બળદેવભાઈ પટેલ

રુક્મણી

રુક્મણી : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ixora arborea Roxb. syn. I. parviflora Vahl. (સં. નવમલ્લિકા, વનમાલિની; હિં. નીવારી, કોથાગંધાલ; મ. નેવાળી, વેક્ષમોગરી, માકડી, રાનમોગરી; ગુ. નેવારી નીમાળી; ક. નીકાડમલ્લિગે; અં. ટૉર્ચ વુડ ઇક્ઝોરા) છે. તે નાનું, બહુશાખિત, સદાહરિત વૃક્ષ કે ક્ષુપ છે અને ભારતમાં…

વધુ વાંચો >

રુટેસી

રુટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ–દ્વિદળી, ઉપવર્ગ-મુક્તદલા (Polypetalae), શ્રેણી–બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર–જિરાનિયેલ્સ, કુળ–રુટેસી. આ કુળમાં લગભગ 140 પ્રજાતિઓ અને 1,300 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનું વિતરણ ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધના સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં…

વધુ વાંચો >

રુબિયેસી

રુબિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ : દ્વિદળી, ઉપવર્ગ : યુક્તદલા (Gamopetalae), શ્રેણી : અધ:સ્ત્રીકેસરી (Inferae), ગોત્ર : રુબિયેલ્સ, કુળ : રુબિયેસી. આ કુળમાં ક્રૉન્ક્વિસ્ટના મતાનુસાર 500 પ્રજાતિઓ (genera) અને 6,520 જેટલી જાતિઓ(species)નો સમાવેશ થયેલો છે. તેનું…

વધુ વાંચો >

રૂખડો (ગોરખ આમલી)

રૂખડો (ગોરખ આમલી) : દ્વિદળી વર્ગમાં આવેલા બૉમ્બેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Adansonia digitata Linn. (સં. ગોરક્ષી; હિં. ગોરખ ઇમલી; મ. ગોરખચીંચ, ચોરીચીંચ; ગુ. ગોરખ આમલી, રૂખડો, ચોર આમલી; ક. ગોરક્ષતુંણચી, માગીમાત્રું, બ્રહ્મામ્બિકા; ત. પપ્પારપ્પુલી, તોદી; અં. મંકી-બ્રેડ ટ્રી, મંકી પઝલ) છે. તે વિચિત્ર આકારનું, મધ્યમ કદનું 21…

વધુ વાંચો >

રૂપાંતરણ (વનસ્પતિ)

રૂપાંતરણ (વનસ્પતિ) : બૅક્ટેરિયામાં જનીન-પુન:સંયોજન (gene recombination) દરમિયાન જોવા મળતો જનીનિક વિનિમયનો એક પ્રકાર. બૅક્ટેરિયામાં જનીન-વિનિમયની પ્રક્રિયા ત્રણ પદ્ધતિઓ દ્વારા થાય છે : (1) રૂપાંતરણ (transformation), (2) સંયુગ્મન (conjugation) અને (3) પરાંતરણ (transduction). રૂપાંતરણ દરમિયાન દાતા કોષમાંથી કે પર્યાવરણમાંથી મુક્ત DNAનો ખંડ સંગતિ દર્શાવતા જીવંત ગ્રાહકકોષમાં પ્રવેશી તેના જનીન સંકુલ…

વધુ વાંચો >

રૂંછાળો દૂધલો (રાઇટિયા)

રૂંછાળો દૂધલો (રાઇટિયા) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Wrightia tinctoria R. Br. (સં. શ્ર્વેતકુટજ; હિં. ઇન્દ્રજવ, મીઠા ઇન્દ્રજવ; બં. ઇન્દ્રજવ; ગુ. રૂંછાળો દૂધલો, દૂધલો, કાળો ઇન્દ્રજવ; મ. કાલાકુડા, ઇન્દ્રજવ; તે. ટેડ્લાપાલા, આમકુડા, જેડ્ડાપાલા; ક. કોડામુર્કી, બેપાલ્લે; ત. વેયપાલે, ઇરુમ્પાલાઈ, થોંયાપાલાઈ; મલ. કોટકપ્પાલ્લા, અં. પાલા…

વધુ વાંચો >

રે, જૉન

રે, જૉન (જ. 29 નવેમ્બર 1627, બ્લૅક નોટલે, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 17 જાન્યુઆરી 1705, બ્લૅક નોટલે) : સત્તરમી સદીના એક અંગ્રેજ તત્વજ્ઞાની, ધર્મશાસ્ત્રી અને અગ્રણી પ્રકૃતિવાદી. તે બાહ્યાકારવિદ્યા (morphology) પર આધારિત વનસ્પતિઓની વર્ગીકરણ-પદ્ધતિ આપનારા પ્રથમ તબક્કાના પ્રકૃતિવાદી હતા અને કેરોલસ લિનિયસ કરતાં ઘણા સમય પહેલાં તેમણે વર્ગીકરણ-પદ્ધતિ સૂચવી હતી. તેમના…

વધુ વાંચો >

રેડૉક્સ-વિભવ (redox potential)

રેડૉક્સ-વિભવ (redox potential) : ઉપચયન(oxidation) અપચયન(reduction)ની પ્રક્રિયામાં મુક્ત ઊર્જા(free energy)માં થતો ફેરફાર. તે પ્રમાણિત (standard) રેડૉક્સવિભવ તરીકે વીજ-રાસાયણિક એકમોમાં અભિવ્યક્ત થઈ શકે છે. ઉપચયન દરમિયાન કોઈ એક રાસાયણિક પદાર્થમાંથી એક કે તેથી વધારે ઇલેક્ટ્રૉન મુક્ત થાય છે. ઊર્જાના સંદર્ભમાં તે ઉષ્માત્યાગી પ્રક્રિયા છે. અપચયનની પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પદાર્થ એક કે…

વધુ વાંચો >

રેણુકા

રેણુકા : દ્વિદળી વર્ગમાં આવેલા પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Piper wallichi Hand.  Mazz. syn. P. aurantiacum Wall. ex DC.; P. arcuatum Blume (સં. હિં. બં. ક. રેણુકા; મ. રેણુકબીજ) છે. તે એક મજબૂત અરોમિલ આરોહી વનસ્પતિ છે. તેનાં પર્ણો ચર્મિલ અને 7.5 સેમી.થી 10.0 સેમી. લાંબાં હોય…

વધુ વાંચો >

રૅનન્ક્યુલેસી (બટરકપ કુળ)

રૅનન્ક્યુલેસી (બટરકપ કુળ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા રાનેલ્સ ગોત્રનું એક આદિ  ક્રોન્ક્વિસ્ટના મતાનુસાર આ કુળ 50 પ્રજાતિઓ અને 2,000 જેટલી જાતિઓનું બનેલું છે. લૉરેન્સ આ કુળ માટે 35 પ્રજાતિઓ અને 1,500 જાતિઓ સૂચવે છે. લગભગ 20 જેટલી પ્રજાતિઓ અને 300 જેટલી જાતિઓ ઉત્તર અમેરિકાની સ્થાનિક છે. આ કુળની કેટલીક…

વધુ વાંચો >