બળદેવભાઈ પટેલ
બ્રાયેલ્સ
બ્રાયેલ્સ : દ્વિઅંગી વનસ્પતિઓમાં આવેલા વર્ગ બ્રાયોપ્સિડાનું એક ગોત્ર. તેને ઉપવર્ગ બ્રાયિડી તરીકેનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. ફલીસ્કરે (1902–1922) આ વનસ્પતિ-સમૂહને ગોત્ર તરીકેની કક્ષા આપી હતી; પરંતુ વાનસ્પતિક નામાભિધાનની આંતરરાષ્ટ્રીય આચારસંહિતા (International code of Botanical Nomenclature) યુટ્રેચ્ટ(1956)ની ભલામણ અનુસાર તેને બ્રાયિડી ઉપવર્ગ ગણવામાં આવે છે. આ ઉપવર્ગ લગભગ 650…
વધુ વાંચો >બ્રેસિકેસી
બ્રેસિકેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે 350 પ્રજાતિઓ અને લગભગ 2,500 જાતિઓ ધરાવતું અને મૂળભૂત રીતે ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશના વધારે ઠંડા ભાગોમાં વિતરણ પામેલું મોટું કુળ છે. 10 જેટલી પ્રજાતિઓ સર્વદેશીય છે. જેમાં Draba (270 જાતિઓ), Cardamine (130 જાતિઓ), Lepidium (130 જાતિઓ), Sisymbrium (80 જાતિઓ), Thlaspi (60…
વધુ વાંચો >બ્રોનૉવ્સ્કી જૅકોબ
બ્રોનૉવ્સ્કી જૅકોબ (જ. 18 જાન્યુઆરી 1908, પોલૅન્ડ; અ. 22 ઑગસ્ટ 1974, ઈસ્ટ હૅમ્પટન, એન.વાય., યુ.એસ.) : જન્મે પોલૅન્ડના છતાં બ્રિટિશ ગણિતશાસ્ત્રી. તેમણે વિજ્ઞાનના માનવતાવાદી પાસાંઓની વિશ્વમાં તેમની વિશિષ્ટ વાક્પટુતા દ્વારા રજૂઆત કરી હતી. શિશુ-અવસ્થામાં જ તેમના કુટુંબે જર્મની અને ત્યારબાદ ઇંગ્લૅન્ડમાં સ્થળાંતર કર્યું. તેમણે કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરી વિશેષ…
વધુ વાંચો >ભક્ષણ
ભક્ષણ (predation) : ભક્ષક દ્વારા થતી, ભક્ષ્ય પ્રાણીનો પીછો કરી, પકડી અને મારી નાખવાની ક્રિયા. ચિત્તા જેવાં ભક્ષક પ્રાણીઓ એકાકી શિકારી હોય છે. ચિત્તો વૃક્ષની શાખા પર લપાઈને પ્રતીક્ષા કરતો બેસે છે અને નિશ્ચિત ભક્ષ્ય પર તરાપ મારે છે. વરુ જેવાં પ્રાણીઓ સામૂહિક શિકારી પ્રાણીઓ છે. તે તેમના ભક્ષ્ય પ્રાણી…
વધુ વાંચો >ભાંગ
ભાંગ : દ્વિદળી વર્ગમાં આવેલા કૅનાબિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cannabis sativa Linn. (સં. विजया; બં., ગુ., મ., હિં. ભાંગ, ચરસ, ગાંજા; ફા. ફિન્નાવિષ, વરકુલ ખયાલ, શવનવંગ; અં. ઇંડિયન હેમ્પ) છે. તે પશ્ચિમ હિમાલયમાં ‘વન્ય’ તરીકે થાય છે અને ભારતના મોટાભાગના પ્રદેશોમાં ‘પલાયન’ (escape) જાતિ તરીકે પુષ્કળ પ્રમાણમાં…
વધુ વાંચો >ભાંગરો
ભાંગરો : દ્વિદળી વર્ગમાં આવેલા કુળ ઍસ્ટરેસીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echipta alba (Linn.) Hassk. (સં. भृंगराज भार्कव, केशराज; हिं, भांगरा; બં. ભીમરાજ; મ. માકા; ગુ. ભાંગરો; ક. ગરક; તે. ગુંટકલ, ગરચેટુ; મલા. કુન્ન; ફા. જમર્દર) છે. તે ટટ્ટાર અથવા ભૂપ્રસારી (prostrate), બહુશાખિત, નતરોમી (strigose) અને એકવર્ષાયુ (annual) શાકીય…
વધુ વાંચો >ભિલામો
ભિલામો : દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Semecarpus anacardium Linn. f. (સં. भल्लातक; હિં. भेला, भीलावा; મ. बीबा; ગુ. ભિલામો; બં. ભેલા; અં. માર્કિંગ નટ્ટ) છે. તે 12 મી.થી 15 મી. ઊંચું, મધ્યમ કદનું, પર્ણપાતી વૃક્ષ છે. તેના થડનો ઘેરાવો લગભગ 1.25 મી. જેટલો હોય છે.…
વધુ વાંચો >ભૂતકેશી (કલ્હાર)
ભૂતકેશી (કલ્હાર) : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલાટિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Verbascum coromandalinum (Vahl.) Kuntzc. syn. Celsia coromandaliana Vahl. (સં. भूतकेशी, ગુ. કલ્હાર) છે. તે ભારત અને શ્રીલંકામાં ભેજવાળી જગાઓએ કે નદીકિનારે થાય છે. એકવર્ષાયુ, શાકીય, રોમિલ અને નાની વનસ્પતિ છે. તેનાં પર્ણો સંયુક્ત કે પક્ષવત્ નિદર (pinnatisect)…
વધુ વાંચો >ભોરિંગણી (બેઠી રિંગણી)
ભોરિંગણી (બેઠી રિંગણી) : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Solanum surattense Burm. F. syn. S. xanthocarpum Schrad & Wendl. (સં. कंटकारिका, क्षुद्रकंटकारी, व्याध्री; હિં. छोटी कटेली (कटेरी), लघु कटाई; બં. કંટકારી; મ. ભૂઈરિંગણી; ગુ. ભોરિંગણી, બેઠી રિંગણી; ક. નેલગુલ્લુ; તે. રેવટીમુલંગા, વ્રાકુટીચેટુ; ત. કરીમુલ્લી; મલ.…
વધુ વાંચો >ભોંયઆમલી
ભોંયઆમલી : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Phyllanthus fraternus Webster. syn. P. niruri Hook f. છે. તે 60 સેમી. જેટલી ઊંચાઈ ધરાવતી શાકીય જાતિ છે અને ભારતના ગરમ પ્રદેશોમાં ખાસ કરીને ખેડાયેલી ભૂમિમાં હંમેશાં શિયાળુ-અપતૃણ તરીકે થાય છે. તે સંભવત: બાંગ્લાદેશ અને પશ્ચિમ ભારતની મૂલનિવાસી…
વધુ વાંચો >