બાળકૃષ્ણ માધવરાવ મૂળે

લે ડક થો

લે ડક થો (જ. 11 ઑક્ટોબર 1911, નાગ હા પ્રાંત, ઇન્ડોચાયના; અ. 13 ઑક્ટોબર 1990, હેનૉઇ, વિયેટનામ) : વિયેટનામ યુદ્ધનો અંત લાવવા માટે સફળ રીતે વાટાઘાટો કરનાર તથા વિશ્વશાંતિ માટેનું નોબેલ પારિતોષિક સંયુક્ત રીતે મેળવનાર વિયેટનામના મુત્સદ્દી. મધ્યમ વર્ગના પરિવારમાં ઉત્તર વિયેટનામના એક નાનકડા ગામડામાં જન્મ. મૂળ નામ ફાન દિન…

વધુ વાંચો >

લેનિન, વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ

લેનિન, વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ (જ. 22 એપ્રિલ 1870, સિમ્બિકર્સ, રશિયા; અ. 21 જાન્યુઆરી 1924, ગૉર્કી  મૉસ્કો) : માર્કસવાદી વિચારસરણીને વરેલા વિશ્વના મહાન ક્રાંતિકારી નેતા, સોવિયેત સંઘના પ્રથમ સમાજવાદી શાસક, રશિયાના બોલ્શેવિક (સામ્યવાદી) પક્ષના સંસ્થાપક તથા માર્કસવાદી-લેનિનવાદી વિચારસરણીના પ્રવર્તક. રશિયાની પોલીસને થાપ આપવા મૂકવા માટે 1901માં તેમણે લેનિન નામ ધારણ કર્યું…

વધુ વાંચો >

લૅન્ગ, ક્રિશ્ચિયન લુઈ

લૅન્ગ, ક્રિશ્ચિયન લુઈ (જ. 17 સપ્ટેમ્બર 1869, સ્ટાવેન્જર, નૉર્વે; અ. 11 ડિસેમ્બર 1938, ઑસ્લો) : વિશ્વશાંતિના પ્રખર પુરસ્કર્તા અને 1921ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. યુવાનવયે તેઓ ‘યંગ નૉર્વે મૂવમેન્ટ’માં દાખલ થયા હતા અને ત્યારથી નૉર્વેને સ્વીડનથી જુદું પાડવા માટેના આંદોલનમાં સક્રિય રહ્યા હતા. તેમના દાદા જેઓ તેમના જમાનાના ઇતિહાસકાર…

વધુ વાંચો >

લૉઇડ, જ્યૉર્જ

લૉઇડ, જ્યૉર્જ (જ. 17 જાન્યુઆરી 1863, મૅન્ચેસ્ટર; અ. 26 માર્ચ 1945, ટાઇન્યુઇડ, વેલ્સ, ઇંગ્લૅન્ડ) : ઉદ્દામવાદી બ્રિટિશ મુત્સદ્દી તથા ઇંગ્લૅન્ડના પૂર્વ પ્રધાનમંત્રી. પિતા પ્રાથમિક શાળાના મુખ્ય અધ્યાપક હતા તથા માતા બૅપ્ટિસ્ટ મિનિસ્ટરનાં પુત્રી હતાં. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ચૌદ વર્ષની ઉંમરે સોલિસિટરના વ્યવસાયમાં દાખલ થયા અને એકવીસ…

વધુ વાંચો >

લોખંડે, એન. એમ.

લોખંડે, એન. એમ. (જ. ?; અ. ?): ભારતના ઔદ્યોગિક ક્ષેત્રના શ્રમિકોને સંગઠિત કરી દેશમાં મજૂર મંડળોનો પાયો નાંખનાર શ્રમજીવી કાર્યકર. આખું નામ નારાયણ મેઘજી લોખંડે. તે પોતે મુંબઈના એક કારખાનામાં કામ કરતા હતા. 1875ના અરસામાં તત્કાલીન મુંબઈ ઇલાકાનાં કારખાનાંઓમાં કામ કરતા શ્રમિકોને કામના સ્થળે જે ભયજનક અને અમાનવીય ગણાય તેવા…

વધુ વાંચો >

લોહિયા, રામમનોહર

લોહિયા, રામમનોહર (જ. 23 માર્ચ 1910, અકબરપુર, જિ. ફૈઝાબાદ, ઉત્તર પ્રદેશ; અ. 12 ઑક્ટોબર 1967, દિલ્હી) : ભારતના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી ચિંતક, પ્રથમ કક્ષાના રાજનીતિજ્ઞ અને સાંસદ તથા પ્રજાકીય આંદોલનોના આગેવાન. તેમના પૂર્વજો લોખંડની ચીજવસ્તુઓનો વ્યાપાર કરતા હોવાથી પરિવારનું નામ લોહિયા પડ્યું. મૂળ વતન મિર્ઝાપુર, ઉત્તરપ્રદેશ. પરંતુ વ્યવસાયને કારણે અયોધ્યા…

વધુ વાંચો >

વકીલ, સી. એન.

વકીલ, સી. એન. (જ. 22 ઑગસ્ટ 1895, હાંસોટ, દક્ષિણ ગુજરાત; અ. 26 ઑક્ટોબર 1979, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ. આખું નામ ચંદુલાલ નગીનલાલ વકીલ. પિતા નગીનલાલ સામાન્ય નોકરી કરતા હતા. તેમનું ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં થયું. 1916માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી અર્થશાસ્ત્ર મુખ્ય…

વધુ વાંચો >

વન્દે માતરમ્

વન્દે માતરમ્ : ભારતની આઝાદીની લડત દરમિયાન સ્વાતંત્ર્ય સૈનિકોને સર્વોચ્ચ બલિદાનની પ્રેરણા પૂરી પાડનાર તથા સ્વતંત્ર ભારતમાં રાષ્ટ્રગીતની સમકક્ષ અધિકૃત દરજ્જો ધરાવનાર રાષ્ટ્રીય પ્રેરણાગાન. ‘વન્દે માતરમ્’ ગીત ભારતીય સંસ્કૃતિનું અણમોલ રત્ન છે. સ્વાતંત્ર્ય-સંગ્રામમાં લોકજાગૃતિ દ્વારા અને પ્રેરણા પૂરી પાડવાના હેતુથી દેશભક્તિના સ્રોત સમું આ ગીત બંગાળના જાણીતા સાહિત્યકાર બંકિમચંદ્ર ચૅટરજી…

વધુ વાંચો >

વરેરકર, મામા

વરેરકર, મામા (જ. 27 એપ્રિલ 1883, ચિપળૂણ, મહારાષ્ટ્ર; અ. 23 સપ્ટેમ્બર 1964, નવી દિલ્હી) : મરાઠીના અગ્રણી સાહિત્યકાર અને પ્રયોગશીલ નાટ્યલેખક. સાહિત્યવર્તુળમાં મામા વરેરકર તરીકે જાણીતા બનેલા આ સાહિત્યસર્જકનું આખું નામ ભાર્ગવરામ વિઠ્ઠલ વરેરકર હતું. તેમણે તેમની આશરે સાઠ વર્ષની પ્રદીર્ઘ સાહિત્યસેવા દરમિયાન 37 જેટલાં નાટકો, 6 લઘુનાટકો, 14 એકાંકીઓ,…

વધુ વાંચો >

વર્મા, માણિક

વર્મા, માણિક (જ. 1926, મુંબઈ; અ. 10 નવેમ્બર 1996, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં વિખ્યાત ગાયિકા. મૂળ નામ માણિક દાદરકર, પરંતુ ફિલ્મ ડિવિઝનમાં કાર્યરત ફિલ્મ-નિર્દેશક અમર વર્મા સાથે લગ્ન થતાં માણિક વર્મા તરીકે જાણીતાં થયાં. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1946માં મુંબઈ યુનિવર્સિટીની સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમણે શાસ્ત્રીય સંગીતની શિક્ષા…

વધુ વાંચો >