બાગ-બગીચા
સ્વીટ સુલતાન
સ્વીટ સુલતાન : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કમ્પોઝિટી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Centaurea moschata છે. તેની બીજી જાતિ, C. imperialesને રૉયલ સ્વીટ સુલતાન કહે છે. સ્વીટ સુલતાન 60 સેમી.થી 70 સેમી. ઊંચો એકવર્ષાયુ છોડ છે. તેને સુંદર નાજુક દેખાતાં પીળાં, ગુલાબી, સફેદ કે જાંબલી રંગનાં પુષ્પો આવે…
વધુ વાંચો >હજારા નારંગી
હજારા નારંગી : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus nobilis અથવા C. chrysocarpaની એક જાત (variety) છે. તે નારંગી, મોસંબી અને લીંબુના વર્ગની એક જાતિ છે. તે 1.5–2.0 મી. ઊંચું, નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવે છે. તેનો ફેલાવો 1.5 મી. જેટલો થાય છે. તેનું થડ નીચેથી…
વધુ વાંચો >હજારી ગલગોટા
હજારી ગલગોટા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કમ્પોઝિટી) કુળની ‘મેરીગોલ્ડ’ તરીકે જાણીતી વનસ્પતિજાતિઓ. આ જાતિઓ Tagetes નામની પ્રજાતિમાં મૂકવામાં આવી છે. તે મૅક્સિકો અને અમેરિકાના અન્ય ગરમ ભાગોની મૂલનિવાસી છે અને ઉષ્ણ તથા ઉપોષ્ણ પ્રદેશોમાં પ્રાકૃતિક (naturalized) બની છે. જોકે મેરીગોલ્ડ નામ ઍસ્ટરેસી કુળની સોનેરી કે પીળા સ્તબક (capitulum) ધરાવતી…
વધુ વાંચો >હનિસકલ (Honeysuckle)
હનિસકલ (Honeysuckle) : દ્વિદળી વર્ગમાં આવેલા કૅપ્રિફોલિયેસી કુળની લોનીસેરા પ્રજાતિ(genus)ની જાતિઓ. તેનું વિતરણ ઉત્તર ગોળાર્ધના ઉપોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 40 જેટલી જાતિઓ થાય છે. બહુ થોડીક વિદેશી (exotic) જાતિઓ ઉદ્યાનોમાં શોભન વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે. જાપાની હનિસકલ (Lonicera japonica) તરીકે ઓળખાવાતી જાતિ લુશાઈની ટેકરીઓ (આસામ)…
વધુ વાંચો >હાવર્ડ એબેનઝર (સર)
હાવર્ડ એબેનઝર (સર) (જ. 1850 લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1928) : ઉદ્યાનનગરી (garden city) આંદોલનના આંગ્લ પ્રણેતા. 1872માં સ્થળાંતર કરીને નેબ્રાસ્કા ગયા, પણ 1877માં ઇંગ્લૅન્ડ પાછા ફર્યા. ત્યાં તેમણે પાર્લમેન્ટમાં શૉર્ટહેન્ડ-રાઇટર તરીકે કામગીરી બજાવી. ‘ટુમૉરો’ (1898) નામના તેમના પુસ્તકમાં ગ્રામીણ અને શહેરી સુવિધા-સવલત તેમજ હરિયાળી ભૂમિપટ્ટી (green belt) ધરાવતા સ્વનિર્ભર વસવાટોની…
વધુ વાંચો >હેમેલીઆ
હેમેલીઆ : ઉષ્ણ અને ઉપોષ્ણ કટિબંધીય અમેરિકાની સ્થાનિક કાષ્ઠમય ક્ષુપ-સ્વરૂપ ધરાવતી દ્વિદળી પ્રજાતિ. આ પ્રજાતિને રુબીએસી કુળમાં મૂકવામાં આવી છે. Hamelia patens Jacq. syn. H. erecta Jacq. ભારતમાં લાવવામાં આવેલી જાતિ છે અને ઉદ્યાનોમાં શોભન વનસ્પતિ તરીકે વિપુલ પ્રમાણમાં ઉછેરવામાં આવે છે. તેના છોડ મોટા, સદાહરિત, 2.0 મી. જેટલા ઊંચા…
વધુ વાંચો >હેલિક્રિઝમ
હેલિક્રિઝમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કૉમ્પોઝિટી) કુળની એક પ્રજાતિ. તે અર્ધ-સહિષ્ણુ (half-hardy) એકવર્ષાયુ, સહિષ્ણુ બહુવર્ષાયુ અને ક્ષુપ-સ્વરૂપ ધરાવતી લગભગ 500 જાતિઓની બનેલી પ્રજાતિ છે. તે યુરોપ, એશિયા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાની મૂલનિવાસી છે. ગ્રીક ભાષામાં ‘helios’નો અર્થ ‘સૂર્ય’ અને ‘chryos’નો અર્થ ‘સોનેરી’ એમ થાય છે. તે પરથી પ્રજાતિનું નામ…
વધુ વાંચો >હૉલીહોક
હૉલીહોક : જુઓ ગુલખેરૂ.
વધુ વાંચો >