બળદેવભાઈ કનીજિયા

ગવસ, રાજન ગણપતિ

ગવસ, રાજન ગણપતિ (જ. 21 નવેમ્બર 1959, અટયાલ, જિ. કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘તણકટ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે એમ.એ., એમ.એડ્. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ હિંદી તથા અંગ્રેજી ભાષાની સારી જાણકારી ધરાવે છે. 1982થી તેમણે લેખનપ્રવૃત્તિ…

વધુ વાંચો >

ગંગોપાધ્યાય, શ્યામલ

ગંગોપાધ્યાય, શ્યામલ (જ. 25 માર્ચ 1933, ખુલના, બાંગ્લાદેશ; અ. 24 સપ્ટેમ્બર 2001, કોલકાતા) : પ. બંગાળના જાણીતા નવલકથાકાર તથા વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘શાહજાદા દારાશુકો’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો. તેમણે બેલૂરમાં ભઠ્ઠીના મજૂર તરીકે જીવનનો આરંભ કર્યો હતો. પછી શાળાના શિક્ષક અને પત્રકાર બન્યા. છેલ્લે એક…

વધુ વાંચો >

ગાંગુલી, અર્ધેન્દુકુમાર

ગાંગુલી, અર્ધેન્દુકુમાર (જ. 1 ઑગસ્ટ 1881, બુરાબજાર; અ. 9 ફેબ્રુઆરી 1974) : બંગાળી કલાસંશોધક અને વિવેચક. તેમના પિતાનું નામ અર્કપ્રકાશ અને માતાનું નામ પ્રભાવતી હતું. તેમના પિતા હાઈકોર્ટમાં હેડક્લાર્ક હતા. તેઓ ધનિક પરિવારમાં ઊછર્યા. 1896માં તેમણે મેટ્રૉપૉલિટન સ્કૂલમાંથી એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી. પછી તેઓ 1900માં કૉલકાતા પ્રેસિડેન્સી કૉલેજમાંથી અંગ્રેજીમાં ઑનર્સ…

વધુ વાંચો >

ગાંધી, પ્રભુદાસ છગનલાલ

ગાંધી, પ્રભુદાસ છગનલાલ (જ. 4 ડિસેમ્બર, 1901, પોરબંદર, સૌરાષ્ટ્ર; અ. 6 મે 1995, રાજકોટ) : ગાંધીજીના અન્તેવાસી ભત્રીજા. ગુજરાતી આત્મકથાકાર, જીવનકથાકાર. બાળપણ દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં તથા ગાંધીજીના શિક્ષણના પ્રયોગો દ્વારા પ્રારંભિક કેળવણી અને જીવનનું ઘડતર પ્રાપ્ત કર્યાં. 1915માં ગાંધીજી સાથે ભારત આવ્યા, અમદાવાદ કોચરબ આશ્રમમાં સ્થિર થયા. ત્યાર બાદ…

વધુ વાંચો >

ગાંધી, રાજમોહન દેવદાસ

ગાંધી, રાજમોહન દેવદાસ (જ. 7 ઑગસ્ટ 1935, દિલ્હી) : જાણીતા ઇતિહાસકાર, ચરિત્રલેખક, ટીકાકાર અને રાજ્યસભાના પૂર્વસભ્ય. તેમને તેમના અંગ્રેજી ચરિત્રગ્રંથ ‘રાજાજી : એ લાઇફ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે નવી દિલ્હીમાં મૉડર્ન સ્કૂલ તથા સેંટ સ્ટીવન્સ કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ સાપ્તાહિક હિમ્મત, મુંબઈના…

વધુ વાંચો >

ગિરિરાજ કિશોર

ગિરિરાજ કિશોર (જ. 8 જુલાઈ 1937, મુઝફ્ફરપુર, ઉત્તરપ્રદેશ; અ. 9 ફેબ્રુઆરી 2020, ન્યૂદિલ્હી ) : હિંદીના જાણીતા વાર્તાકાર, નાટ્યકાર અને વિવેચક તથા નવલકથાકાર. તેમની ઉત્તમ નાટ્યકૃતિ ‘ઢાઈ ઘર’ માટે તેમને 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે આગ્રા વિશ્વવિદ્યાલયમાંથી બી.એ. તથા એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ ઉત્તરપ્રદેશ સરકારમાં જુદાં…

વધુ વાંચો >

ગુણ સિંહ, હિજામ

ગુણ સિંહ, હિજામ (જ. માર્ચ 1927, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરી નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘વીર ટિકેન્દ્રજિત રોડ’ (1983) માટે 1985ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો છે. ગુવાહાટી યુનિવર્સિટીમાંથી સ્નાતક બન્યા પછી 1944માં તેઓ રાજ્ય ન્યાયતંત્રમાં જોડાયા અને 1985માં સેવાનિવૃત્ત થયા. તેમણે 5 નવલકથાઓ, 3 વાર્તાસંગ્રહો અને 1 નિબંધસંગ્રહ આપ્યાં…

વધુ વાંચો >

ગુપ્ત, સુનેત્રા

ગુપ્ત, સુનેત્રા (જ. 15 માર્ચ 1965, કૉલકાતા) : પ. બંગાળનાં જાણીતાં અંગ્રેજી નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓનાં લેખિકા. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘મેમરિઝ ઑવ્ રેન’ માટે 1996ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વ્યવસાયે તેઓ વાવરવિજ્ઞાની છે અને લંડનની ઇમ્પિરિયલ કૉલેજમાં કાર્ય કર્યું છે.. તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી…

વધુ વાંચો >

ગુરુ કામતાપ્રસાદ

ગુરુ, કામતાપ્રસાદ (જ. 25 ડિસેમ્બર 1875, સાગર, મધ્યપ્રદેશ; અ. 16 નવેમ્બર 1947, જબલપુર) : હિંદી સાહિત્યકાર, કવિ, ભાષાશાસ્ત્રી અને વૈયાકરણ. સાગર ખાતે અભ્યાસ કરીને 17 વર્ષની વયે મૅટ્રિક થયા બાદ જબલપુરમાં તેઓ શિક્ષક તરીકે જોડાયા. તેમને વિદ્યાર્થીકાળથી ભાષા અને સાહિત્યમાં ઊંડો રસ હતો. 1928માં તેઓ અધ્યાપકપદેથી સરકારી સેવામાંથી નિવૃત્ત થયા…

વધુ વાંચો >

ગુરુંગ, માર્ટિન માઇકલ

ગુરુંગ, માર્ટિન માઇકલ (જ. જાન્યુઆરી 1926, રુંગનીત ટી એસ્ટેટ, દાર્જિલિંગ, પ. બંગાળ; અ. 2014) : જાણીતા નેપાળી વિવેચક અને વાર્તાકાર. તેમને તેમના ‘બિરસિયકો સંસ્કૃતિ’ નામક સાંસ્કૃતિક અભ્યાસગ્રંથ (1980), માટે 1982ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી કેટલોક વખત દાર્જિલિંગ ખાતે સેંટ…

વધુ વાંચો >