બળદેવભાઈ પટેલ
વસંતીકરણ
વસંતીકરણ : બીજાંકુરની વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયાઓને ઉત્તેજવા તેને વાવતાં અગાઉ નિશ્ચિત સમય માટે આપવામાં આવતી યોગ્ય તાપમાનની કે રાસાયણિક પટ ઈન્ડોલ એસેટિક ઍસિડ-IAA (IAA, જીબરેલિન કે સાયટોકાયનિન જેવા વનસ્પતિ-અંત:સ્રાવો)ની ચિકિત્સા. આ પ્રકારની ચિકિત્સાથી ભ્રૂણમાં થતાં જૈવરાસાયણિક પરિવર્તનોને કારણે તેના વિકાસની પ્રક્રિયા ઉત્તેજાય છે અને શિયાળુ જાતમાં વસંતઋતુમાં પુષ્પનિર્માણ શક્ય…
વધુ વાંચો >વસ્તી (પરિસ્થિતિવિદ્યા)
વસ્તી (પરિસ્થિતિવિદ્યા) સજીવની કોઈ એક જાતિનો સમૂહ. કોઈ પણ સજીવની વસ્તીનો પરિસ્થિતિવિદ્યાની દૃષ્ટિએ પણ અભ્યાસ કરવામાં આવે છે; જેમાં એક જ જાતિઓની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે સમુચ્ચયન (aggregation), સજીવનું આંતર-અવલંબન તેમજ વિવિધ પરિબળો કે જે આ પ્રક્રિયાઓ પર અસર કરે છે, તેમનો અભ્યાસ કરવામાં આવે છે. તે આધુનિક પરિસ્થિતિવિદ્યાનું અગત્યનું…
વધુ વાંચો >વંશાવળી-નકશા (pedigree maps)
વંશાવળી-નકશા (pedigree maps) : મનુષ્યની આનુવંશિકતાના અભ્યાસની એક પદ્ધતિ. કુટુંબની આનુવંશિક માહિતીઓનું વિશ્ર્લેષણ નિયંત્રિત પ્રજનન-પ્રયોગો (controlled breeding) માટેની એકમાત્ર અવેજી છે. તે નિશ્ચિત લક્ષણ આનુવંશિક બન્યું કે કેમ, તે જાણવામાં અને કોઈ એક લક્ષણના સંતતિઓમાં થતા સંચારણના પથને આલેખવામાં મદદરૂપ થાય છે. હવે વંશાવળી-નોંધોની યોગ્ય જાળવણી કરવામાં આવે છે. મનુષ્યનાં…
વધુ વાંચો >વાઇટેસી
વાઇટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. બથામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ દ્વિદળી; ઉપવર્ગ મુક્તદલા (Polypetalae); શ્રેણી બિંબપુષ્પી (Disciflorae); ગોત્ર સિલેસ્ટ્રેલિસ, કુળ વાઇટેસી. આ કુળમાં 11 પ્રજાતિઓ અને 600 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં તેનું વિતરણ થયેલું છે. તે…
વધુ વાંચો >વાતજૈવવિજ્ઞાન
વાતજૈવવિજ્ઞાન : વાયુવાહિત (air borne) સજીવો અને જૈવિક ઉદભવવાળા વાયુવાહિત કણો સાથે સંકળાયેલું વિજ્ઞાન. આ કણોનું વહન હવાના પ્રવાહ દ્વારા પરોક્ષ રીતે થાય છે. સામાન્ય રીતે હવામાં રહેલાં પરાગરજ અને બીજાણુઓ વાયુવાહિત જૈવિક કણો છે; જ્યારે નાના કીટકો વાયુવાહિત સજીવો છે. મોટા કીટકો અને પક્ષીઓ વાયુવાહિત સજીવો નથી. 2002માં લીલ…
વધુ વાંચો >વાપુંભા (કુંભી)
વાપુંભા (કુંભી) : દ્વિદળી વર્ગમાં આવેલા લેસિથિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Careya arborea Roxb. (સં. કુંભા, કટભી; મ. કિન્હઈ, કિણહી; હિં. કટણી, કરહી; ક. કરીય ક્લિગેં; તે. અરાયા ડુડ્ડીપ્પા, ત. આયમા; મલ. આલમ, પેલુ; અં. કુંબી) છે. તે વિશાળ, પર્ણપાતી, 18 મી.થી 36 મી. ઊંચું વૃક્ષ છે અને…
વધુ વાંચો >વાયવરણો
વાયવરણો : દ્વિદળી વર્ગમાં આવેલા કૅપ્પેરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Crataeva nurvala Buch Ham. syn. C. religiosa Hook F. & Thoms. (સં., બં. વરુણ; મ. વાયવર્ણા, હાડવર્ણા, વાટવર્ણા; હિં. બરના; ગુ. વાયવરણો, ક. મદવસલે; તે. ઉરૂમટ્ટિ, જાજિચેટ્ટુ; ત. મરલિંગમ્) છે. તે મધ્યમ કદનું 9.0મી.થી 10મી. ઊંચું પર્ણપાતી (deciduous)…
વધુ વાંચો >વાયુરંધ્ર
વાયુરંધ્ર : વનસ્પતિઓના અધિસ્તરના કોષો વચ્ચે આવેલાં વાયુ-વિનિમયની પ્રક્રિયા સાથે સંકળાયેલાં છિદ્રો. તે વિશિષ્ટ પ્રકારના બે રક્ષક કોષો (guard cells) દ્વારા ઘેરાયેલાં હોય છે. છિદ્ર અને રક્ષક કોષોથી બનતી રચનાને વાયુરંધ્ર કહે છે. તેઓ ખાસ કરીને પર્ણોની સપાટીએ આવેલા હોવાથી તેમને પર્ણરંધ્ર પણ કહે છે. ઘણી વનસ્પતિઓમાં રક્ષક કોષોની સાથે…
વધુ વાંચો >વારાહી કંદ
વારાહી કંદ : એકદળી વર્ગમાં આવેલા ડાયોસ્કોરિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dioscoria bulbifera Linn. syn. D. crispata Roxb; D. pulchella Roxb; D. sativa Thunb; D. versicolor Buch-Ham. (સં. વારાહી કંદ; હિ. વારાઈ કંદ; ગુ. વારાહી કંદ, વણાવેલ, ડુક્કરકંદ, કનક; બં. બનાલુ, કુકુરાલુ; મ. મણાકુંદ. કારુકારિન્દા, ગથાલુ; તે. ચેદુપડ્ડુડુમ્પા;…
વધુ વાંચો >વાવડિંગ
વાવડિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા મિર્સિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Embelia ribes (સં., બં. વિડંગ; હિં. વાયવિડંગ; મ. ગુ. વાવડિંગ; ક. વાયુવિલંગ; તે. વાયુવિડંગમુ, અં. બેબ્રેંગ) છે. તે મધ્ય હિમાલયથી શ્રીલંકા સુધીના ભારતના 1,500 મી.ની ઊંચાઈ સુધી પહાડી પ્રદેશોમાં, સિંગાપુર અને મ્યાનમારમાં થાય છે. તે મોટું ક્ષુપ સ્વરૂપ…
વધુ વાંચો >