બળદેવભાઈ પટેલ

પુત્રવંતી (પુત્રંજીવા)

પુત્રવંતી (પુત્રંજીવા) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા યુફોરબિયેસી (આમલક્યાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Putranjiva roxburghiii wall. (સં. પુત્રજીવક, પુત્રજીવ, પવિત્ર, સુતજીવક, કુટજીવ, અપત્યજીવ, યષ્ટિપુષ્પ, ગર્ભકર, ગર્ભદા, હિં. જીયાપોતા, પુત્રંજીવ, બં. પુત્રંજીવ, જિયાપુતા, પુતજિયા, મ. પુત્રજીવ, પુત્રવંતી, જીવનપુત્ર, ક. પુત્રંજીવ, તા. ઇરુકોલ્લી, મલા. પોંગાલમ, તે. કુદુરુ, પુત્રજીવ્કા, અ. ચાઇલ્ડ લાઇફ…

વધુ વાંચો >

પુનર્જનન (Regeneration)

પુનર્જનન (Regeneration) ગુમાવાયેલા કે ખૂબ ઈજા પામેલા શરીરના ભાગોનું સજીવ દ્વારા પ્રતિસ્થાપન. આ પારિભાષિક શબ્દ વ્યાપક છે અને વિવિધ સજીવોમાં પુન:સ્થાપિત (restorative) થતી પ્રક્રિયાઓના વિશાળ ક્ષેત્રને આવરી લે છે. કેટલાક વિજ્ઞાનીઓ ‘પુનર્જનન’ને બદલે ‘પુનર્રચન’ (reconstituion) શબ્દ પ્રયોજવાનું પસંદ કરે છે. પુનર્જનન વિશે થયેલાં અવલોકનો અને સંશોધનોની એક લાંબી નોંધ છે.…

વધુ વાંચો >

પુષ્કરમૂળ

પુષ્કરમૂળ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (ભૃંગરાજાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Inula racemosa Hook. f. (સં. પુષ્કરમૂલ, પદ્મપત્ર, કાશ્મીરા, કુષ્ઠભેદ; હિં. પોહકરમૂલ; મ. બાળવેખંડ; ગુ. પુષ્કરમૂળ; મલ. ચન્નાકૂવા; તે. પુષ્કર મૂલામુ; ક્ધન. પુષ્કરમૂળ; કા. પાતાલપદ્મિની; અં. ઇંડિયન એલિકેમ્પેન) છે. વિતરણ : તે ભારત, ચીન અને યુરોપમાં વિપુલ…

વધુ વાંચો >

પુષ્પાસન

પુષ્પાસન : પુષ્પીય પ્રરોહ(florat shoot)નો અક્ષ. તે પુષ્પદંડ-(pedicel)નું સીધું વિસ્તરણ (prolongation) છે અને પુષ્પીય પત્રોના ચાર સેટ ધરાવે છે. સામાન્યત: તે સહેજ ફૂલેલી દડા જેવી રચના હોય છે; પરંતુ કેટલીક વાર તે લાંબું અને શંકુ આકારનું [દા. ત., લીલો ચંપો (Artabotrys odoratissima), પીળો ચંપો (Michelia champaka)] અથવા સપાટ ટોચવાળું વાદળી…

વધુ વાંચો >

પેપિલિયોનેસી

પેપિલિયોનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (લેગ્યુમિનોસી) કુળનું એક ઉપકુળ. ફેબેસી ત્રણ ઉપકુળ ધરાવે છે : (1) પેપિલિયોનૉઇડી (લોટૉઇડી), (2) સિઝાલ્પિનિયૉઇડી અને (3) માઇમોસૉઇડી. કેટલાક વર્ગીકરણ-વિજ્ઞાનીઓ આ ત્રણેય ઉપકુળને ‘કુળ’ની કક્ષામાં પણ મૂકે છે. ત્રણેય ઉપકુળ પૈકી પેપિલિયોનૉઇડી સૌથી મોટું અને સૌથી ઉદવિકસિત ઉપકુળ છે. તે 10 જનજાતિઓ(tribes)માં વર્ગીકૃત…

વધુ વાંચો >

પૉર્ફિરિન

પૉર્ફિરિન : ચક્રીય ટેટ્રાપાયરોલિક બંધારણ ધરાવતાં લાલ રંગનાં સંયોજનોનો એક વર્ગ. પાયરોલની આ ચારેય મુદ્રિકાઓ તેમના ∝ – કાર્બનના પરમાણુઓ દ્વારા ચાર મિથિન સેતુઓ (=CH-) વડે જોડાયેલી હોય છે. પાયરોલનું સૂત્ર નીચે પ્રમાણે છે : પૉર્ફિરિન ક્લોરોફિલ a અને b, હીમોગ્લોબિન, માયોહીમોગ્લોબિન, સાયટોક્રોમ અને કૅટાલેઝ તેમજ પેરૉક્સિડેઝ જેવા ઉત્સેચકોના સક્રિય…

વધુ વાંચો >

પૉલિગેલેસી

પૉલિગેલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તે લગભગ 1૦ પ્રજાતિઓ અને 7૦૦ જાતિઓ ધરાવે છે. ન્યૂઝીલૅન્ડ અને એશિયા તેમજ ઉત્તર અમેરિકાના ધ્રુવીય પ્રદેશો સિવાય તેનું બહોળું વિતરણ થયેલું છે. Polygala (475 જાતિ) અને Monnina (8૦ જાતિ) – આ કુળની મુખ્ય પ્રજાતિઓ ગણાય છે. તે શાકીય, ક્ષુપ અને નાના વૃક્ષ…

વધુ વાંચો >

પૉલિગોનેસી (Polygonaceae)

પૉલિગોનેસી (Polygonaceae) : દ્વિદળી વર્ગની વનસ્પતિઓનું એકપરિદલપુંજી (monochlamydous) કુળ. આ કુળમાં લગભગ 4૦ પ્રજાતિ અને 8૦૦ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની મોટા ભાગની જાતિઓનું  વિતરણ ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. દક્ષિણ ગોળાર્ધ, ઉષ્ણપ્રદેશો અને ધ્રુવીય પ્રદેશમાં તેની બહુ ઓછી જાતિઓ થાય છે. ભારતમાં લગભગ 8 પ્રજાતિ અને 11૦ જાતિઓ…

વધુ વાંચો >

પૉલિપોડિયેસી

પૉલિપોડિયેસી : ત્રિઅંગી વનસ્પતિઓના ફિલિકેલ્સ ગોત્રનું સૌથી મોટું કુળ. આ કુળમાં હંસરાજ(fern)ની વિવિધ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે : આ કુળની વનસ્પતિઓ મધ્યોદભિદ્, શુષ્કોદભિદ, પરરોહી કે જલોદભિદ હોય છે અને શાકીય, ક્ષુપ કે ક્યારેક નાના કદના વૃક્ષ-સ્વરૂપે જંગલોમાં ભેજવાળા વિસ્તારોમાં અને પર્વતીય પ્રદેશોમાં પુષ્કળ…

વધુ વાંચો >

પ્રકાશ (જીવવિજ્ઞાન)

પ્રકાશ (જીવવિજ્ઞાન) સજીવોના અસ્તિત્વ માટે જરૂરી પરિબળો પૈકીમાંનું એક સૌથી મહત્વનું પરિબળ. આજે જે પ્રકારે જીવન અસ્તિત્વ ધરાવે છે તે પ્રકાશ વિના શક્ય નથી. પૃથ્વીના વિવિધ વિસ્તારો પર પ્રકાશ એકસરખી રીતે પથરાતો હોવાથી વનસ્પતિસમાજના બંધારણ પર ખાસ પ્રભાવ જણાતો નથી; આમ છતાં, કેટલાક વિશિષ્ટ વિસ્તારોમાં પ્રકાશની અગત્ય ઘણી વધી જાય…

વધુ વાંચો >