બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ખોટે, દુર્ગા
ખોટે, દુર્ગા (જ. 13 જાન્યુઆરી 1905, મુંબઈ; અ. 22 સપ્ટેમ્બર 1991, મુંબઈ) : ભારતીય ચલચિત્રજગતનાં વિખ્યાત અભિનેત્રી. મુંબઈના મધ્યમવર્ગીય શિક્ષિત પરિવારમાં જન્મ. મુંબઈની કેથીડ્રલ સ્કૂલમાં શિક્ષણ લીધું. મહિલાઓના સમાન અધિકારોનાં હિમાયતી અવંતિકા ગોખલેના પ્રભાવ હેઠળ આવતાં, જે જમાનામાં નાટક કે ચલચિત્ર જેવું ક્ષેત્ર સ્ત્રીઓ માટે નિષિદ્ધ ગણાતું તે જમાનામાં આ…
વધુ વાંચો >ખ્વાજા નઝિમુદ્દીન
ખ્વાજા નઝિમુદ્દીન (જ. 19 જુલાઈ 1894, ઢાકા; અ. 22 ઑક્ટોબર 1964, ઢાકા) : અગ્રણી રાજનીતિજ્ઞ તથા પાકિસ્તાનના ભૂતપૂર્વ ગવર્નર જનરલ. અમીર કુટુંબમાં જન્મ. પિતા ખ્વાજા નિઝામુદ્દીન ધનિક જમીનદાર હતા. શરૂઆતનું શિક્ષણ ઢાકા ખાતે લીધા પછી ઉચ્ચ શિક્ષણ અલીગઢ તથા ઇંગ્લૅન્ડ ખાતે લીધું. મુસ્લિમ સમાજના પ્રશ્નોમાં શરૂઆતથી જ રુચિ ધરાવતા. મહમદઅલી…
વધુ વાંચો >ગડકરી, રામ ગણેશ
ગડકરી, રામ ગણેશ (જ. 26 મે 1885, નવસારી, ગુજરાત; અ. 23 જાન્યુઆરી 1919, સાવનેર, વિદર્ભ, મહારાષ્ટ્ર) : વિખ્યાત મરાઠી નાટ્યકાર, હાસ્યલેખક અને કવિ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના જામનગર અને કરજણ ખાતે જ્યારે પ્રથમ વર્ષ સુધીનું ઉચ્ચશિક્ષણ પુણે ખાતે. તે પહેલાં થોડાક સમય માટે કિર્લોસ્કર નાટક મંડળીમાં કલાકારોના તથા અન્ય…
વધુ વાંચો >ગઢવી, ભીખુદાન
ગઢવી, ભીખુદાન (જ. 19 સપ્ટેમ્બર 1948, ખીજદડ, જિ. પોરબંદર) : ગુજરાતી લોકસંગીતના અગ્રણી કલાકાર. પિતાનું નામ ગોવિંદભાઈ. વતન માણેકવાડા, જિલ્લો જૂનાગઢ. અભ્યાસ ધોરણ 10 સુધી. વ્યવસાયે ખેડૂત; પરંતુ આકાશવાણી, દૂરદર્શન તથા જાહેર કાર્યક્રમોમાં લોકસંગીતના પ્રસ્તુતીકરણમાં વ્યસ્ત રહે છે. તેમને ગાવાની કલા વારસામાં સાંપડી છે. તેમણે ગુજરાતમાં ઠેર ઠેર તથા સમગ્ર…
વધુ વાંચો >ગણેશન્, જૈમિનિ
ગણેશન્, જૈમિનિ (જ. 17 નવેમ્બર 1920, પદુકોટ્ટાઈ; અ. 27 માર્ચ 2005, ચેન્નાઈ) : તમિળ ફિલ્મોના વિખ્યાત અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક. નાનપણમાં પિતાનું અવસાન થતાં માતા દ્વારા ઉછેર. રસાયણશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાં વ્યાખ્યાતા નિમાયા. આકર્ષક શરીરસૌષ્ઠવ અને ખુશમિજાજને કારણે લોકપ્રિય બન્યા. 1945માં તમિળ ચલચિત્રજગતના વિખ્યાત દિગ્દર્શક…
વધુ વાંચો >ગણેશન્, શિવાજી
ગણેશન્, શિવાજી (જ. 1 ઑક્ટોબર 1928, વિલ્લપુરમ્, તામિલનાડુ; અ. 21 જુલાઈ 2001, ચેન્નાઇ, તામિળનાડુ) : દક્ષિણ ભારતીય અને ખાસ કરીને તમિળ ચલચિત્રજગતના વિખ્યાત અભિનેતા. પિતા ચિનૈયા પિલ્લાઈ અને માતા રાજમણિ. બાળપણથી અભિનય પ્રત્યે વિશેષ અભિરુચિ. નાની ઉંમરમાં પોતાના ગામમાં ધાર્મિક કે સામાજિક પ્રસંગે તથા શાળાના ઉત્સવોમાં નાનાંમોટાં નાટકો અને પ્રદર્શનોમાં…
વધુ વાંચો >ગણેશોત્સવ
ગણેશોત્સવ : હિંદુઓના ઉપાસ્યદેવતા ગણપતિને કેન્દ્રમાં રાખીને ભારતભરમાં ઊજવાતો સાર્વજનિક ઉત્સવ. ગણપતિ બુદ્ધિદાતા, વિઘ્નહર્તા દેવ છે એવી શ્રદ્ધા લોકોમાં રૂઢ થયેલી છે. ગણેશોત્સવની શરૂઆત મહારાષ્ટ્રમાં પેશવાના શાસનકાળ દરમિયાન થઈ હતી. ત્યાં તે સાત દિવસ સુધી ઊજવાતો અને તેમાં ગણેશની મૂર્તિની પૂજાઅર્ચના અને આરતી ઉપરાંત કીર્તન, સ્તોત્રપાઠ અને ધર્મગ્રંથોના પારાયણ જેવા…
વધુ વાંચો >ગરવારે, ભાલચંદ્ર દિગંબર
ગરવારે, ભાલચંદ્ર દિગંબર (જ. 21 ડિસેમ્બર 1903, સતારા; અ. 2 નવેમ્બર 1990, પુણે) : ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ તથા ગરવારે ઉદ્યોગ સંકુલના સ્થાપક. અત્યંત વિપરીત આર્થિક પરિસ્થિતિને લીધે મૅટ્રિક સુધી પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકેલા નહિ. 1921માં મુંબઈ આવ્યા અને તે વખતની બી.બી.સી.આઈ. રેલવેના રોકડ ખાતામાં કારકુન તરીકે જોડાયા. પરંતુ બાળપણથી…
વધુ વાંચો >ગંગા
ગંગા : ભારતની સર્વ નદીઓમાં અત્યંત પવિત્ર મનાતી નદી. હિમાલયમાં આશરે 4062 મીટરની ઊંચાઈએ આવેલી ગંગોત્રી ગ્લેશિયરની ગોમુખ તરીકે ઓળખાતી હિમગુહાથી આરંભી ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં થઈ 2,510 કિલોમીટરનો પ્રવાસ કરતી ગંગા બંગાળના ઉપસાગરને મળે છે. ગંગાના ઉદ્ગમ વિશેની પુરાકથાઓમાં તેનું અત્યંત પાવનત્વ સૂચવાયું છે. ગંગા શબ્દની વ્યુત્પત્તિ પણ આવા…
વધુ વાંચો >ગાઝી, અબ્દુલ રશીદ
ગાઝી, અબ્દુલ રશીદ (જ. 29 જાન્યુઆરી 1964, ઇસ્લામાબાદ, પાકિસ્તાન; અ. 1૦ જુલાઈ 2૦૦7, ઇસ્લામાબાદ, પાકિસ્તાન) : ઉગ્રવાદી મુસ્લિમ ધર્મગુરુ અને ઇસ્લામાબાદ ખાતેની લાલ મસ્જિદના મુખ્ય ધર્મગુરુ. મૌલાના અબ્દુલ અઝીઝના નાના ભાઈ. તેમના પિતા મૌલાના અબ્દુલે તેમને બાળપણમાં ઇસ્લામ ધર્મના શિક્ષણ માટે મદ્રેસામાં દાખલ કરેલા; પરંતુ થોડાક જ સમય બાદ તેઓ…
વધુ વાંચો >