બળદેવભાઈ કનીજિયા
માથુર, જગદીશચંદ્ર
માથુર, જગદીશચંદ્ર (જ. 16 જુલાઈ 1917, શાહજહાનપુર, ઉ.પ્ર.; અ. 14 મે 1978, દિલ્હી) : હિંદીના લબ્ધપ્રતિષ્ઠ નાટકકાર. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ આઈ.સી.એસ.ની પરીક્ષામાં ચોથું સ્થાન મેળવ્યું. પછી વિવિધ ઊંચા સરકારી હોદ્દાઓ પર કામગીરી કરી. 1955–62 દરમિયાન આકાશવાણી, દિલ્હીમાં નિયામકપદે રહ્યા અને એકાંકી નાટકોની સાથોસાથ રેડિયો-નાટકોના વિકાસમાં અદ્વિતીય પ્રદાન…
વધુ વાંચો >માધવ હર્ષદેવ (ડૉ.)
માધવ હર્ષદેવ (ડૉ.) (જ. 20 ઑક્ટોબર 1954, વરતેજ, જિ. ભાવનગર, ગુજરાત) : બહુભાષી કવિ તથા સાહિત્યકાર. તેમને તેમના સંસ્કૃત કાવ્યસંગ્રહ ‘તવ સ્પર્શે સ્પર્શે’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ સંસ્કૃત, ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં પણ લેખનકાર્ય કરે છે. તેમણે એમ.એ. (પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર), બી.એડ્.…
વધુ વાંચો >માધવી
માધવી (જ. 1872, ચેન્નાઈ; અ. 1925, ચેન્નાઈ) : તમિળ ભાષાના ત્રણ શ્રેષ્ઠ નવલકથાકારો પૈકીના એક. તેઓ મદ્રાસની મિલર કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ આબકારી ખાતામાં અધિકારી તરીકે જોડાયા હતા; લેખનકાર્ય તેમના શોખનો વિષય હતો. તેમણે તમિળ તેમજ અંગ્રેજી એ બંને ભાષાઓમાં ઘણી નવલકથાઓ લખી છે. તેમણે 24 વર્ષની વયે ‘પદ્માવતીચરિત્રમ્’…
વધુ વાંચો >માલવણિયા, દલસુખભાઈ ડાહ્યાભાઈ
માલવણિયા, દલસુખભાઈ ડાહ્યાભાઈ (જ. 22 જુલાઈ 1910, સાયલા, જિ. ઝાલાવાડ, સૌરાષ્ટ્ર; અ. 28 ફેબ્રુઆરી 2000) : જૈન, બૌદ્ધ તથા ભારતીય દર્શનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન. માતા પાર્વતીબહેનની કૂખે જન્મ. જ્ઞાતિએ ભાવસાર, ધર્મે સ્થાનકવાસી જૈન. સાવ સામાન્ય ગરીબ કહી શકાય તેવા પરિવારના. પિતા કટલરીની દુકાન ચલાવતા અને ચાર દીકરા તથા એક દીકરીનું…
વધુ વાંચો >માળવી, નટવરલાલ મૂળચંદ
માળવી, નટવરલાલ મૂળચંદ (જ. 30 સપ્ટેમ્બર 1900, સૂરત; અ. 16 એપ્રિલ 1973, સૂરત) : ગાંધીયુગના વિદ્વાન લેખક, સાહસિક પત્રકાર તથા પ્રકાશક અને અનુવાદક. પિતા મૂળચંદ ઘેલાભાઈ મહેતા. પિતાના વીમાના વ્યવસાયને લીધે તેઓ વીમાવાળા કહેવાયા. પાછળથી નટવરલાલે તેમની અટક બદલીને ‘માળવી’ રાખી. તેમના પિતાએ ગુજરાતી-અંગ્રેજી પદ્યરચનાઓ કરેલી. તેમની શાળા-કારકિર્દી પ્રથમ કક્ષાની…
વધુ વાંચો >માંકડ, હરિલાલ રંગીલદાસ
માંકડ, હરિલાલ રંગીલદાસ (જ. 29 જુલાઈ 1897, વાંકાનેર, સૌરાષ્ટ્ર; અ. 27 જુલાઈ 1955, અલિયાબાડા, જિ. જામનગર) : ગુજરાતના પુરાતત્વવિદ અને વહાણવટાના અભ્યાસી તથા આજીવન શિક્ષક. જામસાહેબના પ્રામાણિક, સંસ્કારી અને સાહસિક કારભારી કુટુંબમાં જન્મ. પિતા રંગીલદાસ રેવાશંકર માંકડ. માતા ઉમિયાગૌરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, જાણીતા સાક્ષર-સંશોધક ડોલરરાય માંકડ તથા ગાલીચાકામના નિષ્ણાત…
વધુ વાંચો >મિત્ર, અમર
મિત્ર, અમર (જ. 30 ઑગસ્ટ 1951, ધુલિતિઆર, જિ. ખુલના, હાલ બાંગ્લાદેશ) : બંગાળી નવલકથાકાર. તેમણે બી.એસસી.ની પદવી મેળવી. પછી પશ્ચિમ બંગાળ સરકારની સેવામાં તેઓ જોડાયા અને હાલ તેમાં કાર્યરત છે. તેમણે 26 પુસ્તકો આપ્યાં છે. તેમાં શરૂઆતની કૃતિઓ ‘માઠ ભાંગે કાલપુરુષ’ (1978), ‘શ્રેષ્ઠ ગલ્પ’, ‘નિર્વાચિતો પ્રેમેર ગલ્પ’, ‘આસાન-બાની’ (1993) અને…
વધુ વાંચો >મિત્ર, અશોક
મિત્ર, અશોક [(જ. 10 એપ્રિલ 1928, ઢાકા, (હવે બાંગ્લાદેશ)] : બંગાળના વિશિષ્ટ ગદ્યકાર, અર્થશાસ્ત્રી તથા સમાજશાસ્ત્રી. તેમને નિબંધસંગ્રહ ‘તાલ બેતાલ’ (1994) માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે કાશી હિંદુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ.ની તથા નેધરલૅન્ડ સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે વર્ષો સુધી યુનિવર્સિટીમાં અધ્યાપનની…
વધુ વાંચો >મિત્ર, ગજેન્દ્રકુમાર
મિત્ર, ગજેન્દ્રકુમાર (જ. 1 જાન્યુઆરી 1908, કૉલકાતા; અ. 1 જાન્યુઆરી 1994) : અગ્રણી બંગાળી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને પત્રકાર. તેમને તેમની નવલકથા ‘કૉલકાતાર કાછેઇ’ (1957) માટે 1959ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. વારાણસી અને કૉલકાતામાં શિક્ષણ લીધા પછી તેઓ પુસ્તકના ધંધામાં પ્રચારક તરીકે જોડાયા. તે કારણે તેમણે બંગાળ,…
વધુ વાંચો >મિત્ર, રાજા રાજેન્દ્રલાલ
મિત્ર, રાજા રાજેન્દ્રલાલ (જ. 15 ફેબ્રુઆરી 1824, કૉલકાતા; અ. 6 ઑગસ્ટ 1891, કૉલકાતા) : બંગાળાના જાણીતા પુરાતત્વવિદ તથા બંગાળી સાહિત્યના લેખક અને વિવેચક. કૉલકાતામાં ખેમ બૉઝની શાળામાં અંગ્રેજી શિક્ષણ મેળવીને દાક્તરીનો અભ્યાસ કર્યો (1937–41). પિતા જનમેજય મિત્ર સંસ્કૃત, પર્શિયન અને બંગાળીના સારા પંડિત હતા; તેમ છતાં ધર્મચુસ્ત હોવાથી વધુ અભ્યાસ…
વધુ વાંચો >