બાળકૃષ્ણ માધવરાવ મૂળે

દેવધર, દિનકર બળવંત

દેવધર, દિનકર બળવંત (જ. 14 જાન્યુઆરી 1892, આંધળ, જિલ્લો પુણે; અ. 24 ઑગસ્ટ 1993, પુણે) : ભારતીય ક્રિકેટના ભીષ્મપિતામહ તરીકે પ્રસિદ્ધ જમોડી બૅટ્સમૅન, મધ્યમ ગતિના ગોલંદાજ તથા સ્લિપના સ્થાનના ચપળ ફિલ્ડર. અભ્યાસમાં તેજસ્વી. સંસ્કૃત મુખ્ય વિષય સાથે 1915માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગ સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 13 વર્ષની ઉંમરે…

વધુ વાંચો >

દેવરિયા

દેવરિયા : ઉત્તરપ્રદેશ રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 26 6´ ઉ. અ.થી 26 48´ ઉ. અ. અને 83 21´ પૂ. રે.થી 84 16´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કુશીનગર જિલ્લો, પૂર્વમાં બિહાર રાજ્યના ગોપાલગંજ અને શિવાન જિલ્લા, દક્ષિણે મઉ અને બલિયા…

વધુ વાંચો >

દેવ, હૃદયનારાયણ

દેવ, હૃદયનારાયણ (જ. સત્તરમી સદી) : હિંદુસ્તાની સંગીતના વિખ્યાત શાસ્ત્રકાર. સત્તરમી સદીમાં થઈ ગયેલા આ શાસ્ત્રકાર મૂળ ગઢા રાજ્યના શાસક હતા, પરંતુ 1651માં યુદ્ધમાં પરાજિત થવાથી તેઓ મંડલા જતા રહ્યા હતા અને તેથી તે ‘ગઢામંડલા’ના રાજા તરીકે ઓળખાતા. પ્રારંભથી જ તેમને સાહિત્ય અને અન્ય લલિતકલાઓમાં રુચિ હતી. તેમણે સંસ્કૃત ભાષામાં…

વધુ વાંચો >

દેવળાલી

દેવળાલી : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું આરોગ્યધામ. તે નાસિકથી 6.4 કિમી. અંતરે આવેલું છે. મુંબઈ–નાગપુર વચ્ચેના રેલમાર્ગ પરનું તે મહત્વનું સ્ટેશન છે. ભારતના લશ્કરનું તે કાયમી મથક છે, જ્યાં સૈનિકોને તોપખાનાનું પ્રશિક્ષણ અપાય છે. ત્યાંની સ્થાનિક પ્રશાસનવ્યવસ્થા લશ્કરની છાવણી હસ્તક છે. ત્યાં મરાઠી તથા અંગ્રેજી માધ્યમની શાળાઓ ઉપરાંત ઉચ્ચ શિક્ષણની…

વધુ વાંચો >

દેવાસ

દેવાસ : મધ્યપ્રદેશના ઉજ્જૈન વિભાગનો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 22 57´ ઉ. અ. અને 76 03´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાથી વિંધ્યાચળ હારમાળાનો પ્રારંભ થાય છે. જિલ્લાની ઉત્તરે માલવાનો ઉચ્ચપ્રદેશ આવેલો છે, જ્યારે દક્ષિણે નર્મદા નદીનો ખીણવિસ્તાર આવેલો છે. દક્ષિણે નર્મદા નદી વહે છે. આ…

વધુ વાંચો >

દેવું

દેવું : ચોક્કસ સમયગાળા દરમિયાન આવક કરતાં ખર્ચ વધારે થાય ત્યારે તેને પહોંચી વળવા માટે હાથ ધરવામાં આવતો એક ઉપાય. વ્યક્તિ, ખાનગી પેઢીઓ તથા સરકાર અને અન્ય જાહેર સંસ્થાઓને સંજોગોવશાત્ તેનો સહારો લેવો પડે છે. પ્રાચીન સમયમાં દેવાને અનિષ્ટ ગણવામાં આવતું. દરેક આર્થિક ઘટકે પછી તે વ્યક્તિ હોય કે જાહેર…

વધુ વાંચો >

દેશમુખ, ચિંતામણ દ્વારકાનાથ

દેશમુખ, ચિંતામણ દ્વારકાનાથ (જ. 14 જાન્યુઆરી 1896, નાતા, કોલાબા જિ., મહારાષ્ટ્ર; અ. 2 ઑક્ટોબર 1982, હૈદરાબાદ) : વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવતા સનદી અધિકારી, બૅંકિંગ અને નાણાક્ષેત્રના નિષ્ણાત, ભારતીય રિઝર્વ બૅંકના પ્રથમ ભારતીય ગવર્નર તથા ભારતના ભૂતપૂર્વ નાણાપ્રધાન. પિતા મહાડ તાલુકાનાં ગામોમાં વકીલાત કરતા હતા. માતાનું નામ ભાગીરથી. પ્રાથમિક શિક્ષણ મહાડ તાલુકાની…

વધુ વાંચો >

દેશમુખ, દુર્ગાબાઈ

દેશમુખ, દુર્ગાબાઈ (જ. 15 જુલાઈ 1909, રાજામુંદ્રી; અ. 9 મે 1981, હૈદરાબાદ) : ભારતનાં અગ્રણી સામાજિક કાર્યકર, બાહોશ સાંસદ અને કુશળ વહીવટકર્તા. રાષ્ટ્રીયતાથી રંગાયેલા આંધ્રપ્રદેશના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ. બાળપણમાં જ પિતાનું અવસાન થતાં માતા દ્વારા ઉછેર. માતા પાસેથી બાળપણમાં સમાજકાર્યના બોધપાઠ મળ્યા. માતા જિલ્લા કૉંગ્રેસ કમિટીનાં મંત્રી હતાં. આઠ…

વધુ વાંચો >

દેસાઈ, આસિત

દેસાઈ, આસિત (જ. 28 જુલાઈ 1951, વડોદરા) : માતા-પિતા તરફથી ગુજરાતી સંગીતનો વારસો મેળવી સુગમ સંગીતના ક્ષેત્રે નામના મેળવનાર અગ્રણી ગાયક તથા સ્વરનિયોજક. બી.કૉમ. સુધીનો અભ્યાસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા ખાતે. ત્યાર બાદ તે જ યુનિવર્સિટીમાં ડિપ્લોમા ઇન વોકલ મ્યુઝિકનો અભ્યાસક્રમ પૂરો કર્યો. સંગીતક્ષેત્રે વધુ સિદ્ધિઓ મેળવવાના હેતુથી વડોદરાથી મુંબઈમાં…

વધુ વાંચો >

દેસાઈ, મણિભાઈ ભીમભાઈ

દેસાઈ, મણિભાઈ ભીમભાઈ (જ. 27 એપ્રિલ 192૦; અ. 14 નવેમ્બર 1993, પુણે) : ગાંધીવાદી રચનાત્મક કાર્યકર. સ્વાતંત્ર્યસૈનિક. વતન કોસમાડા, જિલ્લો સૂરત. પિતા ખેતી કરતા. માતાનું નામ રામીબહેન. મૅટ્રિકની પરીક્ષા પસાર કરી 1938માં. સૂરતમાં વિજ્ઞાનની કૉલેજમાં જોડાયા; પરંતુ ગાંધીજીના પ્રભાવથી, છેલ્લા વર્ષમાં અભ્યાસ છોડી, 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં જોડાયા. ભૂગર્ભમાં રહી…

વધુ વાંચો >