઉત્તરપ્રદેશ;  અ. 31 જુલાઈ, 1979) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી શાસ્ત્રકાર, સંશોધક, વિવેચક તથા કવિ. જ્ઞાનાર્જન અને સંગીતના સંસ્કારો પિતા, પિતામહ વગેરે પૂર્વજો પાસેથી વારસામાં મળેલા. પરિવારના વિદ્વત્તાપૂર્ણ અને સંસ્કારશીલ વાતાવરણની કૈલાસચંદ્રના બાલમાનસ પર ઊંડી અસર થયેલી. સાડા ત્રણ વર્ષની વયથી જ…

વધુ વાંચો >