બળદેવભાઈ કનીજિયા

નારાયણ રેડ્ડી, સી.

નારાયણ રેડ્ડી, સી. (જ. 29 જુલાઈ, 1931, હનુમાજિપેઠ, જિ. કરીમનગર, આંધ્ર પ્રદેશ) : તેલુગુ કવિ અને વિદ્વાન પંડિત. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘મેન્ટાલુ માનવડુ’ (‘બ્લેઝિઝ ઍન્ડ હ્યૂમન્સ’, 1970) બદલ 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી અને તેના તેલુગુ-વિભાગમાં અધ્યાપક…

વધુ વાંચો >

નીલશિર (Mallard)

નીલશિર (Mallard) : ભારતમાંનું શિયાળુ મુલાકાતી યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ Anas platyrhynchos છે. તેનો સમાવેશ Ansariformes વર્ગ અને Anafidae કુળમાં થાય છે. મોટે ભાગે તેનો વસવાટ યુરોપ, એશિયા, આફ્રિકા અને ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. આ પંખી ગયણાના જેવું જ આકર્ષક રંગવાળું બતક છે. નરનું કદ 61 સેમી. અને…

વધુ વાંચો >

નૂર, સુતિન્દર સિંહ

નૂર, સુતિન્દર સિંહ (જ. 5 ઑક્ટોબર 1940, કોટકપુરા, પંજાબ; અ. 9 ફેબ્રુઆરી 2011, દિલ્હી) : પંજાબી કવિ અને વિવેચક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કવિતા દી ભૂમિકા’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને પંજાબીમાં એમ.એ. તથા દિલ્હી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

નૈયર મસૂદ (સૈયદ નૈયર મસૂદ રિઝવી)

નૈયર મસૂદ (સૈયદ નૈયર મસૂદ રિઝવી) (જ. 16 નવેમ્બર 1936, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 24 જુલાઈ 2017, લખનૌ) : ઉર્દૂ વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘તાઊસ ચમન કી મૈના’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી ફારસીમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી અને અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં ડી.ફિલ.ની…

વધુ વાંચો >

પટ્ટનાયક, રવીન્દ્રનાથ

પટ્ટનાયક, રવીન્દ્રનાથ (જ. 1935, બનેઇગઢ, જિ. સુંદરગઢ, ઓરિસા; અ. 1991) : ઓરિસાના ખ્યાતનામ ભૂસ્તરવિજ્ઞાની અને શ્રેષ્ઠ વાર્તાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘વિચિત્રવર્ણા’ માટે 1992ના વર્ષનો મરણોત્તર સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. લેખકો અને કલાકારોના પરિવારમાં તેમનો જન્મ. તેમણે કટકની રાવેનશા કૉલેજમાંથી ભૂસ્તરવિજ્ઞાનના વિષય સાથે એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ તેઓ…

વધુ વાંચો >

પઠારે, રંગનાથ

પઠારે, રંગનાથ (જ. 1950, જવાલે, જિ. અહમદનગર, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના જાણીતા નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક. તેમને તેમની ઉત્તમ નવલકથા ‘તામ્રપટ’ માટે 1999ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર સાથે એમ.એસસી. તથા એમ. ફિલ.ની પદવીઓ મેળવી છે. 1973થી તેઓ અધ્યાપક તરીકે કાર્યરત છે. તેઓ મરાઠી ઉપરાંત…

વધુ વાંચો >

પડગાંવકર, પ્રકાશ દામોદર

પડગાંવકર, પ્રકાશ દામોદર (જ. 1948, મુંબઈ) : વિશિષ્ટ શૈલી ધરાવતા કોંકણી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘હન્વ મોનિસ અશ્વત્થામો’ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પણજી-ગોવામાં શિક્ષણ લીધું હતું. હાલ (2002માં) તેઓ વાસ્કો-ડ-ગામા, ગોવા ખાતે એમ. એમ. ટી. સી. ઑવ્ ઇન્ડિયા લિ.માં કામગીરી કરી રહ્યા છે.…

વધુ વાંચો >

પતરંગો (Bee Eater)

પતરંગો (Bee Eater) : ભારતનું નિવાસી પંખી. તેનું કદ આમ તો લીલી ચકલી જેવું, 17 સેમી.નું ગણાય; પરંતુ એની ઝીણી પાતળી વળેલી ચાંચ અને પૂંછડી સહેજ લાંબી હોવા ઉપરાંત એનાં વચલાં બે પીંછાં લોખંડના કાળા તાર જેવાં હોવાથી તેની પૂરી લંબાઈ લગભગ 22 સેમી. જેટલી થાય છે. તે દેખાવે ગિલ્લી…

વધુ વાંચો >

પરસાઈ, હરિશંકર

પરસાઈ, હરિશંકર (જ. 22 ઑગસ્ટ 1924, જમાની, જિ. જબલપુર, મધ્યપ્રદેશ; અ. 10 ઑગસ્ટ 1995, જબલપુર, મધ્યપ્રદેશ) : જાણીતા હિંદી વ્યંગ્યકાર અને નવલકથાકાર. તેમને તેમની કૃતિ ‘વિકલાંગ શ્રદ્ધા કા દૌર’ (વ્યંગ્યિકા) માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી વિવિધ શાળાઓ અને કૉલેજોમાં…

વધુ વાંચો >

પરીખ, મુકુન્દ ભાઈલાલ

પરીખ, મુકુન્દ ભાઈલાલ (જ. 26 જાન્યુઆરી 1934, નદીસર, જિ. પંચમહાલ) : ગુજરાતના નવલકથાકાર, વાર્તાકાર, એકાંકીકાર અને કવિ. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વાડાસિનોર(બાલાસિનોર)માં લીધું. 1957માં અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. અને 1980માં એલએલ.બી.ની ડિગ્રી મેળવી. 1954થી 1980 દરમિયાન પ્રૉવિડંટ ફંડ કમિશનરની કચેરીમાં કામગીરી કરી. 1981થી ખાસ કરીને મજૂર-કાયદાઓ વિશે વકીલાતનો વ્યવસાય…

વધુ વાંચો >