બાળકૃષ્ણ માધવરાવ મૂળે

વિશેષ ઉપાડ હક (SDR)

વિશેષ ઉપાડ હક (SDR) : આંતરરાષ્ટ્રીય પ્રવાહિતાની સમસ્યાના નિરાકરણ માટે તથા આંતરરાષ્ટ્રીય અનામતોમાં વધારો કરવા માટે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (international monetary fund, IMF) હેઠળ ઊભી કરવામાં આવેલ અનન્ય અથવા અનુપમ વ્યવસ્થા. તે ‘પેપર-ગોલ્ડ’ના નામથી પણ ઓળખાય છે, જેના સર્જનનો ઠરાવ 1967માં રિઓ દ જાનેરો ખાતે મળેલ બેઠકમાં લેવામાં આવ્યો હતો, જેને…

વધુ વાંચો >

વિંદા કરંદીકર

વિંદા કરંદીકર (જ. 23 ઑગસ્ટ 1918, ઢાલવાલ, જિ. સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર; અ. 14 માર્ચ 2010, મુંબઈ) : વિખ્યાત મરાઠી કવિ, લઘુનિબંધકાર, વિવેચક તથા સમર્થ ભાષાંતરકાર. આખું નામ ગોવિંદ વિઠ્ઠલ કરંદીકર. ‘વિંદા’ એ તેમનું તખલ્લુસ છે. ઉચ્ચ શિક્ષણ કોલ્હાપુરની રાજારામ કૉલેજમાં. અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ વિશ્વવિદ્યાલયની બી.એ. (1939) તથા એમ.એ.(1946)ની પદવી…

વધુ વાંચો >

વીરપ્પન, કે. મુથુસ્વામી

વીરપ્પન, કે. મુથુસ્વામી (જ. 1952, ગોપીનાથમ્, કર્ણાટક; અ. 18 ઑક્ટોબર 2004, પપરાપત્તિ, ધરમપુરી, તામિલનાડુ) : જઘન્ય ગુનેગારી માટે ભારતભરમાં કુખ્યાત બનેલો અને જેને જીવતો અથવા મરેલો પકડવા માટે તામિલનાડુ અને કર્ણાટક રાજ્યોની સરકારો અને પોલીસે પુષ્કળ ભોગ આપેલો તે દંતકથારૂપ ડાકુ. તામિલનાડુ અને કર્ણાટક રાજ્યોનાં ગીચ જંગલોમાં અને અંશત: કેરળ…

વધુ વાંચો >

વી. શાંતારામ

વી. શાંતારામ (જ. 18 નવેમ્બર 1901, કોલ્હાપુર; અ. 27 ઑક્ટોબર 1990, મુંબઈ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતીય ચલચિત્ર-નિર્માતા, દિગ્દર્શક તથા અભિનેતા. વતન કોલ્હાપુર નજીકનું ગામડું, જ્યાં બાળપણ ગાળ્યું. તેમના દાદા કોલ્હાપુરની કોર્ટમાં વકીલાત કરતા હતા. પિતા રાજારામ શરૂઆતમાં નાટક કંપનીમાં અભિનેતા તરીકે જોડાયેલા. માતાનું નામ કમલ. પરિવારની અટક વણકુર્દે. શાંતારામ છ-સાત…

વધુ વાંચો >

વેઠપ્રથા (forced labour)

વેઠપ્રથા (forced labour) : વળતર કે વેતનની ચુકવણી કર્યા વિના કોઈ શ્રમિક પાસેથી તેની ઇચ્છાવિરુદ્ધ બળજબરીથી કામ લેવાની પ્રથા. ઍગ્રિકલ્ચરલ લેબર ઇન્ક્વાયરી કમિટીએ તેના માટે ‘બેગાર’ શબ્દનો પ્રયોગ કર્યો છે. ઉપર્યુક્ત કમિટીના મત મુજબ કૃષિ પર આધારિત અર્થવ્યવસ્થાની તે એક અગત્યની લાક્ષણિકતા ગણાય છે. આ પ્રથાને આંશિક દાસપ્રથા (quasi serfdom)…

વધુ વાંચો >

વેદી, ભીષ્મદેવ

વેદી, ભીષ્મદેવ (જ. 1910, દિલ્હી; અ. 25 સપ્ટેમ્બર 1982, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિચક્ષણ ગાયક અને ‘સૂરદર્પણ’ વાદ્યના સર્જક. જન્મ દિલ્હીના સંપન્ન પરિવારમાં. પિતા શરૂઆતમાં દિલ્હી ખાતે અને ત્યારબાદ કોલ્હાપુર ખાતે ઇજનેર હતા. બાલ્યાવસ્થાથી શાસ્ત્રીય સંગીતમાં રુચિ પેદા થઈ. હાઈસ્કૂલની પરીક્ષા પસાર કર્યા પછી પરિવાર સાથે સંબંધ-વિચ્છેદ કરી…

વધુ વાંચો >

વેબર, આલ્ફ્રેડ

વેબર, આલ્ફ્રેડ (?) : જર્મન અર્થશાસ્ત્રી. ઔદ્યોગિક અર્થશાસ્ત્ર નામથી વીસમી સદીમાં અર્થશાસ્ત્રની જે અલાયદી શાખા વિકસી છે તેના નિષ્ણાત. ઉદ્યોગોના સ્થળલક્ષી કેન્દ્રીકરણ અંગે તેમણે કરેલ વિશ્ર્લેષણ તે ક્ષેત્રમાં આધુનિક જમાનામાં હાથ ધરવામાં આવેલ પદ્ધતિસરના અભ્યાસની પહેલ ગણાય છે. ઉદ્યોગોના ભૌગોલિક કેન્દ્રીકરણ અંગે તેમણે 1900માં રજૂ કરેલ સિદ્ધાંત સૌપ્રથમ 1909માં જર્મન…

વધુ વાંચો >

વેબ્લેન ટી. બી.

વેબ્લેન ટી. બી. (જ. 30 જુલાઈ 1857, વિસ્કૉન્સિન, અમેરિકા; અ. 3 ઑગસ્ટ 1929) : સંસ્થાકીય અર્થશાસ્ત્રની અભિનવ શાખાના પ્રવર્તક તથા અર્થશાસ્ત્રમાં નવા ખ્યાલોનું સર્જન કરનાર વિચક્ષણ વિચારક. આખું નામ થૉર્નસ્ટેન બંડ વેબ્લેન. નૉર્વેજિયન માતાપિતાના સંતાન. પરિવારે પોતાનો દેશ છોડીને કાયમી વસવાટ કરવાના હેતુથી અમેરિકામાં સ્થળાંતર કર્યું અને ત્યાં ખેતીના વ્યવસાયમાં…

વધુ વાંચો >

વેલ્થ ઑવ્ નૅશન્સ, ધ

વેલ્થ ઑવ્ નૅશન્સ, ધ : અર્થશાસ્ત્રના પિતા ગણાતા એડમ સ્મિથ(1723-90)ની મહાન કૃતિ. પ્રકાશનવર્ષ 1776. સ્મિથ ઇંગ્લૅન્ડની ગ્લાસ્ગો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા તે ગાળામાં તેમના પ્રોફેસર હચેસને વર્ગખંડોમાં અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વિષય પર આપેલાં વ્યાખ્યાનોને આધારે આ ગ્રંથ લખાયેલો છે. સ્મિથે હચેસનના વિચારો વિસ્તારથી રજૂ કરવાનું અને અમુક અંશે જ્યાં તેમને…

વધુ વાંચો >

વૈદ્ય, એ. એસ., જનરલ

વૈદ્ય, એ. એસ., જનરલ (નિવૃત્ત) (જ. 27 જાન્યુઆરી 1926, મુંબઈ; અ. 10 ઑગસ્ટ 1986, પુણે) : ભારતીય લશ્કરના બાહોશ સેનાપતિ અને પૂર્વ સ્થલ-સેના-અધ્યક્ષ. આખું નામ અરુણ શ્રીધર વૈદ્ય. માતાનું નામ ઇન્દિરા. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1944માં ભારતના લશ્કરના સૌથી નીચલી પાયરીના અધિકારી સેકન્ડ લેફ્ટનન્ટના હોદ્દા સાથે સેનામાં જોડાયા અને બેતાલીસ વર્ષની…

વધુ વાંચો >