બાળકૃષ્ણ માધવરાવ મૂળે
હરિદાસ સ્વામી
હરિદાસ સ્વામી (જ. 1520, ગ્રામ રાજપુર, જિલ્લો મથુરા, ઉત્તર પ્રદેશ; અ. 1615, વૃંદાવન) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રવર્તક અને વૈષ્ણવ ધર્મના મહાન સંત. તેમના અંગત જીવન વિશે જે માહિતી પ્રચલિત થઈ છે તેમાંની મોટા ભાગની વિગતો કિંવદંતી હોવાથી તે પ્રમાણભૂત ગણાય નહિ; પરંતુ જે માહિતી વિશ્વાસપાત્ર છે તે મુજબ…
વધુ વાંચો >હરિહરન
હરિહરન (જ. 3 એપ્રિલ 1955, પથન થેરુવુ, જિલ્લો તિરુવનંતપુરમ્, કેરળ) : ચલચિત્ર જગતના જાણીતા પાર્શ્વગાયક, અગ્રેસર ગઝલ-ગાયક તથા ભારતીય ફ્યૂઝન સંગીતના સર્જકોમાંના એક અગ્રણી સંગીતકાર. તેમણે હિંદી ચલચિત્રો ઉપરાંત તમિળ, મલયાળમ અને તેલુગુ ચલચિત્રોમાં પણ પાર્શ્વગાયન કર્યું છે. કર્ણાટકી સંગીતની ગાયિકા અલામેલુ તથા અનંત સુબ્રમણ્યમ ઐયરનાં સંતાન. માતાપિતા પાસેથી સંગીતના…
વધુ વાંચો >હર્વિઝ લીઓનાર્દો
હર્વિઝ, લીઓનાર્દો (જ. 21 ઑગસ્ટ 1917, મૉસ્કો, રશિયા) : અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના સન્માનનીય (Emeritus) પ્રોફેસર તથા વર્ષ 2007ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા. અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર તેઓ અત્યાર સુધીના (2007) વિજેતાઓમાં સૌથી મોટી ઉંમરના પીઢ અર્થશાસ્ત્રી છે. રશિયામાં ઑક્ટોબર (1917) ક્રાંતિ થઈ તે પૂર્વે લગભગ બે જ માસ અગાઉ…
વધુ વાંચો >હર્ષમેન આલ્બર્ટ ઓ.
હર્ષમેન, આલ્બર્ટ ઓ. (જ. 7 એપ્રિલ 1915, બર્લિન, જર્મની) : વિકાસશીલ દેશોના સંદર્ભમાં ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે ઇરાદાપૂર્વકની નીતિ તરીકે અસમતોલ વિકાસ(unbalanced growth)ના અભિગમની તરફેણ કરનારા અમેરિકન અર્થશાસ્ત્રી. તેમના મત મુજબ અર્થતંત્રનાં વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વનાં ગણાતાં ઉદ્યોગો કે ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરવાથી સમગ્ર અર્થતંત્રમાં નવા મૂડીરોકાણની તકો વિસ્તરીને તે મૂડીરોકાણ…
વધુ વાંચો >હવાઈ દળ
હવાઈ દળ : યુદ્ધ અથવા સશસ્ત્ર સંઘર્ષો દરમિયાન આકાશમાર્ગે દેશનું રક્ષણ કરનાર તથા શત્રુપક્ષનો વિનાશ નોતરનાર લશ્કરની એક લડાયક શાખા અથવા પાંખ. પ્રાથમિક સ્વરૂપે તેની શરૂઆત પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) દરમિયાન થઈ હતી. પછી વીસમી સદીના અંત સુધીમાં તે લશ્કરની એક સ્વતંત્ર અને મહત્વની શાખા બની ગઈ હતી, તે એટલે સુધી…
વધુ વાંચો >હસ્સુખાં
હસ્સુખાં (જ. ?; અ. 1859, ગ્વાલિયર) : ઓગણીસમી સદીના હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનાના દિગ્ગજ કલાકાર. અત્યંત મધુર અવાજ ધરાવતા આ કલાકાર ગ્વાલિયર દરબારમાં દરબારી ગાયક તરીકે સેવાઓ આપતા હતા. તેમના દાદાનું નામ નત્થન પીર બખ્શ, પિતાનું નામ કાદિર બક્ષ અને નાના ભાઈનું નામ હદ્દુખાં હતું. આ ત્રણેય તેમના જમાનામાં…
વધુ વાંચો >હળદણકર બબનરાવ
હળદણકર, બબનરાવ (જ. 29 સપ્ટેમ્બર 1926, મુંબઈ) : આગ્રા ઘરાનાના વિખ્યાત ગાયક, પ્રયોગકાર તથા ગાયનગુરુ તરીકે પ્રતિષ્ઠા ધરાવતા શાસ્ત્રીય સંગીતકાર. પિતા કલામહર્ષિ સાવળારામ અખિલ ભારતીય સ્તરના ચિત્રકાર હતા. શિક્ષણ બી.એસસી. (ટૅક્) સુધીનું, ટૅક્સટાઇલ ક્ષેત્રમાં લાંબા સમય સુધી વ્યાવસાયિક ધોરણે કાર્યરત રહ્યા; પરંતુ શાસ્ત્રીય સંગીતમાં બાળપણથી વધુ રસ હોવાથી તેના અધ્યયન…
વધુ વાંચો >હંગલ ગંગુબાઈ
હંગલ, ગંગુબાઈ (જ. ફેબ્રુઆરી 1913, ધારવાડ, કર્ણાટક; અ. 21 જુલાઈ 2009, હુબળી, કર્ણાટક) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં ઉત્કૃષ્ટ ગાયિકા. પિતાનું નામ ચિક્કુરાવ અને માતાનું નામ અમ્બાબાઈ, જે પોતે કર્ણાટકી સંગીતનાં જાણીતાં ગાયિકા હતાં. માતાની દોરવણી હેઠળ ગંગુબાઈએ બાલ્યાવસ્થામાં જ કર્ણાટકી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી; પરંતુ ગંગુબાઈને કર્ણાટકી સંગીતશૈલી…
વધુ વાંચો >હાતકળંગળેકર મ. દ.
હાતકળંગળેકર, મ. દ. (જ. 1 ફેબ્રુઆરી 1927, હાતકળંગળે, જિલ્લો કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી સાહિત્યના અગ્રણી વિવેચક. આખું નામ મનોહર દત્તાત્રેય હાતકળંગળેકર. ચોથા ધોરણ સુધીનું શિક્ષણ વતનમાં લીધા પછી મૅટ્રિકની પરીક્ષા સાંગલી ખાતેની હાઈસ્કૂલમાંથી પસાર કરી અને ઉચ્ચ શિક્ષણ તર્કશાસ્ત્ર વિષય સાથે ત્યાંની જ વિલિંગ્ડન કૉલેજમાં સંપન્ન કર્યું અને એમ.એ.ની પરીક્ષામાં…
વધુ વાંચો >હાથગોળો/હાથબૉમ્બ (Hand grenade)
હાથગોળો/હાથબૉમ્બ (Hand grenade) : સામાન્ય રીતે હાથથી અથવા વિકલ્પે કોઈ યાંત્રિક સાધન વડે પણ નિર્ધારિત નિશાન પર ફેંકવામાં આવતો દાડમના આકારનો વિધ્વંસક દારૂગોળો. તે નાના કદના બૉમ્બ તરીકે પણ ઓળખાય છે. તેમાં કાચના બનેલા ગોળામાં વિસ્ફોટક રસાયણો ભરેલાં હોય છે જે નિશાન પર ધક્કા સાથે અથડાવાની સાથે જ વિસ્ફોટ કરી…
વધુ વાંચો >