બાળકૃષ્ણ માધવરાવ મૂળે
કોનેક્ટિકટ (કનેક્ટિકટ)
કોનેક્ટિકટ (કનેક્ટિકટ) : અમેરિકન સંઘરાજ્યનાં મૂળ 13 રાજ્યો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : 41o 45′ ઉ.અ. અને 72o 45′ પ.રે.. દેશના ઈશાન કોણમાં તે આવેલું છે. રાજ્યના મૂળ આદિવાસી રહેવાસીઓની ભાષાના Quinnehtukqut શબ્દ પરથી તેનું નામ પાડવામાં આવ્યું છે. તેની ઉત્તરે મૅસેચૂસેટ્સ, પૂર્વે ર્હોડ આઇલૅન્ડ, દક્ષિણે લૉંગ આઇલૅન્ડ સાઉન્ડ તથા…
વધુ વાંચો >કૉન્સલ
કૉન્સલ : આંતરરાષ્ટ્રીય રાજ્યવ્યવહારના અંગરૂપે દેશનાં હિતોનું રક્ષણ કરવા તથા વ્યાપારી સંબંધો વિકસાવવા માટે વિદેશમાં નિમાયેલ ઉચ્ચ કક્ષાનો સનદી અધિકારી. આ પ્રથા મધ્યયુગમાં શરૂ કરવામાં આવી હતી. તે પહેલાં (પ્રાચીન રોમમાં) ઈ.પૂર્વે 510માં રોમ પ્રજાસત્તાક બન્યું ત્યારે કોમીશિયા સેન્ચુરિયાટા નામની કમિટી દ્વારા બે વ્યક્તિઓને એક વર્ષના ગાળા માટે કૉન્સલ તરીકે…
વધુ વાંચો >કૉન્સેન્ટ્રેશન કૅમ્પ
કૉન્સેન્ટ્રેશન કૅમ્પ : યુદ્ધકેદીઓને તથા રાજકીય કેદીઓને અટકાયતમાં રાખવા માટેનાં ખુલ્લાં (open sky) કારાગૃહો. કેદીઓ પર આરોપનામું મૂકવામાં આવતું નથી કે તેમની સામે ન્યાયાલયમાં કામ પણ ચલાવવામાં આવતું નથી. આવી છાવણીઓ બે પ્રકારની હોય છે : (1) યુદ્ધ કે નાગરિક વિદ્રોહ દરમિયાન અટકાયતમાં લેવામાં આવેલા કેદીઓ માટેની છાવણીઓ, જે લશ્કરની…
વધુ વાંચો >કોપનહેગન
કોપનહેગન (Copenhagen) : ડેનમાર્કનું સૌથી મોટું નગર. ભૌગોલિક સ્થાન : 55o 40′ ઉ.અ. અને 72o 35′ પૂ.રે. (સ્થાપના 1167). 1445થી દેશનું પાટનગર તથા તેનું રાજકીય, વહીવટી, વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર. તે ઝીલૅન્ડ અને અમાગરના બે દ્વીપો પર, ડેનમાર્કને સ્વીડનથી જુદા પાડતા તથા બાલ્ટિક સમુદ્રને ઉત્તર સમુદ્ર સાથે જોડતા જળમાર્ગના દક્ષિણ…
વધુ વાંચો >કોપરનિકસ નિકોલસ
કોપરનિકસ નિકોલસ (જ. 19 ફેબ્રુઆરી 1473, ટૉર્ન, પોલૅન્ડ; અ. 24 મે 1543, ફ્રોમ્બોર્ક [ફ્રુએન્બર્ગ]) : પોલિશ ખગોળવેત્તા, ચિંતક તથા આધુનિક ખગોળશાસ્ત્રના સ્થાપક. પિતા ધનિક વ્યાપારી તથા ન્યાયાધીશ. પિતાના અકાળ અવસાન(1483)ને લીધે મામાને ત્યાં તેમનો ઉછેર. 1491માં મૅટ્રિક થયા બાદ ગણિત, ખગોળશાસ્ત્ર તથા તત્વજ્ઞાનના અભ્યાસ માટે શ્રેષ્ઠ ગણાતી પોલૅન્ડની ક્રેકાઉ યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >કોપલૅન્ડ ઍરોન
કોપલૅન્ડ ઍરોન (જ. 14 નવેમ્બર 1900, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 2 ડિસેમ્બર 1990, નોર્થ ટેરીટાઉન, ન્યૂયૉર્ક, યુ. એસ.) : વિખ્યાત અમેરિકન સ્વરનિયોજક. બાળપણમાં સંગીત પ્રત્યે રુચિ પેદા થતાં પિયાનો શીખ્યા, ગીત-વાદ્ય મંડળીના કાર્યક્રમોમાં હાજરી આપતા તથા પ્રસિદ્ધ સંગીતકાર રુબિન ગોલ્ડમાર્ક પાસે સ્વરજ્ઞાન પ્રાપ્ત કર્યું. આઠ વર્ષની ઉંમરે માતાને સંબોધીને ગીતની કેટલીક…
વધુ વાંચો >કૉફેપોસા
કૉફેપોસા (Conservation of Foreign Exchange and Prevention of Smuggling Act – COFEPOSA) : હૂંડિયામણનું રક્ષણ કરવા, દાણચોરીની પ્રવૃત્તિ અટકાવવા ભારત સરકાર દ્વારા કરવામાં આવેલો કાયદો (1974). આ કાયદાના આમુખમાં જણાવવામાં આવ્યું છે કે વિદેશી હૂંડિયામણ અંગેના નિયમોના ભંગથી તથા દાણચોરીની પ્રવૃત્તિઓથી દેશના અર્થતંત્ર પર હાનિકારક અસર થાય છે. આ કાયદાના…
વધુ વાંચો >કૉમિકૉન
કૉમિકૉન : વિશ્વના સામ્યવાદી દેશોના અર્થતંત્ર વચ્ચે સમન્વય સાધવા તથા સ્વાવલંબનના પાયા પર એકબીજાને પૂરક બને તે રીતે દરેક સભ્ય દેશના આર્થિક વિકાસ માટે ઊભું કરવામાં આવેલું સંગઠન. સ્થાપના જાન્યુઆરી 1949, મુખ્ય કાર્યાલય મૉસ્કો ખાતે. રશિયા, હંગેરી, પોલૅન્ડ, ચેકોસ્લોવાકિયા અને બલ્ગેરિયા તેના સ્થાપક સભ્યદેશો (charter members) હતા, તે પછી સંગઠનમાં…
વધુ વાંચો >કૉમિન્ટર્ન (કૉમિન્ફૉર્મ)
કૉમિન્ટર્ન (કૉમિન્ફૉર્મ) : રશિયાના સામ્યવાદી પક્ષના નેતૃત્વ હેઠળ ઊભું કરવામાં આવેલું વિશ્વના સામ્યવાદી પક્ષોનું સંગઠન. આખું નામ કૉમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલ. વિશ્વભરનાં ક્રાંતિકારી પરિબળોને સંગઠિત કરવાં તથા યુરોપમાં ચાલતી ક્રાંતિકારી ચળવળને માર્ગદર્શન પૂરું પાડવું એ તેના મુખ્ય ઉદ્દેશ હતા. તેથી યુરોપના ક્રાંતિકારીઓને આંતરરાષ્ટ્રીય ટેકો તથા માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે તે વિચારથી કૉમિન્ટર્નની…
વધુ વાંચો >કોમિલ્લા
કોમિલ્લા (Comilla) : બાંગલા દેશના ચટ્ટગાંવ વિભાગમાં આવેલું કોમિલા જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 23o 27′ ઉ. અ. અને 91o 12′ પૂ. રે.. મેઘના નદીની ઉપનદી ગોમતીની દક્ષિણે તે આવેલું છે તથા ઢાકા અને ચટ્ટગાંવ સાથે રેલ અને રસ્તા દ્વારા જોડાયેલું છે. વિસ્તાર : 6,713 ચો.કિમી. વસ્તી : નગરની…
વધુ વાંચો >