બાળકૃષ્ણ માધવરાવ મૂળે

નેપલ્સ (નાપોલી)

નેપલ્સ (નાપોલી) : ઇટાલીમાં આવેલું ઘણું જાણીતું અને મહત્વનું ઔદ્યોગિક શહેર તથા ટાઇહ્રેનિયન સમુદ્રના નેપલ્સના અખાત પરનું ધમધમતું બંદર. ભૌગોલિક સ્થાન : 40° 53´ ઉ. અ. અને 14° 25´ પૂ. રે.. તે ઇટાલીના પાટનગર રોમથી આશરે 192 કિમી. અગ્નિકોણમાં દક્ષિણ ઇટાલીના પશ્ચિમ કાંઠા પર ટેકરીઓની તળેટીમાં વસેલું છે. શહેરી વિસ્તારની…

વધુ વાંચો >

નેમાડે, ભાલચંદ્ર

નેમાડે, ભાલચંદ્ર (જ. 27 મે 1938, સાંગલી, તાલુકા રાવેર, જિ. જળગાંવ, મહારાષ્ટ્ર) : મરાઠી સાહિત્યકાર તથા વર્ષ 2014ના બહુપ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ ઍવૉર્ડના વિજેતા. પિતાનું નામ નેમાજી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધા બાદ પુણે ખાતેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને ત્યાંની જ ડેક્કન કૉલેજમાંથી ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી, સમયાંતરે મુંબઈ…

વધુ વાંચો >

નૅશ, જૉન ફૉર્બસ (જુનિયર)

નૅશ, જૉન ફૉર્બસ (જુનિયર) (જ. 13 જૂન 1928, વૅસ્ટ વર્જિનિયા, યુ.એસ.; અ. 23 મે 2015, ન્યૂજર્સી, યુ.એસ.) : વિખ્યાત ગણિતજ્ઞ તથા 1994ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના ત્રણ વિજેતાઓમાંના એક. અમેરિકામાં જન્મસ્થાન બ્લૂફીલ્ડમાં ઉછેર. પિતા ઇલેક્ટ્રિક્લ એન્જિનિયર, માતા લૅટિનની શિક્ષિકા. શાળાના નિયત અભ્યાસક્રમમાં ઓછી રુચિને લીધે શિક્ષણમાં ધીમી પ્રગતિ. વાચન, ચેસ તથા…

વધુ વાંચો >

નૈનીતાલ

નૈનીતાલ : ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ વિભાગમાં આવેલો જિલ્લો – જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ : તે 29 23´ ઉ. અ. અને 79 30´ પૂ. રે. પર સ્થિત છે. બાહ્ય હિમાલયમાં આવેલો આ જિલ્લો જેની ઉત્તરે અલમોડા અને પૂર્વે ચંપાવટ જિલ્લા, પશ્ચિમે પૌરી ગઢવાલ જિલ્લો અને ઉત્તરપ્રદેશ…

વધુ વાંચો >

નૈરોબી

નૈરોબી : કેન્યાનું પાટનગર તથા પૂર્વ આફ્રિકાનું ધીકતું વ્યાપારી મથક. ભૌગોલિક સ્થા. 1° 17´ દ. અ. અને 36° 49´ પૂ. રે.. તે વિષુવવૃત્તની દક્ષિણે 145 કિમી. અંતરે આવેલું છે. તે દક્ષિણ મધ્ય કેન્યામાં સમુદ્રસપાટીથી 1,660 મી. ઊંચાઈ પરના મેદાની પ્રદેશમાં વિસ્તરેલું છે. તેનો વિસ્તાર 684 ચોકિમી. અને મેટ્રોની કુલ વસ્તી…

વધુ વાંચો >

નોત્રદામ પર્વતમાળા

નોત્રદામ પર્વતમાળા : કૅનેડાના ક્વિબેક પ્રાંતના પૂર્વમાં આવેલી પર્વતમાળા. યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ ભાગમાં આવેલા ઍપેલેશિયન પર્વતસંકુલનું તેમજ વરમૉન્ટ રાજ્યમાં આવેલા ‘ગ્રીન માઉન્ટેન્સ’નું તે ઈશાનતરફી વિસ્તરણ છે. આ પર્વતમાળા નૈર્ઋત્ય-ઈશાન ઉપસ્થિતિ(trend)વાળી છે અને સેન્ટ લૉરેન્સ નદીની દક્ષિણે તેને લગભગ સમાંતર ચાલી જાય છે. ગૅસ્પ દ્વીપકલ્પની મધ્યમાંથી આરપાર જતી આ પર્વતમાળા ઈશાન…

વધુ વાંચો >

નૉર્થ, ડગ્લાસ સેસિલ

નૉર્થ, ડગ્લાસ સેસિલ (જ. 5 નવેમ્બર 1920, કૅમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, અમેરિકા; અ. 23 નવેમ્બર 2015, મિશિગન, અમેરિકા) : 1993ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના રૉબર્ટ વિલિયમ ફૉગેલના સહવિજેતા. અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1953–83 દરમિયાન વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કર્યું. સાથોસાથ અર્થતંત્રને લગતી ઘણી સરકારી અને બિનસરકારી સમિતિઓમાં તેમણે…

વધુ વાંચો >

નોવા ઇગ્વાઝુ

નોવા ઇગ્વાઝુ : બ્રાઝિલનું પરગણું અને તે જ નામ ધરાવતું ઔદ્યોગિક નગર. તે રિયો-દ-જાનેરો શહેરની ઉત્તર પશ્ચિમે 22° 45´ દ. અ. અને 43° 27´ પ. રે. પર આવેલું છે. તેનું જૂનું નામ મૅક્ષામબામ્બા હતું. તે સારાપુઈ નદીની ખીણમાં સમુદ્રની સપાટીથી 26 મી.ની ઊંચાઈ પર આવેલું છે. તેની પૂર્વે બેલફૉર્ડ રોક્સો…

વધુ વાંચો >

નૌકચોટ (Nouakchott)

નૌકચોટ (Nouakchott) : પશ્ચિમ આફ્રિકાના મૉરિટાનિયા પ્રજાસત્તાક દેશનું પાટનગર અને મોટામાં મોટું શહેર. દેશના પશ્ચિમ છેડે આટલાન્ટિક મહાસાગરના કિનારા નજીક 18° 06´ ઉ. અ. અને 15° 57´ પ. રે. પર તે આવેલું છે. દક્ષિણે આવેલા સેનેગલના પાટનગર ડાકરથી તે ઈશાનમાં 435 કિમી. અંતરે છે. તેની ઉત્તરે નૌમઘર બંદર, અગ્નિ તરફ…

વધુ વાંચો >

નૌમી (Noumea, Numea)

નૌમી (Noumea, Numea) : પૅસિફિક મહાસાગરના નૈર્ઋત્ય ભાગમાં આવેલા ટેરીટરી ઑવ્ ન્યૂ કેલિડોનિયાનું પાટનગર, બંદર તથા મોટામાં મોટું શહેર. આ પ્રદેશ ફ્રેન્ચોની વિદેશી વસાહત છે. ભૌગોલિક સ્થાન : 22° 16´ દ. અ. અને 166° 27´ પૂ. રે. ઊંડું પાણી ધરાવતું આ બંદર ત્રણ બાજુએ ભૂમિથી ઘેરાયેલું છે, દક્ષિણ તરફ પૅસિફિક…

વધુ વાંચો >