બળદેવભાઈ પટેલ

યુસ્પૉરેન્જિયોપ્સીડા (સુબીજાણુધાનીય)

યુસ્પૉરેન્જિયોપ્સીડા (સુબીજાણુધાનીય) : વનસ્પતિઓના ફિલિકોફાઇટા કે પ્ટેરોફાઇટા વિભાગનો આદિ હંસરાજ(primitive ferns)નો બનેલો એક વર્ગ. તેના બીજાણુજનક(sporophyte)નું મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભેદન થયેલું હોય છે. પર્ણો મોટાં અને સામાન્યત: વિભાજિત હોય છે અને પર્ણ-અવકાશો (leaf gaps) ધરાવે છે. પર્ણોનું કલિકા-અવસ્થામાં કુંડલિતાગ્ર (cixcinate) પર્ણવલન જોવા મળતું નથી અને તે ઉપપર્ણીય (stipulate) કે…

વધુ વાંચો >

યૂગ્લીનોફાઇટા

યૂગ્લીનોફાઇટા : સામાન્યત: મીઠા પાણીમાં થતાં એકકોષી, નગ્ન અને ચલિત સજીવ સ્વરૂપોનો એક વિભાગ. આ વિભાગમાં કેટલાંક વૃક્ષાકાર (dendroid) વસાહતથી ઊંચી કક્ષાનાં નહિ તેવાં અચલિત બહુકોષીય સ્વરૂપોની ઉત્ક્રાંતિ થઈ છે. તેનો જીવરસ રંગહીન કે ઘાસ જેવા લીલા રંગનો હોય છે. ક્લૉરોફિલ a અને b રંજ્યાલવ(chromatophore)માં આવેલાં હોય છે. ક્લૉરોફિલ બાબતે…

વધુ વાંચો >

રક્તગુંજ (ગુંજ; ચણોઠી)

રક્તગુંજ (ગુંજ; ચણોઠી) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Abrus precatorius Linn. (સં. રક્તગુંજ, ગુંજા; મ. ગુંજ; હિં. ગુંજા, ધુધચી, ચોટલી, ચિરમિટી; બં. કુંચ; ગુ. ચણોઠી, ગુંજા; તે. ગુલવિંદે; ત. ગુંડુમની, કુંતુમની, મલ. કુન્ની, કુન્નીકુરુ; અં. ક્રૅબ્ઝ આઇ, ઇંડિયન લિકોરિશ, જેક્વિરિટી.) છે. તે…

વધુ વાંચો >

રગતરોહિડો

રગતરોહિડો : દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tecoma undulata G. Don = Tecomella undulata (Sm.) Seem. syn. Bignonia undulata Sm. (સં. રક્તરોહિતક; હિં. રગત્રોરા, કુટશાલ્મલી; મ. રક્તરોહીડા; બં. રોઢા, ગુ. રગતરોહિડો; અં. રોહિડા ટ્રી.) છે. તે પર્ણપાતી (deciduous), શોભન ક્ષુપ કે નાનું વૃક્ષ અને વાયવ્ય…

વધુ વાંચો >

રચનાસદૃશતા (homology)

રચનાસદૃશતા (homology) : ઉત્ક્રાંતિનો તુલનાત્મક શરીરવિજ્ઞાન(anatomy)નો એક પુરાવો. સમાન આકારવિદ્યાકીય (morphological) ઉદ્ભવ અને મૂળભૂત રીતે સરખી સંરચના ધરાવતા હોવા છતાં બાહ્ય દેખાવે અને કાર્યાત્મક વૈવિધ્ય દર્શાવતાં અંગોને રચનાસાદૃશ્ય (homologous) ધરાવતા કે સમમૂલક અંગો અને આ પરિઘટનાને રચનાસદૃશતા કહે છે. રચનાસાદૃશ અંગો મૂળભૂત પ્રકાર(basic type)ની રૂપાંતર(modification)ની પ્રક્રિયાને પરિણામે ઉદભવે છે. વિવિધ…

વધુ વાંચો >

રજકો

રજકો દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ–પેપિલિયો–નૉઇડીની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Medicago sativa Linn. (હિં. વિલાયતી ગાવુથ, લસુન ઘાસ; મ. વિલાયતી ગાવટ; ગુ. રજકો, વિલાયતી ઘાસ; ક. વિલાયતી-હુલુ; પં. લસુન; અં. લ્યુસર્ન, આલ્ફાલ્ફા) છે. તે ટટ્ટાર, બહુશાખિત, બહુવર્ષાયુ શાકીય, 0.3 મી.થી 1.0 મી. ઊંચી વનસ્પતિ છે. પર્ણો ત્રિપર્ણી પિચ્છાકાર (pinnate)…

વધુ વાંચો >

રતનજોત

રતનજોત : દ્વિદળી વર્ગમાં આવેલા યુફર્બિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jatropha curcas Linn. (સં. ભદ્રદંતિકા; મ. થોરદાંતી, મોગલી એરંડ, પારસા એરંડ, વિલાયતી એરંડ; હિં. બડી દંતી, જંગલી એરંડી, મુંગલાઈ એરંડ; ક. દોકદંતી, ભરઔકલ, ગુવૌડલવ; ત. કાલામતાક; મલ. કાટ્ટામાકુ; ગુ. રતનજોત, મોગલી એરંડો; અં. ફિઝિક નટ) છે. તે 3થી…

વધુ વાંચો >

રતવેલિયો

રતવેલિયો : દ્વિદળી વર્ગના વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lippia nodiflora Rich. syn. Phyla nodiflora (Linn) Greene (સં. જલપિપ્પલી, હિં. અને બં. ભૂઈ-ઓક્રા, મ. રતોલિયા, ગુ. રતવેલિયો, તે. બોકેનાકુ, બોક્કેના; ત. પોડુથાલાઈ, ક. નેલાહિપ્પાલી, મલ. કાટ્ટુ-થીપ્પાલી) છે. તે બહુશાખિત, ભૂપ્રસારી અને ગાંઠોએથી મૂળ ઉત્પન્ન કરતી શાકીય વનસ્પતિ છે…

વધુ વાંચો >

રત્નગુંજ (વાલ)

રત્નગુંજ (વાલ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ માઇમોસોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Adenanthera pavonina Linn. (સં. રત્નગુંજ; મ. થોરલાગુંજ, રતનગુંજ; હિં. બડી ગુમચી; બં. રક્તચંદન; ત. મંજદી સેમ; તે. બંદી ગુરિતેન્ડ; અં. કૉરલ વુડ, રેડ બીડ ટ્રી, રેડ વુડ) છે. તે એક પર્ણપાતી, ઝડપથી વૃદ્ધિ પામતું, 18…

વધુ વાંચો >

રબર (વનસ્પતિશાસ્ત્ર)

રબર (વનસ્પતિશાસ્ત્ર) પ્રત્યાસ્થ, વાયુરોધક… પદાર્થ અપનારી દ્વિદળી વર્ગમાં આવેલા યુફોબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hevea brasiliensis (H. B. K.) Muell. (અં. પેરા રબર ટ્રી, કૂચુક ટ્રી) છે. તે 18 મી.થી 30 મી. કે તેથી વધારે ઊંચાઈ ધરાવતું વિશાળ વૃક્ષ છે. તેના થડનો ઘેરાવો 2.4 મી.થી 3.6 મી. જેટલો…

વધુ વાંચો >