બળદેવભાઈ કનીજિયા

દેસાઈ, શાંતિનાથ કુબેરાપ્પા

દેસાઈ, શાંતિનાથ કુબેરાપ્પા (જ. 22 જુલાઈ 1929, હલિયાલ, જિ. ઉત્તર કન્નડ, કર્ણાટક; અ. 1998) : કન્નડ વાર્તાકાર, વિવેચક, અનુવાદક અને વરિષ્ઠ શિક્ષણશાસ્ત્રી. તેમને તેમની નવલકથા ‘ઓમ્ નમો’ બદલ 2૦૦૦ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે હલિયાલ, કર્ણાટક કૉલેજ, ધારવાડ; વિલ્સન કૉલેજ, મુંબઈ અને લીડ્સ યુનિવર્સિટી, યુ.કે.માં શિક્ષણ…

વધુ વાંચો >

દૈયડ

દૈયડ (Magpie Robin) : ગુજરાતનું શ્રેષ્ઠ ગાયક પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Copsychus saularis. તેનો સમાવેશ Passeriformes શ્રેણી અને Corvidae કુળમાં થાય છે. તેનું પેટા-કુળ છે : ગાયક (Turdinae). હિંદીમાં તેને દૈયડ અથવા દૈયા કહે છે. નર દૈયડ ઊજળો કાબરો એટલે કાળા અને ધોળા રંગનો હોય છે. તે હંમેશાં…

વધુ વાંચો >

દ્વિવેદી, રેવાપ્રસાદ

દ્વિવેદી, રેવાપ્રસાદ (જ. 22 ઑગસ્ટ 1935, નાંદેડ, ભોપાલ, મધ્યપ્રદેશ) : સંસ્કૃતના જાણીતા કવિ, નાટ્યકાર અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સ્વાતંત્ર્યસંભવમ્’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ., રવિશંકર યુનિવર્સિટી, રાયપુરમાંથી પીએચ.ડી., અને જબલપુર યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવી પણ તેમણે પ્રાપ્ત કરી હતી. તેમણે બનારસ…

વધુ વાંચો >

ધૂમિલ

ધૂમિલ (જ. 9 નવેમ્બર 1936, ખેવલી, ઉ. પ્ર.; અ. 10 ફેબ્રુઆરી 1975, લખનૌ) : જાણીતા હિંદી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કલ સુનાના મુઝે’ (1977) માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમનું ખરું નામ સુદામા પ્રસાદ પાંડે હતું. એમના પિતાનું નામ શિવનાયક પાંડે અને માતાનું નામ રાજવંતી…

વધુ વાંચો >

ધોળકિયા, નવનીત (લૉર્ડ)

ધોળકિયા, નવનીત (લૉર્ડ) (જ. 4 માર્ચ 1937, ટાન્ઝાનિયા) : બ્રિટનની પાર્લમેન્ટના હાઉસ ઑવ્ લૉર્ડ્ઝના સન્માનનીય લૉર્ડ મેમ્બર અને બ્રિટનમાં વસતા મૂળ ભારતીય સમુદાયના બ્રિટનની લિબરલ પાર્ટીના સંસદીય નેતા. મૂળ વતન ભાવનગર, પિતા પરમાનંદદાસ અને માતા શાંતાબહેનના મેધાવી પુત્ર. જ્ઞાતિએ વાળંદ. બી.એસસી. સુધીનો અભ્યાસ. શ્રી અને શ્રીમતી ધોળકિયાની બે પુત્રીઓ છે;…

વધુ વાંચો >

ધોંડ, મધુકર વાસુદેવ

ધોંડ, મધુકર વાસુદેવ (જ. 3 ઑક્ટોબર 1914, મુંબઈ; અ. 5 ડિસેમ્બર, 2007) : મરાઠી વિદ્વાન-વિવેચક, પ્રાધ્યાપક અને સંગીતજ્ઞ. તેમને તેમની વિવેચનાત્મક કૃતિ ‘જ્ઞાનેશ્વરીતીલ લૌકિક સૃષ્ટિ’ માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી અને શૈક્ષણિક જીવનમાં ‘દાદોબા પાંડુરંગ તારખડકર સુવર્ણચંદ્રક’ મેળવ્યો. તેમણે…

વધુ વાંચો >

નગરકર, કિરણ

નગરકર, કિરણ (જ. 2 એપ્રિલ 1942, મુંબઈ; અ. 5 સપ્ટેમ્બર 2019, મુંબઈ) : અંગ્રેજી અને મરાઠીના નવલકથાકાર, નાટ્યકાર, ફિલ્મ અને રંગમંચ-સમાલોચક અને પટકથાલેખક. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘કકૉલ્ડ’ (cuckold) માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ‘રાવણ ઍન્ડ એડ્ડી’ અને ‘કકૉલ્ડ’ તેમની અંગ્રેજી નવલકથાઓ છે. મરાઠી કૃતિ…

વધુ વાંચો >

નય્યર શફીઉદ્દીન

નય્યર શફીઉદ્દીન (જ. 1903, આત્રોલી, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1978, નવી દિલ્હી) : ઉર્દૂ લેખક, કવિ અને વાર્તાકાર. બાળપણમાં માબાપ ગુમાવતાં તેમણે દિલ્હીમાં ઉર્દૂ છાપાંના ફેરિયાનું કામ સ્વીકાર્યું. પાછળથી કેટલાક શિક્ષકોની મદદથી ઍંગ્લો-અરેબિક હાઈસ્કૂલમાં દાખલ થયા અને મેરિટ સ્કૉલરશિપ મળી. 15 વર્ષની વયે તેમનો એક લેખ ખ્યાતનામ લેખક અને પત્રકાર…

વધુ વાંચો >

નવીન ડી. (ડોંગરી મલ્લાહ)

નવીન ડી. (ડોંગરી મલ્લાહ) (જ. 24 ડિસેમ્બર 1941, વાવિલાલા, જિ. વારંગલ, આંધ્રપ્રદેશ) : તેલુગુ નવલકથાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કાલરેખલુ’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી તેમજ હિંદી ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ અર્થશાસ્ત્રના…

વધુ વાંચો >

નંદ, ભારદ્વાજ

નંદ, ભારદ્વાજ (જ. 1948, મદપુરા, જિ. બાડમેર, રાજસ્થાન) : રાજસ્થાની નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર તથા હિંદી કવિ અને વિવેચક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘સામ્હી ખુલતૌ મારગ’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી હિંદી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અને 1971થી પત્રકારત્વ અપનાવ્યું. જોધપુરથી પ્રકાશિત…

વધુ વાંચો >