બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ઍર-માર્શલ

ઍર-માર્શલ : દેશના હવાઈ દળના ઉચ્ચ અધિકારીનું પદ અને હોદ્દો (rank). ઇંગ્લૅન્ડમાં એપ્રિલ, 1918માં રૉયલ ઍરફોર્સ(RAF)ની સ્થાપના થયા પછી હવાઈ દળમાં કમિશન મેળવીને દાખલ થતા અધિકારીઓ માટે ઑગસ્ટ 1919ના જાહેરનામા દ્વારા વિભિન્ન હોદ્દા નિર્ધારિત કરવામાં આવ્યા હતા. તેમાં ઍર-વાઇસ માર્શલ, ઍર-માર્શલ, ઍર-ચીફ માર્શલ તથા માર્શલ ઑવ્ ધ રૉયલ એરફૉર્સ ચઢતા…

વધુ વાંચો >

એરહાર્ડ લુડવિગ

એરહાર્ડ, લુડવિગ (જ. 4 ફેબ્રુઆરી 1897, ફર્થ, જર્મની; અ. 5 મે 1977, બૉન) : જર્મનીના અર્થશાસ્ત્રી અને મુત્સદ્દી. ફ્રૅંકફર્ટ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફી(Ph.D.)ની ઉપાધિ. 1939 સુધી ન્યુરેમ્બર્ગ ખાતે માર્કેટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું સંચાલન કર્યું. નાઝી લેબર ફ્રન્ટમાં જોડાવાનો ઇન્કાર કરતાં તેમને 1992માં બરતરફ કરવામાં આવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકન…

વધુ વાંચો >

એરિક્સન, એરિક ઓમબર્જર

એરિક્સન, એરિક ઓમબર્જર (Homberger) (જ. 15 જૂન 1902 ફ્રેન્કફર્ટ, જર્મની; અ. 12 મે 1994, માસાયુસેટ્સ, યુ. એસ.) : જાણીતા અમેરિકન મનોવિશ્લેષક. મનોવિશ્લેષણ દ્વારા પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ માનવવિદ્યાઓ, ઇતિહાસ તથા મનોવિજ્ઞાનના વિકાસ માટે કરવાની પહેલ તેમણે કરી હતી; જેને લીધે વર્તનલક્ષી વિદ્યાઓ તથા સમાજવિદ્યાઓના ક્ષેત્રમાં તેમનો વિશેષ પ્રભાવ દેખાય છે. ઔપચારિક…

વધુ વાંચો >

ઍરિઝોના

ઍરિઝોના : યુનાઇટેડ સ્ટેટ્સ સંલગ્ન રાજ્યો પૈકીનું એક રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે યુ.એસ.ના નૈર્ઋત્ય ભાગમાં, 310 21’થી 370 00´ ઉ. અ. અને 1090 03´થી 1140 50´ પ.રે.ની વચ્ચેનો 2,95,276 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યની ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ લંબાઈ અનુક્રમે 650 કિમી. અને 550 કિમી. જેટલી છે. કદની…

વધુ વાંચો >

ઍરિસ્ટૉફનીઝ ઑવ્ બાઇઝેન્ટિયમ

ઍરિસ્ટૉફનીઝ ઑવ્ બાઇઝેન્ટિયમ (ઈ. પૂર્વે આશરે 260-180) : ગ્રીક વિવેચક, કોશકાર તથા વૈયાકરણ. મોટા ભાગનું જીવન ઍૅલેક્ઝાન્ડ્રિયામાં વિતાવ્યું. તે જમાનાના મહાન વિદ્વાનો પાસે શરૂઆતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ઈ. પૂ. 195ના અરસામાં તે ઍલેક્ઝાન્ડ્રિયાના સુવિખ્યાત ગ્રંથાલયના પ્રમુખ ગ્રંથપાલ નિમાયા હતા. આ ગ્રંથાલય મહાન સિકંદરના સેનાપતિ તથા તે પછી ઇજિપ્તના રાજા…

વધુ વાંચો >

ઍરો, કેનેથ જૉસેફ

ઍરો, કેનેથ જૉસેફ (જ. 23 ઑગસ્ટ 1921, ન્યૂયૉર્ક; અ. 21 ફેબ્રુઆરી 2017, કેલિફોર્નિયા, યુ. એસ.) : આર્થિક સમતુલાના સિદ્ધાંતમાં તથા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં વિશિષ્ટ પ્રદાન આપનાર અમેરિકન અર્થશાસ્ત્રી. 1972માં તેમને પ્રો. જે. આર. હિક્સ સાથે સંયુક્ત રીતે અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે 1940માં સિટી કૉલેજ ઑવ્ ન્યૂયૉર્કમાંથી સ્નાતકની…

વધુ વાંચો >

ઍલન, આર. જી. ડી.

ઍલન, આર. જી. ડી. (જ. 3 જૂન 1906 યુ. કે.; અ. 29 સપ્ટેમ્બર 1983 યુ. કે.) : સુવિખ્યાત ગાણિતિક, અર્થશાસ્ત્રી તથા આંકડાશાસ્ત્રી. ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ ખાતેની સિડની સસેક્સ કૉલેજમાં શિક્ષણ પૂરું કર્યા પછી 1928માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં અધ્યાપક તરીકે જોડાયા. ગ્રાહકના બુદ્ધિયુક્ત વર્તનના સૈદ્ધાંતિક વિશ્લેષણમાં, ક્રમવાચક તુષ્ટિગુણની વિભાવના પર આધારિત…

વધુ વાંચો >

એલબ્રુસ પર્વત

એલબ્રુસ પર્વત : યુરોપમાં આવેલો ઊંચામાં ઊંચો પર્વત. તે કૉકેસસ પર્વતમાળાના વાયવ્ય ભાગમાં 5,642 મીટરની ઊંચાઈએ આવેલો છે. તે જ્યૉર્જિયન પ્રજાસત્તાક(જ્યૉર્જિયા)માં ત્બિલિસીથી વાયવ્યમાં 241 કિમી. દૂર આવેલો છે. ભૌગોલિક સ્થાન : 43o 21’ ઉ. અ. અને 42o 26’ પૂ. રે. આ પર્વતમાંથી 20થી વધુ હિમનદીઓ નીકળે છે, જે આશરે 142…

વધુ વાંચો >

ઍલ સાલ્વૅડોર

ઍલ સાલ્વૅડોર : મધ્ય અમેરિકાના પૅસિફિક દરિયાકાંઠા પર આવેલું પ્રજાસત્તાક. તે મધ્ય અમેરિકાના સાત દેશોમાંનો નાનામાં નાનો દેશ છે. તેની ઉત્તર તથા પૂર્વમાં હૉન્ડુરાસ, દક્ષિણમાં 335 કિમી. લાંબો પૅસિફિક સમુદ્રનો દરિયાકાંઠો તથા વાયવ્યમાં ગ્વાટેમાલા છે. ભૌ. સ્થાન : 13o 50’ ઉ. અ. અને 88o 50’ પ. રે.ની આજુબાજુ. કુલ વિસ્તાર…

વધુ વાંચો >

એલાયન્સ ફૉર પ્રોગ્રેસ

એલાયન્સ ફૉર પ્રોગ્રેસ : યુ. એસ. તથા લૅટિન (દક્ષિણ) અમેરિકાના કેટલાક દેશોએ પરસ્પરનાં હિતોને સ્પર્શતી આંતરરાષ્ટ્રીય આર્થિક વિકાસ કાર્યક્રમ અંગે 1961માં કરેલી સંધિ. તેનું આખું નામ છે : Inter American Committee for the alliance for progress (CIAP) અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્હૉન એફ. કૅનેડી દ્વારા સૂચિત આ કાર્યક્રમ પર ઑગસ્ટ 1961માં…

વધુ વાંચો >