બળદેવભાઈ કનીજિયા
ફકીર, શમ્સ
ફકીર, શમ્સ (જ. 1843; અ. 1904) : ખ્યાતનામ અને પવિત્ર આધ્યાત્મિક કાશ્મીરી કવિ. તેઓ એક શ્રમજીવીના પુત્ર હતા. તેમનું પ્રથમ નામ મુહમ્મદ સિદ્દીક શેખ હતું. યુવાન-વયે તેઓ અમૃતસર ગયા. ત્યાં કોઈ કલંદર સાથે મેળાપ થયો અને તેમની ઝંખના મુજબ તે અધ્યાત્મવિદ્યાના સિદ્ધાંતો શીખ્યા. ત્યાંથી તેઓ ખીણપ્રદેશમાં પાછા ફર્યા. અનંતનાગ ખાતે…
વધુ વાંચો >ફરહાત શફિકા
ફરહાત શફિકા (જ. 26 ઑગસ્ટ 1931, નાગપુર, મહારાષ્ટ્ર) : ઉર્દૂ વ્યંગ્યકાર. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી ઉર્દૂ અને ફારસીમાં એમ.એ., પત્રકારત્વનો ડિપ્લોમા તથા જીવાજી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભોપાલ યુનિવર્સિટીમાંથી ઉર્દૂના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયાં. તેઓ 198789 દરમિયાન ભોપાલ યુનિવર્સિટીના બૉર્ડ ઑવ્ સ્ટડિઝનાં અધ્યક્ષા; છેલ્લાં 10 વર્ષ માટે મધ્ય પ્રદેશ…
વધુ વાંચો >ફારૂકી, શમ્સુર્રહમાન
ફારૂકી, શમ્સુર્રહમાન (જ. 1936, પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂના જાણીતા વિવેચક અને કવિ. તેમને તેમની કૃતિ ‘તનકીદી અફકાર’ નામક નિબંધ-સંગ્રહ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ. એ.ની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ થોડો વખત અંગ્રેજીના પ્રાધ્યાપકપદે રહ્યા. 1958માં કેન્દ્રીય ટપાલ સેવામાં અધિકારી-પદે નિમણૂક પામીને…
વધુ વાંચો >ફિરાક, ગુલામ નબી
ફિરાક, ગુલામ નબી (જ. 1922, શ્રીનગર, કાશ્મીર) : કાશ્મીરી કવિ, લેખક અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સદા તિ સમંદર’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમ.એ. અને ઉર્દૂ ભાષા અને સાહિત્યમાં અદીબ ફાઝિલની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અંગ્રેજી, ઉર્દૂ અને હિંદી…
વધુ વાંચો >ફ્લૅવિયન ઍમ્ફિથિયેટર
ફ્લૅવિયન ઍમ્ફિથિયેટર (ઈ. સ. 70–80) : રોમમાં બંધાયેલ અતિપ્રસિદ્ધ પ્રાચીન રંગભૂમિ. નિરોના મહેલ(ગોલ્ડન હાઉસ)ના સરોવરના સ્થળે તેના રાક્ષસી કદના પૂતળા પાસે રચવામાં આવેલું ઍમ્ફિથિયેટર ફ્લૅવિયન કોલૉસ્સિયમના નામે ઓળખાય છે. તેનું બાંધકામ વૅસ્પેસિયને શરૂ કરેલું, ટિટસે ચાલુ રાખેલું અને ઈ. સ. 80ના જૂનમાં તે ખુલ્લું મુકાયું હતું. આ રંગભૂમિ રોમની તમામ…
વધુ વાંચો >બગે, આશા
બગે, આશા (જ. 1939, નાગપુર, મહારાષ્ટ્ર) : મરાઠી વાર્તાકાર અને નવલકથાકાર. તેમની પુરસ્કૃત કૃતિ ‘ભૂમી’ બદલ તેમને 2006નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે મરાઠી તથા ભારતીય શાસ્ત્રીય સંગીતમાં એમ.એ.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી, હિંદી અને સંસ્કૃત ભાષાઓની જાણકારી ધરાવે છે. 1973થી તેમણે સર્જનાત્મક લેખનકાર્ય શરૂ…
વધુ વાંચો >બડોંદેકર, લક્ષ્મીબાઈ
બડોંદેકર, લક્ષ્મીબાઈ (જ. 1902, કોલ્હાપુર, મહારાષ્ટ્ર; અ. ) : મહારાષ્ટ્રનાં શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા. એમનું મૂળ નામ લક્ષ્મીબાઈ જાધવ. એમની માતાનું નામ યશોદાબાઈ, પિતાનું નામ પરશુરામ. તેમણે ગાયન-સમ્રાટ અલ્લાદિયાખાનસાહેબના ભાઈ, ખાનસાહેબ હૈદરખાન પાસેથી સંગીતની તાલીમ પ્રાપ્ત કરી હતી. 1922થી 1945 સુધી તેઓ વડોદરા-દરબારમાં દરબારી ગાયિકાના પદ પર રહ્યાં હતાં. ત્યારબાદ પોતાના…
વધુ વાંચો >બપૈયો
બપૈયો (Common Hawk Cuckoo) : ભારતનું નિવાસી સ્થાનિક યાયાવર પંખી. તેનું કદ હોલા-કબૂતર જેવડું, 21 સેમી. જેટલું હોય છે. તે રંગે આબાદ શકરા જેવો હોય છે. નર અને માદાનો રંગ એકસરખો હોય છે. ચાંચ સીધી, અણી આગળ સહેજ વળેલી હોય છે. માથું અને પાંખ ઉપરથી રાખોડી અને નીચેથી સફેદ હોય…
વધુ વાંચો >બરુવા, આનંદચંદ્ર
બરુવા, આનંદચંદ્ર (જ. 1907, ખુમ્તાઈ ટી એસ્ટેટ, મોરાન, આસામ અ. 1983) : ખ્યાતનામ અસમિયા કવિ તથા નાટ્યલેખક. 1926માં મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ કાશી વિશ્વવિદ્યાલયમાં જોડાયા, પણ આઝાદીની ચળવળ શરૂ થવાની સાથે તેમાં તેમણે ઝંપલાવ્યું અને અભ્યાસને તિલાંજલિ આપી દીધી. તેમની કારકિર્દીનો પ્રારંભ તેમણે પત્રકારત્વથી કર્યો. પછી રૉયલ ઍર ફૉર્સના…
વધુ વાંચો >બરુવા, બીરેશ્વર
બરુવા, બીરેશ્વર (જ. 1933, સુંદરિદિયા, જિ. બરપેટા, આસામ) : અસમિયા કવિ, વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અનેક માનુહ અનેક ઠાઈ આરુ નિર્જનતા’ માટે 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કૉટન કૉલેજ, ગુવાહાટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ. ઑનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અસમિયા ઉપરાંત અંગ્રેજી, બંગાળી અને હિંદી…
વધુ વાંચો >