બળદેવભાઈ કનીજિયા

સ્વામી

સ્વામી : મરાઠી નવલકથાના વિકાસમાં સીમાચિહન ગણાતી રણજિત દેસાઈ (જ. 1928) કૃત નવલકથા. તે 1962માં પુણેથી પ્રગટ કરવામાં આવેલી. તે એટલી બધી લોકપ્રિય બની કે તેની અનેક આવૃત્તિઓ થઈ. તેને રાજ્ય પુરસ્કાર તથા અનેક સન્માન ઉપરાંત 1964ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ નવલકથા માધવરાવ પેશવાના જીવન અને…

વધુ વાંચો >

સ્વામી એચ. તિપ્પેરુદ્ર

સ્વામી, એચ. તિપ્પેરુદ્ર (જ. 1923, હોન્નાલી, જિ. શિમોગ, મૈસૂર) : કન્નડ લેખક અને વિદ્વાન. તેમને તેમની અદ્યતન કૃતિ ‘કર્ણાટક સંસ્કૃતિ સમીક્ષે’ (1968) બદલ 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે તેમનું ઉચ્ચ શિક્ષણ મૈસૂર યુનિવર્સિટીમાં લીધું હતું. તેમની શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેની કારકિર્દીમાં તેમને સંખ્યાબંધ ચંદ્રકો તથા ઇનામો…

વધુ વાંચો >

સ્વામી બી. જી. એલ.

સ્વામી, બી. જી. એલ. (જ. 1918, બૅંગાલુરુ, મૈસૂર; અ. ? 1981) : કન્નડ લેખક. તેમને તેમના ગ્રંથ ‘હન્સુરુ હોન્નુ’ બદલ 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓ કન્નડ સાહિત્યના અગ્રણી ડી. વી. ગુંડપ્પાના પુત્ર છે. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી 1944માં વનસ્પતિશાસ્ત્રમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1978માં તેઓ ચેન્નાઈની પ્રેસિડેન્સી…

વધુ વાંચો >

સ્વામી રામભદ્રાચાર્ય

સ્વામી રામભદ્રાચાર્ય (જ. 1950, શાંદીર્ખુદ, જિ. જૌનપુર, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃતના પંડિત. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘શ્રીભાર્ગવરાઘવીયમ્’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે નવ્ય વ્યાકરણમાં આચાર્ય એમ.એ. તથા પીએચ.ડી. અને ડી.લિટ્.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ એક સક્રિય કાર્યકર્તા છે. સ્વામી રામભદ્રાચાર્ય તેઓ હિંદી, અંગ્રેજી, ફ્રેંચ…

વધુ વાંચો >

હઝારિકા અતુલચન્દ્ર

હઝારિકા, અતુલચન્દ્ર (જ. 9 સપ્ટેમ્બર 1903, લતાશીલ, તા. ગુવાહાટી, આસામ; અ. 1986) : અસમિયા કવિ, નાટ્યકાર, વિવેચક અને બાળસાહિત્યકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘મંચલેખા’ (1967) બદલ 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમના પિતાનું નામ રમાકાન્ત અને માતાનું નામ નિરૂપમા હતું. તેમણે 1923માં ગુવાહાટીની કૉલેજિયેટ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક;…

વધુ વાંચો >

હમીદી હબીબુલ્લાહ કાશ્મીરી

હમીદી, હબીબુલ્લાહ કાશ્મીરી (જ. 29 જાન્યુઆરી 1932, બહોરી કદલ, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : ઉર્દૂ અને કાશ્મીરી વાર્તાકાર, નવલકથાકાર તથા વિવેચક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘યથ મિઆની જોએ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે ફારસીમાં બી.એ. ઑનર્સ અને અંગ્રેજી તથા ઉર્દૂમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

હરચરણસિંગ

હરચરણસિંગ [જ. 10 ડિસેમ્બર 1914, ચાક-576, જિ. શેખુપુરા (હાલ પાકિસ્તાનમાં)] : પંજાબી નાટ્યકાર. તેમને તેમના નાટક ‘કલ, આજ તે ભાલક’ (1973) બદલ 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબી અને ઇતિહાસમાં એમ.એ. તથા દિલ્હી યુનિવર્સિટીમાંથી થિયેટર ટ્રેડિશન્સ ઇન પંજાબ’ પર 1973માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

હરભજનસિંગ

હરભજનસિંગ (જ. 18 ઑગસ્ટ 1919, લુમ્ડિંગ, આસામ) : પંજાબી કવિ, વિવેચક, વિદ્વાન અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ન ધૂપ્પે ન છાંવે’ (1967) બદલ 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી અને હિંદી સાથે એમ.એ. તથા ‘અ ક્રિટિકલ સ્ટડી ઑવ્ મિડિવલ હિંદી પોએટ્રી પ્રિઝર્વ્ડ ઇન ગુરુમુખી સ્ક્રિપ્ટ’…

વધુ વાંચો >

હરિ દિલગિર

હરિ દિલગિર [જ. 15 જૂન 1916, લારખાના, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી લેખક. તેમણે ડી. જે. સિંઘ કૉલેજ, કરાચીમાંથી બી.એસસી. તથા બી.ઈ.(સિવિલ)ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ઇજનેરી સેવામાંથી નિવૃત્ત થયા અને લેખનકાર્યમાં પડ્યા. 1965માં તેઓ ગાંધીધામ મ્યુનિસિપાલિટીમાં અધ્યક્ષ, 1994–1999 દરમિયાન સિંધી સાહિત્ય અકાદમી, ગુજરાતના અધ્યક્ષ રહ્યા. તેમણે સિંધીમાં 20 ગ્રંથો…

વધુ વાંચો >

હરિહર-2

હરિહર-2 (જ. 13મી સદીનો મધ્ય ભાગ) : શિવભક્તોનાં કાવ્યમય ચરિત્રો લખનાર મહાન કન્નડ સંતકવિ. તેમની માતાનું નામ શરવણી અને પિતાનું નામ મહાદેવ હતું. તેમની બહેન રુદ્રાણીનાં લગ્ન હમ્પીના મહાદેવ ભટ્ટ સાથે થયેલાં અને તેમનો પુત્ર રાઘવાંક હરિહર જેટલો જ પરમ ભક્ત કવિ અને તેમનો પટ્ટશિષ્ય હતો. આ સિવાય તેમના વિશે…

વધુ વાંચો >