બાળકૃષ્ણ માધવરાવ મૂળે

સુબ્રમણ્યમ્ કે.

સુબ્રમણ્યમ્, કે. (જ. 19 જાન્યુઆરી 1929, તિરુચિરાપલ્લી, તમિલનાડુ) : સંરક્ષણની બાબતોના નિષ્ણાત. પિતાનું નામ કૃષ્ણસ્વામી ઐયર અને માતાનું નામ સીતાલક્ષ્મી. એમ.એસસી. સુધીનું શિક્ષણ લીધા બાદ 1950માં ઇન્ડિયન એડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ(IAS)માં જોડાયા. 1976થી 77 દરમિયાન તમિલનાડુ રાજ્યના ગૃહખાતાના સચિવ રહ્યા. 1977થી 79 દરમિયાન કેન્દ્ર સરકારના કૅબિનેટ સેક્રેટરીના વધારાના સચિવ (additional secretary) પદ…

વધુ વાંચો >

સુમરો મહોમ્મદમિયાં

સુમરો, મહોમ્મદમિયાં (જ. 19 ઑગસ્ટ 1950) : પાકિસ્તાનના સરમુખત્યાર પરવેઝ મુશર્રફે નવેમ્બર 2007માં લાદેલ કટોકટી દરમિયાન પાકિસ્તાનની ધુરા કામચલાઉ ધોરણે સંભાળવા માટે નિયુક્ત કરેલા પ્રધાનમંત્રી. મુશર્રફના નિકટના વિશ્વાસુ હોવા ઉપરાંત તેઓને આંતરરાષ્ટ્રીય બૅંકિંગ વ્યવહારના નિષ્ણાત ગણવામાં આવે છે. તેઓ હાલ દેશમાં સત્તા ધરાવનાર પાકિસ્તાન મુસ્લિમ લીગ (કાયદેઆઝમ) રાજકીય પક્ષના સક્રિય…

વધુ વાંચો >

સુરંગ (Dynamite Booby-trap Land-mine)

સુરંગ (Dynamite, Booby-trap, Land-mine) : ખાસ ટોટો દ્વારા નિર્ધારિત સમયે સંહારક વિસ્ફોટ કરવા માટે તૈયાર કરવામાં આવેલ સાધન. તેની શોધ આલ્ફ્રેડ બી. નોબેલે (1833-96) કરી હતી, જેમાંથી તેણે અઢળક ધનની કમાણી કરી હતી અને તે ધનરાશિમાંથી તેના નામે વિશ્વસ્તર પર નોબેલ પારિતોષિકો દાખલ કરવામાં આવ્યાં. સુરંગ મહદ્અંશે યુદ્ધોમાં, ખાણોમાં, પહાડોમાં…

વધુ વાંચો >

સુર્વે નારાયણ

સુર્વે, નારાયણ (જ. 1926, મુંબઈ) : આધુનિક મરાઠી દલિત સાહિત્યના અગ્રણી સર્જક અને પુરસ્કર્તા, જીવનવાદી કવિ. મુંબઈની કમલા કાપડ મિલના એક મહિલા કામદાર કાશીબાઈને 1926માં માહિમના ભેજવાળા વિસ્તારના એક ઉકરડા પરથી લાવારિસ હાલતમાં પડેલું એક નવજાત શિશુ મળ્યું અને પુત્રપ્રાપ્તિના આનંદમાં વિભોર બની ગયેલી આ મહિલા અને તેના પતિએ તેને…

વધુ વાંચો >

સુવર્ણ-ધોરણ

સુવર્ણ–ધોરણ : ચલણ-વ્યવસ્થાનો એક પ્રકાર, જેમાં કાયદાની રૂએ દેશના મુખ્ય ચલણ(standard currency)ના એકમનું મૂલ્ય પ્રત્યક્ષ રીતે સુવર્ણમાં આંકવામાં આવે છે. આ ચલણ-વ્યવસ્થા હેઠળના કાયદામાં મધ્યસ્થ બૅંકની એ ફરજ બને છે કે તે દેશના ચલણના એકમોના બદલામાં નિર્ધારિત પ્રમાણમાં સોનું આપે અથવા તો સોનાની લગડીને અધિકૃત સિક્કાઓમાં, કોઈ પણ કિંમત લીધા…

વધુ વાંચો >

સુવર્ણવિનિમય-ધોરણ

સુવર્ણવિનિમય–ધોરણ : શુદ્ધ સુવર્ણ-ધોરણનો એક પેટાપ્રકાર, જેમાં દેશનું આંતરિક (domestic) ચલણ ભલે કાગળનું કે હલકી ધાતુનું બનેલું હોય, મધ્યસ્થ બૅન્ક માટે એ ફરજિયાત નથી કે તે તેવા ચલણને સોનાના સિક્કાઓમાં અથવા સોનાની લગડીમાં પરિવર્તિત કરી આપે. મધ્યસ્થ બૅન્કની એટલી જ ફરજ બને છે કે તે તેવા ચલણને અન્ય કોઈ ચલણમાં…

વધુ વાંચો >

સૂચનાપત્ર (કાયદાશાસ્ત્ર)

સૂચનાપત્ર (કાયદાશાસ્ત્ર) : કોઈ પણ અગત્યની બાબત અંગે સામા પક્ષને ખબર આપવા માટેનું વૈધિક સાધન. તે માટે અંગ્રેજીમાં ‘નોટિસ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં તે માટે ઘણા વિકલ્પાર્થી શબ્દો છે; દા.ત., સૂચિત કરવું, ચેતવવું, નોટિસ આપવી, જાણકારી આપવી, સૂચના આપવી, ખબર આપવી, વિજ્ઞાપનયુક્ત ઘોષણા અથવા જાહેરાત કરવી, વિજ્ઞપ્તિ…

વધુ વાંચો >

સે જે. બી.

સે, જે. બી. (જ. 5 જાન્યુઆરી 1767, લીઍન્સ, ફ્રાન્સ; અ. 1832) : અર્થશાસ્ત્રમાં ફ્રેન્ચ ક્લાસિકલ સ્કૂલના સંસ્થાપક, મુત્સદ્દી, વ્યાપારી તથા નિસર્ગવાદીઓની આર્થિક વિચારસરણીના પ્રખર ટીકાકાર. આખું નામ જીન બૅપ્ટિસ્ટ સે. ઍડમ સ્મિથની પ્રશિષ્ટ વિચારસરણીને અમેરિકામાં તથા યુરોપ ખંડના દેશોમાં લોકપ્રિય બનાવવાનો જશ જે. બી. સેના ફાળે જાય છે. 1789માં સ્મિથનો…

વધુ વાંચો >

સેતલવાડ ચિમનલાલ હરિલાલ (સર)

સેતલવાડ, ચિમનલાલ હરિલાલ (સર) (જ. 1866, ભરૂચ, ગુજરાત; અ. 1947, મુંબઈ) : ભારતના પ્રખર ધારાશાસ્ત્રી, મુંબઈ ઇલાકાના પૂર્વ ઍડ્વોકેટ જનરલ અને મુંબઈ વડી અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ. કાયદાના ક્ષેત્રમાં તેમણે જે સિદ્ધિઓ મેળવી તેની પ્રેરણા તેમણે તેમના પિતા પાસેથી પ્રાપ્ત કરી હતી જે પોતે તેમના જમાનાના જાણીતા ધારાશાસ્ત્રી હતા. ચિમનલાલનું પ્રાથમિક…

વધુ વાંચો >

સેતલવાડ મોતીલાલ ચિમનલાલ

સેતલવાડ, મોતીલાલ ચિમનલાલ (જ. 12 નવેમ્બર 1884, અમદાવાદ; અ. ઑગસ્ટ 1974, મુંબઈ) : ભારતના અગ્રણી ધારાશાસ્ત્રી, પ્રથમ પંક્તિના ન્યાયવિદ અને સ્વતંત્ર ભારતના પ્રથમ ઍટર્ની જનરલ. કાયદા અને વકીલાત સાથે ઘનિષ્ઠ અને પરંપરાગત સંબંધ ધરાવતા પરિવારમાં જન્મ. તેમના પ્રપિતામહ અંબાશંકર શરૂઆતમાં મુંબઈમાં સદર દીવાની અદાલતના શિરસ્તેદાર અને નિવૃત્તિ ટાણે અમદાવાદમાં મુખ્ય…

વધુ વાંચો >