બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ધારવાડ
ધારવાડ : દક્ષિણ ભારતમાં આવેલા કર્ણાટક રાજ્યનો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને મુખ્ય શહેર. જિલ્લાનો કુલ વિસ્તાર 4,260 ચોકિમી. જેટલો છે અને કુલ વસ્તી 18,46,993 (2011) છે. શહેરની વસ્તી આશરે 8 લાખ (2022) જેટલી છે. જિલ્લામાં ધારવાડ ઉપરાંત ગડગ, સાવનૂર તથા હંગલ એ ત્રણ મુખ્ય શહેરો છે. ગડગ ઔદ્યોગિક કેન્દ્ર…
વધુ વાંચો >ધિંગરા (ઢિંગરા), મદનલાલ
ધિંગરા (ઢિંગરા), મદનલાલ (જ. 1887, અમૃતસર; અ. 17 ઑક્ટોબર 1909, લંડન) : ભારતના એક અગ્રણી ક્રાંતિકારી દેશભક્ત. પંજાબના ધનિક અને સન્માનનીય કુટુંબમાં જન્મ. પિતા ડૉકટર તથા મોટા ભાઈ વકીલ હતા. 1906માં પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી ઉચ્ચ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં એન્જિનિયરિંગનું શિક્ષણ આપતી સંસ્થામાં દાખલ થયા. ખુદીરામ…
વધુ વાંચો >ધીખતી ધરા નીતિ
ધીખતી ધરા નીતિ : યુદ્ધ દરમિયાન લશ્કર દ્વારા અપનાવવામાં આવતી વ્યૂહરચના. આ નીતિ વડે ધસી આવતા શત્રુના સૈન્ય સામે પીછેહઠ કરતાં પહેલાં શત્રુને આગળ વધવા માટે ઉપયોગી નીવડે તેવી સાધનસામગ્રીનો નાશ કરવામાં આવે છે અને તે દ્વારા શત્રુની આગેકૂચમાં અવરોધો ઊભા કરવા માટે ભૂમિભાગ પણ વેરાન કરવામાં આવે છે. સામાન્ય…
વધુ વાંચો >ધુળે
ધુળે : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો, જિલ્લામથક અને શહેર. શહેરનું જૂનું નામ ધૂળિયા હતું. ભૌગોલિક સ્થાન : 20° 55´ ઉ. અ. અને 74° 50´ પૂ. રે.. બ્રિટિશ શાસનકાળ દરમિયાન તે ખાનદેશ જિલ્લાનો ભાગ હતો. 1960માં રાજ્યપુનર્રચના થઈ ત્યારે તેનો સ્વતંત્ર જિલ્લો બનાવવામાં આવ્યો. જિલ્લાનો કુલ વિસ્તાર 8,061 ચોકિમી. છે. તે 20°…
વધુ વાંચો >ધોળકિયા, દિલીપ
ધોળકિયા, દિલીપ (જ. 15 ઑક્ટોબર 1921, જૂનાગઢ; અ. 2 જાન્યુઆરી 2011, મુંબઈ) : સુગમ સંગીત તથા ચલચિત્રજગતના જાણીતા ગાયક, સ્વરકાર તથા સંગીતનિર્દેશક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ જૂનાગઢની બહાદુરખાનજી હાઈસ્કૂલમાં લીધું, જ્યાં રંગભૂમિ તથા ચલચિત્ર-જગતનાં ભાવિ કલાકાર અભિનેત્રી દીના ગાંધી (પાઠક) તેમનાં સહાધ્યાયી હતાં. પિતાનું નામ ભોગીલાલ. તેઓ વ્યવસાયે ઇજનેર હતા.…
વધુ વાંચો >નત્થનખાં
નત્થનખાં (જ. 1840; અ. 1900) : આગ્રા ઘરાનાના ભારતીય ગાયક. પિતાનું નામ શેરખાં. તેમના પૂર્વજો રાજપૂત હતા, પરંતુ મુસ્લિમ શાસનકાળ દરમિયાન જે હિંદુ પરિવારોનું ધર્માંતર થયું તેમાં તેમના પરિવારનો પણ સમાવેશ થાય છે. નત્થનખાં બે વર્ષના હતા ત્યારે આ પરિવારે પ્રથમ મુંબઈ અને ત્યારબાદ આગ્રા ખાતે સ્થળાંતર કર્યું હતું. ત્યાં…
વધુ વાંચો >નર્મદા
નર્મદા : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં થઈને વહેતી નદી. ભારતની સાત પવિત્ર નદીઓ પૈકીની એક. ‘નર્મ’ એટલે સુખ અથવા આનંદ અને ‘દા’ એટલે દેનારી, એ અર્થમાં ‘નર્મદા’ એવું એનું પ્રચલિત નામ પડેલું છે. તેનાં હજાર નામ મળે છે; પરંતુ તે ‘રેવા’, ‘અમરજા’, ‘રુદ્રકન્યા’, ‘મૈકલ-કન્યા’ એવાં નામોથી પણ જાણીતી છે.…
વધુ વાંચો >નસાઉ (જર્મની)
નસાઉ (જર્મની) : જર્મનીનો ઐતિહાસિક વિસ્તાર. રહાઈન નદી અને ઐતિહાસિક હેસ પ્રદેશની વચ્ચેના વિસ્તારમાં બારમી સદીમાં ડ્યૂકના તાબા હેઠળ સ્થાપવામાં આવેલ સ્વતંત્ર એકમ/ઘટક. કાઉન્ટ ઑવ્ લૉરેન્બરીએ તે સ્થળ પર એક કિલ્લો બાંધ્યો હતો, જેના અનુવંશજ વાલરૅમે કાઉન્ટ ઑવ્ નસાઉનો ખિતાબ ધારણ કર્યો હતો. ત્યારપછી નસાઉ પર શાસન કરતું કુટુંબ બે…
વધુ વાંચો >નસાઉ (બહામા)
નસાઉ (બહામા) : ઉત્તર ઍટલાન્ટિકના કૅરિબિયન સમુદ્ર વિસ્તારના વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓમાંના બહામા નામના સ્વતંત્ર રાષ્ટ્રનું પાટનગર અને ત્યાંનું મોટામાં મોટું નગર. તે ન્યૂ પ્રૉવિડન્સ ટાપુ (207 ચોકિમી.)ના ઈશાન ભાગમાં કિનારા પરનું બંદર પણ છે. ભૌગોલિક સ્થાન 25° ઉ. અ. અને 77´ પ. રે પર તે આવેલું છે. તેની પશ્ચિમે એડિલેડ…
વધુ વાંચો >નહેરુ (નેહરુ), રામેશ્વરી
નહેરુ (નેહરુ), રામેશ્વરી (જ. 10 ડિસેમ્બર 1886, લાહોર; અ. 7 નવેમ્બર 1966) : અગ્રણી સામાજિક કાર્યકર. પંજાબમાં ઉછેર. પિતા દીવાનબહાદુર રાજા નરેન્દ્રનાથ પંજાબના અગ્રણી રાજકીય નેતા હતા. તેઓ સંયુક્ત પંજાબની વિધાનસભામાં પણ ચૂંટાયા હતા. શરૂઆતનું શિક્ષણ પરિવારમાં જ થયું. સોળમા વર્ષે બ્રિજલાલ નહેરુ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. બ્રિજલાલ મોતીલાલ નહેરુના…
વધુ વાંચો >