બળદેવભાઈ કનીજિયા
વાણિયા, રામજીભાઈ દેશાભાઈ
વાણિયા, રામજીભાઈ દેશાભાઈ (જ. 1925, ખરેડા, તા. મોરબી, સૌરાષ્ટ્ર) : તખ્તાનાયક, ગુજરાતી નાટકોના લેખક, દિગ્દર્શક અને અભિનેતા. વણકર જ્ઞાતિમાં જન્મ. બાળપણથી નાટ્યક્ષેત્ર પ્રત્યે અભિરુચિ. આસપાસનાં અભાવગ્રસ્ત પીડિત જીવંત પાત્રોનું અધ્યયન કરતા રહ્યા. પછી ભવાઈ, લોકમેળા અને ભજનમંડળીઓ વગેરે જેવાં લોકશિક્ષણનાં માધ્યમો દ્વારા અભિનય તરફ પ્રથમ પગરણ માંડ્યાં. ત્યારબાદ નાટ્યલેખનની શરૂઆત…
વધુ વાંચો >વાણી
વાણી (જ. 1917; અ. 1988) : કન્નડ મહિલા-નવલકથાકાર, વાર્તાકાર. ‘વાણી’ આ કન્નડ લેખિકા એમ. એન. સુબ્બમ્માનું તખલ્લુસ છે. તેઓ આધુનિક કન્નડ સાહિત્યની આગલી પેઢીનાં લેખિકા હતાં. તેમણે કુલ 25 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એરાડુ કનાસુ’, ‘શુભ મંગલ’, ‘હોસા બેલાકુ’, ‘હૂવુ મલ્લુ’, ‘બાલેયા તેરાલુ’ અને ‘આલે નેલે’ તેમની લોકપ્રિય નવલકથાઓ છે;…
વધુ વાંચો >વાધન, અમરસિંગ
વાધન, અમરસિંગ (જ. 14 જુલાઈ 1947, અમૃતસર, પંજાબ) : હિંદી તથા પંજાબી લેખક. તેમણે હિંદીમાં, અંગ્રેજીમાં અને રાજ્યશાસ્ત્રમાં એમ.એ. તથા પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી., પીજી ડીસીટી, સીસીજીની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ સિન્ડિકેટ બૅંક સ્ટાફ ટ્રેનિંગ કૉલેજ, નવી દિલ્હીના સિનિયર ફેકલ્ટી મેમ્બર રહ્યા તેમજ અધ્યાપન-કાર્ય કર્યું. તેમણે 1970-78 દરમિયાન પંજાબની વિવિધ કૉલેજોમાં…
વધુ વાંચો >વાધવાણી, યશોધરા
વાધવાણી, યશોધરા (જ. 23 ડિસેમ્બર 1944, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : સિંધી લેખિકા અને અનુવાદક. 1967માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ.; પુણે યુનિવર્સિટીમાંથી 1970માં સર્ટિફિકેટ ઇન જર્મન અને ભાષાશાસ્ત્રમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ પુણેની ડેક્કન કૉલેજમાં એન્સાઇક્લોપીડિક સંસ્કૃત ડિક્શનરીની એકૅડેમિક કમિટીનાં સભ્ય, 1994થી 96 સુધી લિંગ્વિસ્ટિક સોસાયટી ઑવ્ ઇન્ડિયાનાં કારોબારી સભ્ય…
વધુ વાંચો >વાધવાન, જગદીશ ચંદર
વાધવાન, જગદીશ ચંદર [જ. 5 ઑગસ્ટ 1918, ગુજરાનવાલા, પંજાબ (હાલ પાકિસ્તાનમાં)] : ઉર્દૂ વિવેચક અને પંડિત. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી હતી. તેમણે વેપારની સાથોસાથ લેખનકાર્ય કર્યું. અત્યાર સુધીમાં તેમણે બે ગ્રંથો આપ્યા છે. ‘મન્તોનામ’ (1989); ‘ક્રિશ્ર્ન ચંદર શખ્શિયત ઔર ફન’ (1993) એ બંને તેમના જાણીતા સંશોધન અને વિવેચનસંગ્રહ…
વધુ વાંચો >વા. રામસ્વામી
વા. રામસ્વામી (જ. 1889, થિંગુલર, જિ. તાંજાવર, તમિલનાડુ; અ. 1951) : તમિળ નવલકથાકાર, પત્રકાર, ચરિત્રલેખક અને સ્વાતંત્ર્યવીર. સનાતની વૈષ્ણવ બ્રાહ્મણ પરિવારમાં જન્મ. 1905માં કૉલેજમાં ઇન્ટરમીડિયેટનો અભ્યાસ છોડીને રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા. 1909માં તેઓ બંગાળા ગયા. પુદુચેરીમાં છૂપા વેશે રહેતા અરવિંદને નાણાકીય સહાય આપવા તથા સંદેશાવાહક તરીકે કામ કરવા તેમને છૂપા દૂત…
વધુ વાંચો >વારિયર, ઉણ્ણયિ (18મી સદી)
વારિયર, ઉણ્ણયિ (18મી સદી) : મલયાળમ ભાષાના નાટ્યકાર. તેમનો જન્મ ઇરિંગલકુડા ખાતે પુરોહિત પરિવારમાં થયો હતો. તેઓ તિરુવનંતપુરમના રાજાના દરબારી કવિ હતા કે કેમ તે ચર્ચાનો વિષય છે. વળી તેઓ ‘ગિરિજા-કલાણ્યમ્’ના લેખક હતા કે કેમ તે પણ શંકાસ્પદ છે. આધ્યાત્મિક આયામોવાળા તેમના અતિ ગંભીર કાવ્યાત્મક નાટક ‘નળચરિતમ્’થી તેઓ વધુ ખ્યાતિ…
વધુ વાંચો >વારિયાર રામપુરતુ
વારિયાર, રામપુરતુ (જ. 1703, રામપુરમ્, તા. મીનાવિલ, કેરળ; અ. 1753) : મલયાળમ કવિ અને વિવેચક. તેમનું મૂળ નામ શંકરન્ હતું; પરંતુ મલયાળમમાં સાહિત્યિક ક્ષેત્રે સામાન્ય રીતે તેઓ રામપુરતુ વારિયાર તરીકે ઓળખાતા. તેઓ તેમના પિતા પાસેથી અને જાણીતા કવિ ઉણ્ણયિ વારિયાર પાસેથી સંસ્કૃત શીખ્યા. તેઓ સાહિત્ય ઉપરાંત સંગીતમાં પણ પારંગત હતા…
વધુ વાંચો >વાર્ણેકર, શ્રીધર ભાસ્કર (પ્રજ્ઞાભારતી)
વાર્ણેકર, શ્રીધર ભાસ્કર (પ્રજ્ઞાભારતી) (જ. 31 જુલાઈ 1918, નાગપુર, મહારાષ્ટ્ર) : મરાઠી અને સંસ્કૃત પંડિત. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. (1941) તથા ડી.લિટ.ની પદવી મેળવી હતી. તેઓ નાગપુર યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા પછી કોલકાતા ખાતે સત્યાનંદ મહાપીઠમાં કુલાચાર્ય તરીકે જોડાયેલા. 1952થી 1956 સુધી તેઓ સંસ્કૃત વિશ્વ પરિષદના…
વધુ વાંચો >વાલિકર, ચેન્નન્ના
વાલિકર, ચેન્નન્ના (જ. 6 એપ્રિલ 1943, શંકરવાડી, જિ. ગુલબર્ગ, કર્ણાટક) : કન્નડ લેખક. એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ 1972થી 1987 સુધી તેઓ રાયપુરની એલવીડી કૉલેજમાં અધ્યાપક અને 1987-95 સુધી ગુલબર્ગ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને રીડરપદે રહ્યા. અત્યાર સુધીમાં તેમણે 40 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘કારિતેલિમાનવાન જીપાદ’ (1973, કાવ્યસંગ્રહ);…
વધુ વાંચો >