બળદેવભાઈ કનીજિયા
હલવારવી હરભજનસિંહ
હલવારવી, હરભજનસિંહ (જ. 10 માર્ચ 1943, હલવારા, જિ. લુધિયાણા, પંજાબ) : પંજાબી કવિ અને પત્રકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પુલાં તોં પાર’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ગણિત અને પંજાબી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ પંજાબી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવે છે. તેઓ…
વધુ વાંચો >હંસ દમયંતી મત્તુ ઇતર રૂપકગલુ (1965)
હંસ દમયંતી મત્તુ ઇતર રૂપકગલુ (1965) : પી. ટી. નરસિંહાચાર (જ. 1905) રચિત કન્નડ નાટ્યસંગ્રહ. આ કૃતિ બદલ તેમને 1966ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ સંગ્રહ 8 સંગીતમય નાટકોનો બનેલો છે. તે પૈકી 4 પ્રખ્યાત મહાકાવ્યો પર આધારિત છે, જ્યારે બીજાં 4 ઋતુઓને લગતાં છે. પ્રથમ…
વધુ વાંચો >હાજિની મોહીદ-દીન
હાજિની, મોહીદ-દીન (જ. 1917, હાજિન સોનાવાડી, કાશ્મીર) : કાશ્મીરી વિદ્વાન અને નાટ્યકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘મકૌલાત’ બદલ 1970ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ હાજિન સોનાવાડીમાં મેળવ્યું હતું. પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. અને પત્રકારત્વમાં ડિપ્લોમા સહિત એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1942માં તેઓ પી.…
વધુ વાંચો >હાશિમ
હાશિમ (જ. 1735, જગદેવ કલન, અમૃતસર જિલ્લો, પંજાબ; અ. 1843) : પંજાબી કવિ. તેમની ચોક્કસ જન્મતારીખ ઉપલબ્ધ નથી. તેમના પિતાનું નામ હાજી મુહમ્મદ શરીફ માસૂમ શાહ હતું. હાશિમ જાણીતા હકીમ હતા. તેમણે મહારાજા રણજિતસિંહની માંદગી દરમિયાન સફળ સારવાર કરી હતી તેથી રાજાએ તેમને ‘જાગીર’ બક્ષિસમાં આપી હતી. મહારાજાને તેમની કવિતા…
વધુ વાંચો >હિમથાણી હરિ
હિમથાણી, હરિ [જ. 13 ફેબ્રુઆરી 1933, હિસાબ, જિ. નવાબશાહ, સિંધ (હવે પાકિસ્તાનમાં)] : સિંધી વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ઉદામંડ અરમાન’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે મૅટ્રિક સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. 1991માં તેઓ રેલવે વિભાગમાંથી સેવાનિવૃત્ત થયા. તેઓ સિંધી ઉપરાંત અંગ્રેજી અને…
વધુ વાંચો >હીની સીમસ
હીની, સીમસ (જ. 13 એપ્રિલ 1939, કાઉન્ટી લંડનડેરી, આયર્લૅન્ડ) : આઇરિશ કવિ. તેમને આયર્લૅન્ડની રોજિંદી અલૌકિક ઘટનાઓ અને જીવંત ભૂતકાળ નિરૂપતી ઉદ્દીપ્ત ભાવનાઓનું લાવણ્ય અને નૈતિક ઊંડાણવાળી તેમની કાવ્યકૃતિઓ માટેનું 1995ના વર્ષનો વિશ્વનો સર્વોચ્ચ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. તેમના પિતા પેટ્રિક હીની ઉત્તર આયર્લૅન્ડના કૅથલિકપંથી ખેડૂત હતા અને કેટલ-ફાર્મ ધરાવતા…
વધુ વાંચો >હુસૈન સૈયદ આબિદ
હુસૈન, સૈયદ આબિદ (જ. 1896, ભોપાલ; અ. 13 ડિસેમ્બર 1978) : ઉર્દૂ સાહિત્યકાર. તેમના પિતાનું નામ હમિદ હુસૈન અને માતાનું નામ સુલતાન બેગમ હતું. તેઓ સાલિહા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમણે ભોપાલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું પછી 1920માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને 1925માં ઑક્સફર્ડ અને બર્લિનમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી…
વધુ વાંચો >હેબ્બર કટિન્ગેરી કૃષ્ણ
હેબ્બર, કટિન્ગેરી કૃષ્ણ (જ. 15 જૂન 1912, કટિન્ગેરી, દ. કન્નડ, મૈસૂર રાજ્ય) : અગ્રગણ્ય ભારતીય કલાકાર. શાળાજીવન ઊડિપીમાં. પછી મૈસૂર રાજ્યની ચિત્રશાળામાં કલાનો પ્રાથમિક અભ્યાસ. અનેક મુશ્કેલીઓ બાદ મુંબઈ ગયા. ત્યાં ‘નૂતન કલામંદિર’માં મુંબઈ સ્કૂલ ઑવ્ આર્ટની પરીક્ષાઓ પાસ કરી. 1938માં પ્રિન્સિપાલ જિરાર્ડ પાસેથી ડિપ્લોમા કોર્સની તાલીમ મેળવી. અહીં તેમણે…
વધુ વાંચો >હેમલતા તેન્નાટી
હેમલતા તેન્નાટી (જ. 15 નવેમ્બર 1938, નિમ્માલુલુ, જિ. ક્રિશ્ર્ના, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખિકા. સામાન્ય રીતે તેઓ લતા તરીકે જાણીતાં છે. તેઓ વિજયવાડામાં સ્થાયી થયાં. તેમણે પરંપરાગત શિક્ષણ મેળવ્યું નથી, પરંતુ ખાનગી શિક્ષકો દ્વારા તેમણે તેલુગુ અને સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. ઘણી નાની વયે તેમણે ‘શિલાહૃદયમ્’ નામક નાટિકા આપી, જે…
વધુ વાંચો >