બળદેવભાઈ પટેલ

માર્ટિનિયેસી

માર્ટિનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે 5 પ્રજાતિઓ અને લગભગ 16 જાતિઓ ધરાવે છે, આ જાતિઓ અમેરિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોની મૂલનિવાસી છે. લ્યૂઝિયાનાથી શરૂ થઈ પશ્ચિમ તરફ કૅલિફૉર્નિયામાં થતી Proboscideaની 4 જાતિઓ સ્થાનિક છે. ભારતમાં આ કુળની એક પ્રજાતિ અને તેની એકમાત્ર જાતિ Martynia annua Linn. (વીંછુડો) થાય…

વધુ વાંચો >

માર્શલ, બેરી

માર્શલ, બેરી (જ. 30 સપ્ટેમ્બર 1951, કૅલ્ગૂર્લી, પશ્ચિમ ઑસ્ટ્રેલિયા) : 2005ના નોબેલ પુરસ્કારના સહવિજેતા ઑસ્ટ્રેલિયન સંશોધક. તેમણે 1974માં યુનિવર્સિટી ઑવ્ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયામાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમણે 1977–84 સુધી રૉયલ પર્થ હૉસ્પિટલમાં સેવા આપી અને પછી યુનિવર્સિટી ઑવ્ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા નૅડલૅન્ડ્સમાં આયુર્વિજ્ઞાનનું શિક્ષણકાર્ય કર્યું. 1981માં જઠરાંત્રવિજ્ઞાન (gastroenterology) વિભાગમાં કામ કરતા…

વધુ વાંચો >

માલકાંગણી

માલકાંગણી : દ્વિદળી વર્ગમાં આવેલા સિલેસ્ટ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Celastrus paniculatus Willd. (સં. જ્યોતિષ્મતી; હિં. માલકંગની; બં. લતાફટકી; મ. માલકોંગોણી; ત. વલુલુવઈ; ક. કૈગુએરડું; તે. વાવંજી; અં. સ્ટાફ ટ્રી) છે. તે પીળાં ફળ ધરાવતી મોટી આરોહી ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે અને 1,200 મી.ની ઊંચાઈ સુધી ભારતમાં પહાડી…

વધુ વાંચો >

માલવેસી

માલવેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે આશરે 82 પ્રજાતિ અને 1,500 જેટલી જાતિઓનું બનેલું છે અને ધ્રુવપ્રદેશો સિવાય સર્વત્ર જોવા મળે છે. અમેરિકાના ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં તેની જાતિઓ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. અમેરિકામાં 27 પ્રજાતિઓમાં વિતરિત થયેલી 200 જેટલી જાતિઓ સ્થાનિક (indigenous) છે. તેની સૌથી મોટી પ્રજાતિઓમાં…

વધુ વાંચો >

માલ્પિગિયેસી

માલ્પિગિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ ઉષ્ણકટિબંધીય કુળ લગભગ 60 પ્રજાતિઓ અને 850 જેટલી જાતિઓ ધરાવે છે. તે મુખ્યત્વે અમેરિકાના ઉષ્ણ અને અધોષ્ણ પ્રદેશોમાં થાય છે. અમેરિકામાં થતી 5 પ્રજાતિઓની 7 જાતિઓ સ્થાનિક (indigenous) છે અને દેશના વધારે ગરમ પ્રદેશોમાં થાય છે : Brysonima (100–1) દક્ષિણ ફ્લોરિડામાં;…

વધુ વાંચો >

મિક્સોમાઇસિટિસ (શ્લેષી ફૂગ)

મિક્સોમાઇસિટિસ (શ્લેષી ફૂગ) ફૂગના મિક્સોમાઇકોટિના ઉપવિભાગનો એક વર્ગ. ડીબેરી (1887) તેને ‘માઇસેટોઝોઆ’માં મૂકે છે. લિસ્ટર (1925), હેજલસ્ટેઇન (1944), બેસી (1950), કુડો (1954) અને ઑલિવે આ શ્લેષી ફૂગને પ્રાણીસૃષ્ટિના પ્રજીવ સમુદાયમાં વર્ગીકૃત કરી છે. તે અત્યંત પુરાતન અને પ્રમાણમાં સ્થાયી સજીવ-સમૂહ છે. અને ઘણી રીતે તદ્દન વિશિષ્ટ છે. માર્ટિન(1961)ના મંતવ્ય અનુસાર…

વધુ વાંચો >

મિર્સિનેસી

મિર્સિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે લગભગ 32 પ્રજાતિઓ અને 1000 જેટલી જાતિઓનું બનેલું છે. દક્ષિણમાં તે ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા સુધી અને ઉત્તરમાં જાપાન, મેક્સિકો અને ફ્લૉરિડા સુધી વિતરણ પામેલું છે. Rapanea guaianensis અને Icacorea paniculata ફ્લૉરિડામાં થતી સ્થાનિક (indigenous) જાતિઓ છે. આ કુળની સૌથી મોટી…

વધુ વાંચો >

મીઠો લીમડો

મીઠો લીમડો : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Murraya koenigii (Linn.) Spreng. (સં. કૈડર્ય, હિં. કઢી નિંબ, કઢી પત્તા; બં. બારસંગા, કરીઆફૂલી, મ. કઢી નિંબ, ગુ. મીઠો લીમડો, કઢી લીમડો; તે. કરેપાકુ; ત. કરીવેમ્પુ; મલ. કરીવેપ્પિલી, અં. કરી લીફ ટ્રી) છે. તે સુંદર, સુરભિત (aromatic),…

વધુ વાંચો >

મીર્ટેસી

મીર્ટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે આશરે 80 પ્રજાતિઓ અને 3,000 જેટલી જાતિઓનું બનેલું છે અને લગભગ સંપૂર્ણપણે ઉષ્ણકટિબંધીય વિતરણ ધરાવે છે. તેના વિતરણનાં બે મુખ્ય કેન્દ્રો છે : (1) અનષ્ઠિલ (berry) ફળ ધરાવતા મીર્ટોઇડી ઉપકુળ માટે ઉષ્ણકટિબંધીય અમેરિકા; અને (2) પ્રાવર (capsule) ફળવાળા લેપ્ટોસ્પર્મોઇડી ઉપકુળ માટે…

વધુ વાંચો >

મીંઢળ

મીંઢળ : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Randia spinosa Poir. syn. R. dumetorum Poir; R. brandisii Gamble; R. longispina wight & Arn.; Xeromorphis spinosa Keay (સં. મદનફલ, પિણ્ડીતક, કરહાટ, રાઠ; હિં. મૈનફલ, કરહર; મ. મેણફળ, મદન; બં. મયનાકાંટા; પં. મેણફલ; તે. મંગ, મ્રંગ; મલા. માંગાકાયી; તા.…

વધુ વાંચો >