બાળકૃષ્ણ માધવરાવ મૂળે
પડતર-સંકલ્પનાઓ
પડતર–સંકલ્પનાઓ : ઉત્પાદિત માલ અને સેવાની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા અને પ્રવિધિની વિવિધ દૃષ્ટિકોણથી વિશ્લેષણ કરતી વિભાવનાઓ. પડતર-વિશ્લેષણનો ઉપયોગ દરેક ઉત્પાદન-પ્રવૃત્તિ માટે ખૂબ મહત્ત્વનો છે. આવું વિશ્લેષણ કરવા માટે અને ધંધાકીય નિર્ણયો લેવા માટે પડતર-સંકલ્પનાઓ (cost concepts) શું છે અને નિર્ણયો લેવામાં તે કેવી રીતે ઉપયોગી થઈ શકે તે સમજવું…
વધુ વાંચો >પરભણી
પરભણી : મહારાષ્ટ્ર રાજ્યના 36 જિલ્લાઓમાંનો આ એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 19 30´ ઉ. અ. અને 76 45´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે હિંગોલી અને બુલધાના જિલ્લા, પૂર્વે નાંદેડ અને હિંગોલી જિલ્લા, દક્ષિણે લાતૂર અને પશ્ચિમે બીડ અને જાલના જિલ્લા…
વધુ વાંચો >પરાજય
પરાજય : કોઈ એક પક્ષના હાથે બીજા પક્ષની હાર કે તેનો માનભંગ. સામાન્ય રીતે યુદ્ધમાં સંડોવાયેલા પક્ષોમાંથી જ્યારે કોઈ એક પક્ષ બીજા પક્ષને પરાસ્ત કરી તેના પર પોતાનું વર્ચસ સ્થાપે છે ત્યારે વર્ચસ સ્વીકારનાર પક્ષનો પરાજય થયો એમ કહેવાય. મોટાભાગના કિસ્સાઓમાં પરાજિત પક્ષ બીજા પક્ષની સામે શરણાગતિ સ્વીકારે છે અને…
વધુ વાંચો >પરાંજપે, રઘુનાથ પુરુષોત્તમ
પરાંજપે, રઘુનાથ પુરુષોત્તમ (જ. 26 ફેબ્રુઆરી 1876, મુર્ડી, જિ. રત્નાગિરિ; અ. 6 મે 1966, પુણે) : જાણીતા કેળવણીકાર, ઉદારમતવાદી રાજકારણી તથા સમાજસુધારક. પિતા ધાર્મિક વૃત્તિના અને કોંકણ વિસ્તારના જમીનદાર હતા. માતા ગોપિકાબાઈ લોકમાન્ય ટિળકના પરિવારમાં જન્મેલાં. રઘુનાથનું પ્રાથમિક શિક્ષણ કોંકણના અંજર્લા, મુર્ડી તથા દાપોલી ખાતે. ત્યારપછીના શિક્ષણાર્થે તેઓે મુંબઈ ગયા…
વધુ વાંચો >પરાંજપે, શિવરામ મહાદેવ
પરાંજપે, શિવરામ મહાદેવ (જ. 27 જૂન 1864, મહાડ; અ. 20 સપ્ટેમ્બર, 1929, પુણે) : સ્વાતંત્ર્ય-સૈનિક, રાષ્ટ્રવાદી પત્રકાર. રાષ્ટ્રવાદી સાહિત્યના સર્જક અને વિદ્વાન. પિતા મહાડના જાણીતા વકીલ. માતાનું નામ પાર્વતીબાઈ, પ્રાથમિક શિક્ષણ મહાડ ખાતે, માધ્યમિક શિક્ષણ રત્નાગિરિ તથા પુણે ખાતે અને ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન તથા ડેક્કન કૉલેજમાં. મૅટ્રિકની પરીક્ષામાં શંકર…
વધુ વાંચો >પરીખ, ઇષિરા
પરીખ, ઇષિરા (જ. 11 માર્ચ 1962, અમદાવાદ) : કથક નૃત્યશૈલીનાં જાણીતાં કલાકાર. તેમણે સમગ્ર શિક્ષણ તથા નૃત્યની તાલીમ અમદાવાદ ખાતે લીધી છે. પિતાનું નામ સુબંધુ અને માતાનું નામ સાધના, જેઓ અમદાવાદની હરિવલ્લભદાસ કાળીદાસ આર્ટ્સ કૉલેજમાં મનોવિજ્ઞાન વિષયનાં અધ્યાપિકા હતાં. પિતા વ્યવસાયે કૉન્ટ્રેક્ટર છે. ઇષિરાના દાદા રસિકલાલ છોટાલાલ પરીખ ગુજરાતના જાણીતા…
વધુ વાંચો >પરીખ, દિલીપ રમણલાલ
પરીખ, દિલીપ રમણલાલ (જ. 14 ફેબ્રુઆરી 1937, મુંબઈ) : ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. તેઓ ગુજરાત યુનિવર્સિટીની બી.એ. (અર્થશાસ્ત્ર) તથા એલએલ.બી.ની પદવીઓ ધરાવે છે. તેમણે ગુજરાત વેપારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન, પ્લાસ્ટિક ઍન્ડ રબર ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ જેવી રાજ્યની અગ્રણી ઉદ્યોગ અને…
વધુ વાંચો >પરીખ, ધીરુ
પરીખ, ધીરુ (ભાઈ) (જ. 31 ઑગસ્ટ, 1933, વીરમગામ; અ. 9 મે, 2021, અમદાવાદ) : ગુજરાતી સાહિત્યકાર અને સાહિત્યિક પત્રકાર. પિતાનું નામ ઈશ્વરલાલ, જેઓ ગાંધીવાદી વિચારસરણીને વરેલા હતા અને વીરમગામમાં ડૉક્ટરનો વ્યવસાય કરતા હતા. તેમણે આઝાદીની લડતમાં પણ ભાગ લીધો હતો. માતાનું નામ ડાહીબહેન. પત્ની કમળાબહેન અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પંચન લામા
પંચન લામા : તિબેટમાં આવેલા તાશિલહન્પો બૌદ્ધ મઠના આધ્યાત્મિક વડા. આધ્યાત્મિક વડા તરીકે તેમનું સ્થાન દલાઈ લામા પછીનું ગણાય છે. વિદ્વાન અને ધર્મનું વિશેષ જ્ઞાન ધરાવનારને તાશિલહન્પો મઠના વડા તરીકે પસંદ કરવામાં આવતા હતા. તેથી તેઓ `પંચન’ અર્થાત્ પંડિત કે વિદ્વાન લામા કહેવાતા હતા. સત્તરમી સદીમાં પાંચમા દલાઈ લામાએ જાહેર…
વધુ વાંચો >