બળદેવભાઈ કનીજિયા
લિગડે, જયદેવીતાઈ
લિગડે, જયદેવીતાઈ (જ. 1912, સોલાપુર, મહારાષ્ટ્ર; અ. 1986) : દ્વિભાષી કવયિત્રી. બાળપણથી જ કીર્તનો અને પુરાણોના શ્રવણને લીધે તેમનાં ચિત્ત અને હૃદય બારમી સદીના કર્ણાટકના સંત શિવશરણ પ્રત્યે અત્યંત ભક્તિભાવમાં તરબોળ થઈ ગયાં. 12મા વર્ષે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં. તેમનો જન્મ અને ઉછેર ખૂબ જ સંસ્કારી અને ધાર્મિક પરિવારમાં થયા…
વધુ વાંચો >લિગન્ના, કનિપકમ્
લિગન્ના, કનિપકમ્ (જ. 16 જુલાઈ 1935, ચિત્તૂર, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ અને નવલકથાકાર. તેમણે એસ. વી. યુનિવર્સિટીમાંથી તેલુગુમાં એમ.એ.ની પદવી મેળવી. તે ઉપરાંત હિંદી પ્રવીણની ડિગ્રી પણ મેળવી હતી. તેમણે અધ્યાપનકાર્ય કર્યું અને હિંદી પંડિત તરીકે નિવૃત્ત થયા. તેમણે તેલુગુમાં 23 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પિલુપુ’ (1971), ‘શ્વેત્ચા ગાનમ્’ (1982),…
વધુ વાંચો >લિમયે, વૃન્દા (શ્રીમતી)
લિમયે, વૃન્દા (શ્રીમતી) (જ. 14 ફેબ્રુઆરી 1930, મુંબઈ, મહારાષ્ટ્ર) : મરાઠી કવયિત્રી. તેમણે મરાઠીમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાળોખ કમલ’ (કાવ્યસંગ્રહ, 1981); ‘જંતરમંતર’ (1966); ‘લૉલિપૉપ’ (1971); ‘કમાલ આણિ ધમાલ’ (1977); ‘ટિવળ્યા બાવળ્યા’ (1992); ‘ચિન્કુ ટિન્કુ’ (1994); ‘અટક મટક’ (1994); ‘જંગલ જાત્રા’ (1994); ‘બેટાવાચ્ચે બહાદુર’ (1994); ‘તીન કલન્દર બાડે બિલન્દર’…
વધુ વાંચો >લિંગપ્પા, કલ્લેનાહલ્લી રંગપ્પા
લિંગપ્પા, કલ્લેનાહલ્લી રંગપ્પા (જ. 8 જૂન 1922, કલ્લેના હલ્લી, જિ. ચિક્મગલુર; કર્ણાટક) : કન્નડ લોકવાર્તાકાર. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ. અને મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી.ની પદવી મેળવી. પછી તેઓ વકીલાતના વ્યવસાયમાં જોડાયા. તેઓ મૈસૂર અને બૅંગ્લોર યુનિવર્સિટીના સેનેટ-સભ્ય; જનપદ અકાદમી અને રાજ્યસાહિત્ય અકાદમીની રાજ્ય સમિતિના સભ્ય તેમજ જનપદ સાહિત્ય કલા સંઘના સ્થાપક-પ્રમુખ…
વધુ વાંચો >લિંગૈયાહ, ડી. (દિનકર)
લિંગૈયાહ, ડી. (દિનકર) (જ. 16 ડિસેમ્બર 1939, પિહલ્લી, જિ. મંડ્યા, કર્ણાટક) : કન્નડ કવિ. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ. એ. કર્યું. પછી બૅંગલોરની વિશ્વેશ્વરપુર કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ કૉમર્સમાં અધ્યાપનકાર્ય કર્યું તથા આચાર્યની ફરજ બજાવી. તેમણે 1978-81 સુધી કન્નડ સાહિત્ય પરિષદના માનાર્હ મંત્રી અને 1995થી કર્ણાટક લેખાકાર સંઘના પ્રમુખ તરીકે કામગીરી…
વધુ વાંચો >લિંબાલે, શરણકુમાર
લિંબાલે, શરણકુમાર (જ. 1 જૂન 1956, હન્નુર, જિ. સોલાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેઓ એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ પત્રકારત્વ તરફ વળ્યા. તેમણે વાય.સી.એમ. ઓપન યુનિવર્સિટીમાં મદદનીશ સંપાદક તરીકે કામગીરી કરી. તેઓ સોલાપુર દૂરદર્શન ખાતે ઉદ્ઘોષક પણ રહ્યા. તેમણે અત્યાર સુધીમાં 25 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઉત્પાત’ (1982) અને…
વધુ વાંચો >લીમા રોઝ, વી. શ્રીમતી પૂર્ણી
લીમા રોઝ, વી. શ્રીમતી પૂર્ણી (જ. 7 મે 1947, તાંજાવુર, તમિલનાડુ) : તમિળ નવલકથાકાર, રેડિયો-પ્રોગ્રામર, નિર્માત્રી અને લેખિકા. તેઓ તમિલનાડુ કૅથલિક પ્રેસ ઍસોસિયેશનનાં (1976થી) અને ઇન્ડિયન કૅથલિક પ્રેસ ઍસોસિયેશનનાં (1978થી) સભ્ય રહ્યાં છે. તેમણે 4 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘અગ્નિ અંબુગલ’ (1992); ‘વિદિયાલુક્કુ વેગુ તૂરામિલ્લઈ’ (1998) તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે;…
વધુ વાંચો >લીલાવતી એમ.
લીલાવતી એમ. (જ. 1927, કોટ્ટાપદી, જિ. ત્રિચૂર, કેરળ) : મલયાળમનાં વિવેચક, કવયિત્રી, ચરિત્ર-લેખિકા અને અનુવાદક. તેમને તેમની કૃતિ ‘કવિતાધ્વનિ’ માટે 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવેલો. તેમણે 1951માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે મેળવી. ત્યારબાદ 1972માં કેરળ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી અને તેમની કારકિર્દી…
વધુ વાંચો >લેડી વિલ્સન મ્યુઝિયમ
લેડી વિલ્સન મ્યુઝિયમ : દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં આવેલું સર્વસંગ્રાહક મ્યુઝિયમ. બ્રિટિશ રાજ દરમિયાન ધરમપુર સિસોદિયા રાજવંશની સત્તા હેઠળ હતું. એ વખતે સિસોદિયા રાજવીએ સ્થાનિક પ્રજાને દેશવિદેશની કલા અને કારીગરીના શ્રેષ્ઠ નમૂનાઓ નજીકથી નિહાળવા મળે તે માટે આ મ્યુઝિયમની સ્થાપના 1928માં કરી. 1938થી તેનો વહીવટ મુંબઈ રાજ્યના ઉદ્યોગ વિભાગે હાથમાં લીધેલો.…
વધુ વાંચો >લેના તમિળવનન (લક્ષ્મણન આર.એમ.)
લેના તમિળવનન (લક્ષ્મણન આર.એમ.) (જ. 1 ફેબ્રુઆરી 1954, દેવકોટ્ટઈ, જિ. પશુમ્પન, તામિલનાડુ) : તમિળ લેખક. એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું અને ‘કાલકંડુ અને કુમુદમ્’ સાપ્તાહિકના સહ-સંપાદક બન્યા. તેમણે અનેક કૉલેજોમાં પત્રકારત્વના અધ્યાપક તરીકે કામગીરી કરી અને સંપાદક બૉર્ડ, મણિમેકલાઈ પ્રસુરામ, ચેન્નઈના અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા. તેમણે 51…
વધુ વાંચો >