બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ચંદાવરકર, સર નારાયણ ગણેશ

ચંદાવરકર, સર નારાયણ ગણેશ (જ. 2 ડિસેમ્બર 1855, હોનાવર, કર્ણાટક; અ. 14 મે 1923, બૅંગાલુરુ) : અગ્રણી સમાજસુધારક, ધારાશાસ્ત્રી તથા રાજનીતિજ્ઞ. 1871માં મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિક તથા 1876માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા પાસ કરી. તે જ કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. 1881માં સરકારી લૉ કૉલેજમાંથી એલએલ.બી. થયા અને વકીલાત શરૂ કરી.…

વધુ વાંચો >

ચંબા (જિલ્લો)

ચંબા (જિલ્લો) : ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યની વાયવ્ય દિશાએ આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 32 34´ ઉ. અ. અને 76 08´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની વાયવ્યે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો કિશ્તવાર અને ડોડા જિલ્લો, પશ્ચિમે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ, નૈર્ઋત્યે અને પૂર્વે લાહૂલ અને બારાભાંગલ જિલ્લો, અગ્નિએ કાંગરા…

વધુ વાંચો >

ચાવડા, નાગરદાસ અર્જુનદાસ

ચાવડા, નાગરદાસ અર્જુનદાસ (જ. 1905, વડોદરા; અ. 15 એપ્રિલ 1965, અમદાવાદ) : દિલરુબાના ઉત્કૃષ્ટ વાદક તથા તે વાદ્યને ભારતમાં એક સ્વતંત્ર વાદ્ય તરીકે પ્રસ્થાપિત કરનાર પ્રજ્ઞાચક્ષુ સંગીતકાર. સૌરાષ્ટ્રના ચૂડા પાસેના ચોકડી ગામના વતની. માતા-પિતા ભજનિક હોવાથી નાનપણથી સંગીતના સંસ્કાર પરિવારમાં અનાયાસે પ્રાપ્ત થયા હતા. માત્ર નવ માસની ઉંમરે આંખો ગુમાવી.…

વધુ વાંચો >

ચાંડી, કે. એમ.

ચાંડી, કે. એમ. (જ. 6 ઑગસ્ટ 1921, પલાઈ; અ. 7 સપ્ટેમ્બર 1998, એર્નાકુલમ્, કેરાલા) : કેરળના અગ્રણી રાજનીતિજ્ઞ.1982–83માં ટૂંકા ગાળા માટે પોંડિચેરીના ઉપરાજ્યપાલ. 1983માં ગુજરાતના રાજ્યપાલ તથા 1983–87ના ગાળામાં મધ્યપ્રદેશના રાજ્યપાલ. અંગ્રેજી વિષય સાથે એમ.એ.ના અભ્યાસ દરમિયાન રાષ્ટ્રીય આંદોલનમાં જોડાયા. આઝાદી પછી ત્રણ વાર પ્રાંતીય વિધાનસભામાં ચૂંટાયા, કેરળ વિધાનસભામાં કૉંગ્રેસ…

વધુ વાંચો >

ચિત્તરંજન

ચિત્તરંજન : પશ્ચિમ બંગાળના બરદ્વાન જિલ્લામાં આવેલું રેલવે એન્જિનો બનાવતા જાહેર ક્ષેત્રના કારખાનાનું મથક. તે કોલકાતાની વાયવ્ય દિશામાં આશરે 230 કિમી. અંતરે વસેલું છે અને પશ્ચિમ બંગાળના ઔદ્યોગિક નગર દુર્ગાપુરથી આશરે 40 કિમી. અંતરે છે. ભૌગોલિક સ્થાન : 23° 52’ ઉ. અ. અને 86° 52’ પૂ. રે.. તેની ઉત્તરમાં સંથાલ…

વધુ વાંચો >

ચિત્તાલ, યશંવત વિઠોબા

ચિત્તાલ, યશંવત વિઠોબા (જ. 3 ઑગસ્ટ 1928, હાનેહળ્ળી, કર્ણાટક; અ. 22 માર્ચ 2014, મુંબઇ) : કન્નડ ભાષાના જાણીતા સાહિત્યકાર. કર્ણાટક રાજ્યના ગોકર્ણ તીર્થક્ષેત્રની ઉત્તરે આવેલા હાનેહળ્ળીના વતની. માતૃભાષા કોંકણી. શરૂઆતનું શિક્ષણ ધારવાડ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ મુંબઈ તથા અમેરિકામાં ન્યૂ જર્સીની સ્ટિવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી ખાતે લીધું. વ્યવસાયે કેમિકલ એન્જિનિયર.…

વધુ વાંચો >

ચિદમ્બરમ્ પી.

ચિદમ્બરમ્ પી. (જ. 16 સપ્ટેમ્બર 1945, કન્દનુર, જિલ્લો શિવગંગા, તમિળનાડુ) : સ્વાતંત્ર્યોત્તરકાળના ભારતના રાજકારણમાં સ્વચ્છ છબી ધરાવતા રાજપુરુષ. તેમના નામ સાથે જોડાયેલા પાલિનિયાપ્પન એ તેમના પૂર્વજો પાસેથી ચાલતી આવતી અટક છે. તેમનો જન્મ ચેટ્ટિનાડના રાજવંશમાં થયો હતો. તેમનું માધ્યમિક શિક્ષણ ચેન્નાઈ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ ચેન્નાઈની જ પ્રેસિડેન્સી કૉલેજમાં થયું…

વધુ વાંચો >

ચિનાબ

ચિનાબ : પંજાબની પાંચ નદીઓમાંની એક. ઋગ્વેદમાં અસિકની (રેત વિનાની) નામથી આ નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની લંબાઈ 960 કિમી. છે તથા સમુદ્રસપાટીથી 300 મીટર જેટલી ઊંચાઈ પરનું તેનું જલસ્રાવક્ષેત્ર 27,529 ચોકિમી. જેટલું છે. લાહુલ પ્રદેશમાં ઊગમ ધરાવતી તથા ચંદ્રા અને ભાગા નદીઓના સંગમથી તે ચિનાબ નામ ધારણ કરે…

વધુ વાંચો >

ચુર

ચુર : સ્વિટ્ઝર્લૅન્ડના ગ્રિસન્સ પરગણાનું પાટનગર તથા મુખ્ય વેપારકેન્દ્ર. રહાઇન તથા પ્લેશર નદીઓના સંગમ પર તે આવેલું છે. લીચટેનસ્ટેન સરહદથી આ નગર 24 કિમી. અંતરે છે. ત્યાંના મોટા ભાગના લોકો જર્મન ભાષા બોલે છે. વેપાર ઉપરાંત તે પર્યટનનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. નગરને સીમાડે આવેલી પથ્થરની પ્રાચીન વિશાળ ઇમારતો, આસપાસના…

વધુ વાંચો >

ચેક

ચેક : નિશ્ચિત બૅંકર પર લખવામાં આવેલી અને રજૂ કર્યે તુરત જ ચુકવણીપાત્ર ઠરતી હૂંડી. ચેક એ કોઈ એક વ્યક્તિએ પોતાની સહી સાથે કોઈક નિશ્ચિત બૅંકર પર લખેલો બિનશરતી આદેશ છે. એમાં લખનાર વ્યક્તિ બકરને આદેશ આપે છે કે તેમાં જણાવેલ ચોક્કસ રકમ તેમાં જણાવેલ ચોક્કસ વ્યક્તિને અગર તો તેના…

વધુ વાંચો >