બાળકૃષ્ણ માધવરાવ મૂળે

સરવટે, શરદ બાળકૃષ્ણ

સરવટે, શરદ બાળકૃષ્ણ (જ. 16 મે 1950, નાગપુર) : ખાણ-ઇજનેરી ક્ષેત્રના નિષ્ણાત અને જોખમકારક ગણાતી ઊંચી ઇમારતોનો કુશળતાથી વિધ્વંસ કરવામાં સમગ્ર ભારતમાં નિપુણતા ધરાવતા તજ્જ્ઞ. પિતાનું નામ બાળકૃષ્ણ અને માતાનું નામ શાલિની. પિતા કેન્દ્ર સરકારના મિલિટરી અકાઉન્ટ્સ ખાતામાં નોકરીમાં હતા. શરદ સરવટેનું પ્રાથમિક શિક્ષણ પુણે ખાતે તથા માધ્યમિક શિક્ષણ, વર્ધા…

વધુ વાંચો >

સરવટે, સી. ટી.

સરવટે, સી. ટી. (જ. 22 જુલાઈ 1920, સાગર – મહાકોશલ (મધ્યપ્રદેશ); અ. 23 ડિસેમ્બર 2003, ઇંદોર-મધ્યપ્રદેશ) : ભારતની ટેસ્ટ ક્રિકેટ ટીમના પૂર્વ ઑલ રાઉન્ડર; સલામી બલ્લેબાજ; રાષ્ટ્રીય સ્તરની સિનિયર અને જુનિયર ટીમોની પસંદગી સમિતિના પૂર્વ સભ્ય; આકાશવાણી તથા દૂરદર્શન પર ટેસ્ટ શ્રેણીઓના પૂર્વ કૉમેન્ટેટર; ક્રિકટ-સમીક્ષક તથા જાણીતા હસ્તાક્ષર-નિષ્ણાત. આખું નામ…

વધુ વાંચો >

સરહદ સલામતી દળ (Border Security Force – BSF)

સરહદ સલામતી દળ (Border Security Force – BSF) : ભારતની આંતરિક સુરક્ષા જાળવવા માટે ઊભા કરવામાં આવેલા સશસ્ત્ર દળોમાંનું એક દળ. ડિસેમ્બર 1965માં તેની શરૂઆત થયેલી. આ દળને ભારતની સરહદોની સુરક્ષાનું વિશિષ્ટ કાર્ય સોંપવામાં આવ્યું છે. તેની ચાર મુખ્ય ફરજો છે : (1) ભારતની સરહદોના પ્રદેશોમાં રહેતા નાગરિકોમાં સુરક્ષાની ભાવના…

વધુ વાંચો >

સર્વાંગીણ યુદ્ધ

સર્વાંગીણ યુદ્ધ : કોઈ પણ સંઘર્ષ કે યુદ્ધમાં શરમજનક પરાજય ટાળવા માટે દેશ પાસેના બધાં જ ભૌતિક અને માનવસાધનોનો ઉપયોગ કરવા અંગેની વ્યૂહરચના અને રણનીતિ. મહાભારતની કથામાં વર્ણવેલું છે કે જ્યારે પાંડવો બધું જ હારી જતા હોય છે ત્યારે અંતિમ વિજય પ્રાપ્ત કરવા માટે તેઓ પોતાનું સર્વસ્વ હોડમાં લગાવી દે…

વધુ વાંચો >

સલમાન રશદી

સલમાન રશદી (જ. 19 જૂન 1946, મુંબઈ) : ભારતીય મૂળના અંગ્રેજી સાહિત્યકાર તથા પ્રચલિત ધાર્મિક અને સામાજિક માન્યતાઓનું જાહેર ખંડન કરવાની સ્વતંત્રતાના કટ્ટર હિમાયતી. આખું નામ સલમાન અહમદ રશદી. બાળપણ મુંબઈમાં વિતાવ્યું. ઇંગ્લૅન્ડના વૉરવીકશાયર પરગણાની ખાનગી રગ્બી પ્રિપૅરેટરી સ્કૂલમાં શિક્ષણ લીધા બાદ ઇંગ્લૅન્ડની કૅમ્બ્રિજ યુનિવર્સિટીની જાણીતી કિંગ્ઝ કૉલેજમાં સાહિત્યના વિષય…

વધુ વાંચો >

સલામત અલી, નજાકત અલી

સલામત અલી (જ. 1924, શ્યામચોરાસી, જિ. હોશિયારપુર, અવિભાજિત પંજાબ), નજાકત અલી (જ. 1932, શ્યામચોરાસી, જિ. હોશિયારપુર) (અલી બંધુઓ) : ભારતમાં જન્મેલા પરંતુ દેશના વિભાજન બાદ પાકિસ્તાન જતા રહેલા ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયકો. તેઓ અલીબંધુ નામથી જાણીતા છે. પિતાનું નામ વિલાયત અલીખાં તથા કાકાનું નામ અલીખાં હતું. આ બે…

વધુ વાંચો >

સવાઈ ગંધર્વ

સવાઈ ગંધર્વ (જ. 1886; અ. 12 સપ્ટેમ્બર 1952, પુણે) : શાસ્ત્રીય સંગીત તથા મરાઠી રંગભૂમિના વિખ્યાત કલાકાર. તેમનું મૂળ નામ રામચંદ્રગણેશ કુંદગોલકર, પરંતુ સંગીતકલામાં તેમનું નૈપુણ્ય જોઈને તેમના પ્રશંસકો અને ચાહકોએ તેમને ‘સવાઈ ગંધર્વ’ની પદવીથી વિભૂષિત કર્યા હતા અને તે જ નામથી તેઓ પ્રસિદ્ધિ પામ્યા. બાળપણથી તેમનો અવાજ શાસ્ત્રીય સંગીતની…

વધુ વાંચો >

સશસ્ત્ર દળ

સશસ્ત્ર દળ : બાહ્ય આક્રમણ વખતે દેશનું સ્વાતંત્ર્ય અને અખંડિતતાનું જતન કરવા માટે તથા દેશની આંતરિક શાંતિ અને સુવ્યવસ્થા સદંતર ભાંગી પડે તેવા અસાધારણ સંજોગોમાં બળપૂર્વક કાયદાનું શાસન પુન: સ્થાપિત કરવા માટે ઊભું કરવામાં આવતું સુસજ્જ સશસ્ત્ર સૈનિકોનું સંગઠન. આ સંદર્ભમાં ભારતનો જ દાખલો લઈએ તો આઝાદી પછી ભારત પર…

વધુ વાંચો >

સહગલ, લક્ષ્મી (કૅપ્ટન લક્ષ્મી)

સહગલ, લક્ષ્મી (કૅપ્ટન લક્ષ્મી) (જ. 24 ઑક્ટોબર 1914, ચેન્નાઈ) : સ્વાતંત્ર્યસેનાની અને નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળની ‘આઝાદ હિંદ ફોજ’(INA)ની મહિલાપાંખનાં સેનાપતિ. પિતા એસ. સ્વામીનાથન્ ડૉક્ટર અને માતા અમ્મુ સ્વામીનાથન્ સામાજિક અને રાજકીય કાર્યકર હતાં. રાજકીય ક્ષેત્રે અમ્મુ સ્વામીનાથન્ ભારતના બંધારણસમિતિનાં સભ્ય (1946-49), પ્રથમ લોકસભાના સભ્ય (1952-57) તથા રાજ્યસભાના સભ્ય…

વધુ વાંચો >

સંગીતશિક્ષણ

સંગીતશિક્ષણ : કોઈ પણ પ્રકારના સંગીતના શાસ્ત્રનું જ્ઞાન ગુરુ અર્થાત્ શિક્ષક દ્વારા શિષ્ય અર્થાત્ વિદ્યાર્થીને આપવાની પદ્ધતિસરની પ્રક્રિયા. સંગીતશિક્ષણ વિશેના આ ધ્રુપદ-વિધાનમાં ત્રણ તત્ત્વો સામેલ કરવામાં આવ્યાં છે : સંગીતનું શાસ્ત્ર, ગુરુ અને શિષ્યનું અસ્તિત્વ અને શાસ્ત્રનું જ્ઞાન આપવાની પદ્ધતિસરની પ્રક્રિયા. આ ત્રણેયના સમન્વયથી એમ કહેવાય કે ગુરુ દ્વારા શિષ્યને…

વધુ વાંચો >