બળદેવભાઈ કનીજિયા

વૈયાપુરી પિલ્લઈ સા

વૈયાપુરી, પિલ્લઈ, સા (જ. 1891, તિરુનેલવેલી, તામિલનાડુ; અ. 1956) : તમિળ પંડિત અને વિવેચક. તેમણે સ્થાનિક હિંદુ કૉલેજ તથા મદ્રાસ(ચેન્નાઈ)ની ક્રિશ્ચિયન કૉલેજમાં અભ્યાસ કર્યો. કાયદાની પદવી મેળવ્યા બાદ 1915થી 1925 સુધી ત્રિવેન્દ્રમ્માં વકીલાત કરી. તે દરમિયાન તેઓ દેસિકા વિનાયકમ્ પિલ્લઈ, લક્ષ્મનન્ પિલ્લઈ, કે. એન. શિવરાજ પિલ્લઈ અને કે. જી. શંકર…

વધુ વાંચો >

વૈરામુતુ, આર.

વૈરામુતુ, આર. (જ. 13 જુલાઈ 1953, વડુગાપટ્ટી, જિ. મદુરાઈ, તામિલનાડુ) : તમિળ કવિ અને ઊર્મિકાવ્યકાર. તેમણે મદ્રાસ (ચેન્નાઈ) યુનિવર્સિટીમાંથી તમિળમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. તેમણે તેમની કારકિર્દી લેખનકાર્ય, ઊર્મિકાવ્યરચના અને ચિત્રપટકથાથી શરૂ કરેલી. તેમણે અત્યાર સુધીમાં 30 ગ્રંથો આપ્યા છે. તેમાં તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહોમાં ‘વૈગરાય મેગન્ગલ’ (1972); ‘એન જન્નાલિન વળૈયે’; ‘કાવી…

વધુ વાંચો >

વૉડિયાર (વૂડિયાર), સદાશિવ શિવાદેવ

વૉડિયાર (વૂડિયાર), સદાશિવ શિવાદેવ (જ. 7 ઑગસ્ટ 1924, મરેવાડ, જિ. ધારવાડ, કર્ણાટક) : કન્નડ અને અંગ્રેજી લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1947માં એલએલ.બી. અને 1948માં એમ.એ.ની પદવી મેળવી. તેઓ 1957-76 દરમિયાન કર્ણાટક યુનિવર્સિટીના રજિસ્ટ્રાર; 1976-77માં કર્ણાટક યુનિવર્સિટીમાં શૈક્ષણિક સલાહકાર; 1977-78માં પોસ્ટ-ગ્રૅજ્યુએટ સેન્ટર, નંધાલ્લીના નિયામક; 1978-81 કર્ણાટક યુનિવર્સિટીમાં ઉપકુલપતિ અને ઇન્ડિયન પેન(PEN)ના…

વધુ વાંચો >

વૉર મેમૉરિયલ મ્યુઝિયમ

વૉર મેમૉરિયલ મ્યુઝિયમ : ઑસ્ટ્રેલિયાનું યુદ્ધવિષયક અનોખું સંગ્રહસ્થાન. ઑસ્ટ્રેલિયન સૈનિકોએ અન્ય દેશોમાં જે યુદ્ધોમાં ભાગ લીધેલો તેને લગતી પુષ્કળ માહિતી અને સામગ્રીનો સંગ્રહ. ઑસ્ટ્રેલિયાના પાટનગર કૅન્બરામાં આ મ્યુઝિયમ આવેલું છે. યુદ્ધમાં માર્યા ગયેલા બધા જ ઑસ્ટ્રેલિયન સૈનિકોની સંપૂર્ણ નામાવલિ પણ તેમાં રાખવામાં આવી છે. સંગ્રહાલય વિસ્તારમાં પ્રવેશતાં બહાર એક મોટી…

વધુ વાંચો >

વૉલ્કૉટ, ડેરેક

વૉલ્કૉટ, ડેરેક (જ. 1930, કાસ્ટ્રીજ, સેંટ લુસિયા, વેસ્ટ ઇન્ડિઝ) : વેસ્ટ ઇન્ડિઝના કૅરિબિયન કવિ અને નાટ્યકાર. તેમને તેમના મહાકાવ્ય ‘ઓમેરોસ’ માટે 1992ના વર્ષનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. નાની વયે તેમના પિતાનું અવસાન થયું હતું. તેમનાં માતા શિક્ષિકા હતાં. તેમણે તેમના વતનમાં સેંટ મેરીઝ કૉલેજમાં તથા જમૈકામાં વેસ્ટ ઇન્ડિઝ યુનિવર્સિટી…

વધુ વાંચો >

વૉલ્ગા બલિતા કુમારી, પોપુરી

વૉલ્ગા બલિતા કુમારી, પોપુરી (જ. 27 નવેમ્બર 1950, ગન્તુર, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખિકા. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી તેલુગુમાં એમ. એ.ની પદવી મેળવી. તેઓ હૈદરાબાદ ખાતે ઉષા કિરણ મુવિઝના સ્ક્રિપ્ટ ડિપાર્ટમેન્ટમાં સિનિયર એક્ઝિક્યુટિવ; 1988થી ફેમિનિસ્ટ સ્ટડી સર્કલનાં સેક્રેટરી; 1992થી અસ્મિતા રિસૉર્સ સેન્ટર ફૉર વિમેનનાં પ્રમુખ તરીકે રહ્યાં. તેમણે અત્યાર સુધીમાં 23 ગ્રંથો…

વધુ વાંચો >

વ્યાસ, નિર્મોહી

વ્યાસ, નિર્મોહી (જ. 3 ફેબ્રુઆરી 1934 બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી નાટ્યકાર. તેમણે હિંદીમાં એમ.એ. તથા વિશારદની પદવીઓ મેળવી. પછી એલએલ.બી. કર્યું. તેઓ અનુરાગ કલાકેન્દ્ર, બીકાનેરના સ્થાપક સેક્રેટરી રહ્યા. તેઓ રાજસ્થાન ભાષા સાહિત્ય એવમ્ સંસ્કૃતિ અકાદમી, બીકાનેરના સભ્ય રહ્યા. તેમણે અત્યારસુધીમાં રાજસ્થાની તેમજ હિંદીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં…

વધુ વાંચો >

વ્યાસ, બાલકૃષ્ણ (બાલુ)

વ્યાસ, બાલકૃષ્ણ (બાલુ) (જ. 7 ફેબ્રુઆરી 1906, જોડ્રન્સ, જિ. ભિલવાડા, રાજસ્થાન) : હિંદી અને સંસ્કૃત પંડિત. 1932માં તેમણે સરકારી સંસ્કૃત કૉલેજ, વારાણસીમાંથી સાહિત્યશાસ્ત્રીની પદવી મેળવી. તેમણે શિવશક્તિ પીઠ, રાજમહલ, ઉદેપુરના નિયામક તરીકે કામગીરી કરી. 1928થી 1968 સુધી તેઓ ભૂપાલ નોબલ્સ ઇન્ટર કૉલેજ, ઉદેપુરમાં મુખ્ય પંડિત રહ્યા. તેઓ મેવાડ સ્ટેટના મહારાણા…

વધુ વાંચો >

વ્યાસ, મદનલાલ

વ્યાસ, મદનલાલ (જ. 12 ડિસેમ્બર 1922, જોધપુર, રાજસ્થાન) : હિંદી લેખક. રાજસ્થાન યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ.ની પદવી મેળવ્યા બાદ પત્રકારત્વ સાથે લેખનકાર્ય કર્યું. 1953-55 સુધી દૈનિક ‘વિશ્ર્વામિત્ર’ના સહસંપાદક; 1955-83 સુધી ‘નવભારત’ના સહસંપાદક રહ્યા. 1962થી સંગીતવિવેચક થયા. તેમણે અત્યાર સુધીમાં 20થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં’ (1972) તેમનો જાણીતો ચરિત્રગ્રંથ…

વધુ વાંચો >

વ્યાસ, રાજશેખર

વ્યાસ, રાજશેખર (જ. 23 એપ્રિલ, 1961 ઉજ્જૈન, મ. પ્ર.) : હિંદી લેખક. તેમણે વિક્રમ યુનિવર્સિટીમાંથી એમ.એ. કર્યું. તેમણે આકાશવાણીમાં કાર્યક્રમોના ઉપનિયામક તરીકે સેવા આપી હતી. તેમણે અત્યારસુધીમાં 47 જેટલા ગ્રંથો આપ્યા છે. ‘ઇન્કિલાબ’ (1989) ચરિત્ર છે. ‘મૃત્યુંજય ભગતસિંગ’ (1991) અને ‘કાલજાયી કાલિદાસ’ (1992) તેમના જાણીતા નિબંધસંગ્રહો છે. ‘મેરી કહાની’ (1988)…

વધુ વાંચો >