બળદેવભાઈ કનીજિયા
સાલમ બિન રઝાક (શેખ અબ્દુલ સાલમ અબ્દુલ રઝાક)
સાલમ બિન રઝાક (શેખ અબ્દુલ સાલમ અબ્દુલ રઝાક) (જ. 15 નવેમ્બર 1941, પનવેલ, મહારાષ્ટ્ર) : ઉર્દૂ લેખક. તેમણે ડી.એડ.ની ડિગ્રી મેળવ્યા પછી લેખનકાર્ય આરંભ્યું. 1989-91 સુધી તેઓ મહારાષ્ટ્ર સ્ટેટ ઉર્દૂ અકાદમીના સભ્ય રહ્યા. તેમણે કુલ 8 ગ્રંથો આપ્યા છે. ઉર્દૂમાં ‘નંગી દુપહર કા સિપાઈ’ (1977), ‘મો આબ્બિર’ (1987) તેમના વાર્તાસંગ્રહો…
વધુ વાંચો >સાલારજંગ મ્યુઝિયમ હૈદરાબાદ
સાલારજંગ મ્યુઝિયમ, હૈદરાબાદ (સ્થાપના : 1951) : માત્ર એક જ વ્યક્તિના કલાસંગ્રહ પરથી રચાયેલ અદ્વિતીય સંગ્રહાલય. હૈદરાબાદના નિઝામના નામાંકિત સાલારજંગ (દીવાન) વંશના છેલ્લા વંશજ સર નવાબ મીર યૂસુફઅલીખાન ઉર્ફે નવાબ સાલારજંગ ત્રીજાના નામ પરથી આ મ્યુઝિયમનું નામ રાખવામાં આવ્યું છે. તેઓ પણ કલારસિકતાનો ઉચ્ચ સંસ્કારવારસો ધરાવતા હતા. તેમણે દેશ-વિદેશમાંથી વિવિધ…
વધુ વાંચો >સાલિમ અલી (ડૉ.)
સાલિમ અલી (ડૉ.) (જ. 12 નવેમ્બર 1896, મુંબઈ; અ. 20 જૂન 1987, મુંબઈ) : વિશ્વવિખ્યાત ગુજરાતી પક્ષીવિદ, સંશોધક અને પર્યાવરણવિદ. તેમનું પૂરું નામ સાલિમ મોઇઝુદ્દીન અબ્દુલઅલી હતું. ખંભાતના દાઉદી વોરા કુટુંબમાં જન્મ. પાછળથી તેમનો પરિવાર મુંબઈમાં સ્થાયી થયો હતો. 12 વર્ષની વયથી ઍરગન વડે પક્ષીઓનો શિકાર કરવાનો શોખ હતો. પાછળથી…
વધુ વાંચો >સાલિહ આબિદ હુસેન
સાલિહ આબિદ હુસેન (જ. 1913, પાણીપત, હરિયાણા) : ઉર્દૂ લેખિકા. તેઓ ઉર્દૂના અદ્યતન યુગના અગ્રદૂત એવા જાણીતા કવિ ખ્વાજા અલ્તાફ હુસેન હાલીનાં પૌત્રી અને જાણીતા લેખક સ્વ. કે. જી. સકલીનનાં પુત્રી હતાં. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી ખાનગી ઉમેદવાર તરીકે બી.એ.(ઓનર્સ)ની પદવી મેળવી. 1933માં પ્રખ્યાત વિદ્વાન સ્વ. આબિદ હુસેન સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.…
વધુ વાંચો >સાવંત વસંત લાડોબા
સાવંત, વસંત લાડોબા (જ. 11 એપ્રિલ 1935, સંગુલવાડી, જિ. સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર) : મરાઠી કવિ. તેમણે એમ.એ., પીએચ.ડી. અને સાહિત્યવિશારદની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ એસ. પી. કે. મહાવિદ્યાલય, સાવંતવાડીમાં મરાઠી વિભાગના રીડર તથા વડા રહ્યા. તેઓ મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ, પુણેના કારોબારી મંડળના સભ્ય; 1983-85 સુધી આકાશવાણી, રત્નાગિરિની સલાહકાર સમિતિના સભ્ય…
વધુ વાંચો >સાહુ કેશવચંદ્ર
સાહુ, કેશવચંદ્ર (જ. 1 જુલાઈ 1917, કુમુદ જયપુર, જિ. કટક, ઓરિસા) : ઊડિયા કવિ અને નિબંધકાર. તેમણે એમ.ડી., પીએચ.ડી. (મેડિસિન); ઉત્કલ યુનિવર્સિટીમાંથી ડી.લિટ. તેમજ ડી.પી.એચ. (લંડન); ડી.સી.એચ.એફ.આર.એસ. (લંડન); એફ.એ.એ.ડી.-(અમેરિકા)ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ ઉત્કલ સાહિત્ય સમાજના પેટ્રન; ઓરિસા મેડિકલ કાઉન્સિલના સભ્ય; ઓરિસા વિજ્ઞાન અકાદમીના પ્રમુખ રહ્યા. તેઓ કટકની એસ.સી.બી. મેડિકલ…
વધુ વાંચો >સાહુ દોમન સમીર
સાહુ, દોમન સમીર (જ. 30 જૂન 1924, પંડાહા, જિ. ગોડ્ડા, બિહાર) : સંથાલી અને હિંદી લેખક. તેમણે ભાગલપુર યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; બી.એલ. અને વિશારદની પદવી મેળવી. તેઓ 1955થી એસ.પી. હિંદી સાહિત્ય સંમેલન, દેવધરના સેક્રેટરી; 1989થી ભારતીય સંથાલી સાહિત્ય પરિષદ અને ઉદિત અંગિકા સાહિત્ય પરિષદ, દેવધરના પ્રમુખ; બિહાર ટ્રાઇબલ રિસર્ચ ઍન્ડ…
વધુ વાંચો >સાહુ નટવર
સાહુ, નટવર (જ. 3 એપ્રિલ 1939, બાલિચંદરપુર, જિ. જયપુર, ઓરિસા) : ઊડિયા લેખક. તેમણે બી.એસસી.; એમ.એડ્.ની પદવી મેળવી. તેઓ માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ઓરિસાના મૂલ્યાંકન-અધિકારી રહ્યા. તેમણે અત્યાર સુધીમાં 35 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘આમાર વૈજ્ઞાનિક મેઘાનંદ સહા’ (1971) અને ‘વિવેકાનંદ’ (1978) તેમના ઉલ્લેખનીય ચરિત્ર-ગ્રંથો; ‘આઉ એકા અધ્યાયારા આરંભા’ (1976), ‘ગોતિઆ…
વધુ વાંચો >સાહુ મોહપાત્ર નીલમણિ
સાહુ, મોહપાત્ર નીલમણિ (જ. 1926, નિઆલી, જિ. કટક, ઓરિસા; અ. 25 જૂન 2016, ભુવનેશ્વર ) : અદ્યતન ઊડિયા લેખક. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘અભિસપ્ત ગંધર્વ’ (1981) બદલ 1984ના વર્ષનો પ્રતિષ્ઠિત સરલા ઍવૉર્ડ તેમજ કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા છે. તેમણે અત્યાર સુધીમાં 19 વાર્તાસંગ્રહો, 2 નવલકથાઓ અને 10 નિબંધસંગ્રહો…
વધુ વાંચો >સાહુ સહદેવ
સાહુ, સહદેવ (જ. 9 એપ્રિલ 1941, રેકાબી બજાર, જજપુર, ઓરિસા) : ઊડિયા અને ભારતીય અંગ્રેજી લેખક. તેમણે 1963માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રમાં એમ.એ.ની પદવી મેળવી. 1964માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા. 1963-64માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રાધ્યાપક; માઇમા(MIMA)ના વ્યાવસાયિક સભ્ય; 1964માં વિશ્વભારતીમાં રાજ્યવહીવટના પ્રાધ્યાપક; અંગ્રેજી અઠવાડિક ‘સ્ટૅમ્પ્સ ઍન્ડ સ્ટૅમ્પ્સ’ના સંપાદક તથા…
વધુ વાંચો >