બળદેવભાઈ કનીજિયા

સાકરિયા, બદ્રીપ્રસાદ

સાકરિયા, બદ્રીપ્રસાદ (જ. 1896, બલોતારા-બાડમેર, તે વખતનું જોધપુર રાજ્ય; અ. ?) : રાજસ્થાની લેખક. તેમણે તેમનું આખું જીવન શબ્દકોશ તૈયાર કરવાના ઉદ્દેશથી જૂનાં પાઠ્યપુસ્તકોનો અભ્યાસ અને સંપાદન કરવામાં સમર્પિત કર્યું હતું. તેમના ‘રાજસ્થાની-હિંદી શબ્દકોશ’ નામક પ્રતિષ્ઠિત ગ્રંથના 3 ભાગ પૈકી પ્રથમ ભાગનું પ્રકાશન જયપુર સ્થિત પ્રકાશકે 1977માં અને બીજા બે…

વધુ વાંચો >

સાદિક (સૈયદ સાદિક અલી)

સાદિક (સૈયદ સાદિક અલી) (જ. 10 એપ્રિલ 1943, ઉજ્જૈન, મધ્ય પ્રદેશ) : ઉર્દૂ કવિ અને કથાસાહિત્યકાર. તેમણે મરાઠાવાડ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. પછી દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગના રીડર નિમાયા. તેઓ 1990માં ભારતીય વિદ્યાપીઠની ભાષા સલાહકાર સમિતિના સભ્ય; 1991-92 દરમિયાન સરસ્વતી સન્માન માટેની ભાષા સમિતિ અને ચયન સમિતિના…

વધુ વાંચો >

સાધુકથા

સાધુકથા : તમામ આસામી લોકકથાઓનો સંગ્રહ. કટાક્ષમય અથવા નૈતિક અથવા ચમત્કારિક એવી સઘળી કથાઓ સાધુકથા તરીકે જાણીતી છે. તેના પ્રથમ પદ ‘સાધુ’માં એક કાળે જગ્યા-જગ્યાના સમાચાર તેમજ વાર્તાઓ લાવતા સાધુઓ અથવા વેપારીઓ એવો અર્થ સમાયેલો હતો. સાધુકથા આસામના સાહિત્યનો એક ભાગ છે. સદીઓથી લોકોના અનુભવો સંકલિત રૂપે આ સાહિત્યમાં સ્થાન…

વધુ વાંચો >

સાધુ શ્યામલાલ

સાધુ, શ્યામલાલ (જ. 17 ઑગસ્ટ, 1917, કાશ્મીર) : કાશ્મીરી લેખક. શાળાશિક્ષણ કાશ્મીરમાં. 1938માં દિલ્હીની યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી. પછી સરકારી કૉલેજ, બારામુલ્લાના પ્રાધ્યાપક, પછી પ્રિન્સિપાલ બન્યા અને 1972માં ત્યાંથી સેવાનિવૃત્ત થયા. ત્યારબાદ તેઓ શ્રીનગરની વી. બી. વિમેન્સ કૉલેજના પ્રિન્સિપાલ તરીકે રહ્યા. એસ. એલ. સાધુ તેઓ તેમના અંગ્રેજી વાર્તાસંગ્રહ ‘ફોક ટેલ્સ…

વધુ વાંચો >

સાધુ સિંગ ‘હમદર્દ’

સાધુ સિંગ ‘હમદર્દ’ (જ. 1918, પડ્ડી, મોટ્ટવાલી જિ. જાલંધર, પંજાબ) : પંજાબી કવિ, પત્રકાર, નવલકથાકાર અને વિવેચક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. પછી અકાલી રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ લીધો અને પત્રકારત્વક્ષેત્રે પ્રવેશ કર્યો. ‘વિહાર’, ‘સુધાર’, ‘ખાલસા અને ખાલસા’, ‘ઍડવૉકેટ’ (અઠવાડિક) તથા દૈનિક ‘અજિત’ના સહસંપાદક નિમાયા. આઝાદી…

વધુ વાંચો >

સાનિયા (શ્રીમતી)

સાનિયા (શ્રીમતી) (જ. 10 નવેમ્બર 1952, સાંગલી, મહારાષ્ટ્ર) : મરાઠી લેખિકા. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.કોમ.ની ડિગ્રી મેળવી. માનસોપચાર પદ્ધતિમાં સ્વૈચ્છિક સલાહકાર; કૉપી-રાઇટર અને જાહેરખબરોમાં અનુવાદક તરીકે કારકિર્દી શરૂ કરી; સાથોસાથ લેખનકાર્ય પણ કર્યું. તેમણે અત્યાર સુધીમાં 11 ગ્રંથો આપ્યા છે. ‘શોધ’ (1980), ‘પ્રતીતિ’ (1989), ‘દિશા ઘરચ્યા’ (1991), ‘ઓળખ’ (1993), ‘પરિમાણ’…

વધુ વાંચો >

સાનૂ એમ. કે.

સાનૂ, એમ. કે. (જ. 27 ઑક્ટોબર 1928, અલ્લેપ્થેય, કેરળ) : મલયાળી લેખક. તેમણે મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી મહારાજની કૉલેજ, એર્નાકુલમ્માં મલયાળમના પ્રાધ્યાપક તરીકે જોડાયા. તેઓ અઠવાડિક ‘કુમકુમ’ના સંપાદક; કેરળ પ્રોગ્રેસિવ રાઇટર્સ યુનિયનના પ્રમુખ; કેરળ સાહિત્ય અકાદમી, ત્રિસ્સુરના પ્રમુખ તથા 1987-1991 દરમિયાન એર્નાકુલમના ધારાસભ્ય રહ્યા. તેમણે અત્યાર સુધીમાં 19…

વધુ વાંચો >

સામન્તરાય નટવર

સામન્તરાય, નટવર (જ. 1918, દેલંગે, જિ. પુરી, ઓરિસા) : ઊડિયા વિવેચક અને સંશોધક. કૃષિકારના નીચલા મધ્યમ વર્ગના પરિવારમાં તેમનો જન્મ. કપરી નાણાભીડને કારણે ઉચ્ચ અભ્યાસ માટે અને નોકરી માટે તેમને ઠેર ઠેર ભટકવું પડેલું. આખરે તેમણે ખાનગી રીતે બી.એ. અને બી.એડ.ની ડિગ્રીઓ મેળવી. શાળાના શિક્ષકની નોકરી દરમિયાન તેમણે ઊડિયામાં એમ.એ.ની…

વધુ વાંચો >

સામલ કુલમણિ

સામલ, કુલમણિ (જ. 3 ડિસેમ્બર 1929, કટક, ઓરિસા) : ઊડિયાના વિજ્ઞાન-લેખક. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ ઊડિયામાં ‘વિજ્ઞાન દિગંત’ નામના દ્વિમાસિકના સંપાદક રહ્યા. 1968-75 ઉત્કલ યુનિવર્સિટીમાં તેઓ પદાર્થવિજ્ઞાનના રીડર હતા. તે પછી 1975-89 સુધી સમ્બલપુરની બુરલા એન્જિનિયરિંગ કૉલેજમાં પદાર્થવિજ્ઞાનના પ્રાધ્યાપક હતા. 1969-93 સુધી તેઓ ‘વિજ્ઞાન પ્રભા’ના…

વધુ વાંચો >

સામલ નંદકિશોર

સામલ, નંદકિશોર (જ. 12 જૂન 1925, કુસુપુર, મહંગા, જિ. કટક, ઓરિસા) : ઊડિયા નાટ્યકાર અને બાલસાહિત્યના લેખક. બી.એ., બી.એડ.ની પદવી મેળવ્યા બાદ શિક્ષક તરીકે કાર્યરત રહી તેઓ સેવાનિવૃત્ત થયા. લેખનકાર્યમાં પણ લાગ્યા. તેમણે અત્યાર સુધીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ઉલ્લેખનીય છે : ‘મર્ત્ય મેન્ડેબલ દેહાવહી’ (1993) રેડિયોનાટક છે; ‘પલ્લી…

વધુ વાંચો >